________________
નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૬
ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં; શ્રી નંદીસુત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૭
વ્રત નહીં પચ્ચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો; મહાપદ્મ તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો; છેદ્યો અનંતા
*-*-*
(૧૩) મૂળમાર્ગ રહસ્ય
આણંદ, ૧૯૫૨
મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ; -મૂ નો‘ય પૂજાદિની જો કામના રે, નો‘ય વ્હાલું અંતર ભવદુઃખ. -મૂળ ૧
કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત; -મૂ માત્ર કહેવું પરમારથહેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત.-મૂ૦ ૨
જ્ઞાન, દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ; -મૂ જિનમારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. -મૂ૦ ૩
લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; -મૂળ પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. -મૂ૦ ૪
હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ; -મૂ તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. -મૂ૦ ૫
પ્રાર્થના પિયુષ * ૫૮