SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨)હરિગીત જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. રાળજ, ૧૯૪૭ જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં; તો સર્વ એ અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૧ નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી; નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૨ આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં; પચ્ચખાણ કીધાં ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી . કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૪ શાસ્ત્રો વિશેષ સહિત પણ, જો જાણિયું નિજરૂપને; કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ૫ આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી; તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; | પ્રાર્થના પિયુષ * ૫૭]
SR No.009216
Book TitlePrarthana Piyush
Original Sutra AuthorN/A
AuthorMumukshu Bhai Baheno
PublisherRaj Saubhag Satsang Mandal
Publication Year2016
Total Pages67
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size200 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy