________________
વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યગ્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસ્રવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. જીવ અજીવ વિષે તે, નવે તત્ત્વનો સમાવેશ થાય; વસ્તુવિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય.
*-*-*
(૧૫) પરમપદપ્રાપ્તિની ભાવના (અપૂર્વ અવસર)
વવાણિયા, ૧૯૫૩
એવો ક્યારે આવશે?
અપૂર્વ અવસર ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્પુરુષને પંથ જો? અપૂર્વ૦ ૧
ઔદાસીન્યવૃત્તિ કરી,
સર્વ ભાવથી માત્ર દેહ તે સંયમદહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો. અપૂર્વ૦ ૨
x;
દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ૦ ૩
પ્રાર્થના પિયુષ * ૬૦