________________
સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો; ૩
અબ કર્યો ન બિચારત હૈં મનસેં, કછુ ઔર રહા ઉન સાધનસેં ? બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે ? ૪
કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી, પલમેં પ્રગટે મુખ આગલસેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસ; પ
તનસેં, મનસેં, ધનસેં, સબસે, ગુરુદેવકી આન સ્વઆત્મ બસેં, તબ કારજ સિન્ન બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો;
વહ સત્ય સુધા દરસાવહિંગે, સતુરાંગુલ હે દેંગસે મિલહે, રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો જીવહી; ૭
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસ, વહ કેવલકો બીજગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઇ દિયે. ૮
-*-*
૯. ક્ષમાપના
હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો. મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં.
હે ભગવાન ! હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડયો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં
પ્રાર્થના પિયુષ * ૧૨