________________
(૩) બ્રહ્મચર્ય વિશે સુભાષિત
(દોહરા) સંવત ૧૯૪૦ નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧
આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાથું બધું, કેવળ શો કસ્વરૂપ. ૨
એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જતિયે, દળ, પુર ને અધિકાર. ૩
વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે યમ અજ્ઞાન. ૪
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫
સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન. ૭
- - - -
(૪) અમૂલ્ય તત્ત્વવિચાર
(હરિગીત છંદ) સંવત ૧૯૪૦ બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો? ૧
યુષ * ૫૧