Page #1
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason.). ब्रह्मानन्द विधानके पटुतरं शान्तिगहद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ॥
વર્ષ ૧ લું.
તા. ૧૫ મી એપ્રીલ સન ૧૯૦૯.
અંક ૧ લે.
ઉપકાર મહિમા.
ઝૂલણા છંદ કાર્ય ઉપકારનાં કીજીએ માનવી, લક્ષ્મીથી લીજીએ સત્ય કહાવે; જ્ઞાનિને હાયથી સત્ય ઉપદેશથી, સત્ય આનંદને ભવ્ય પાવો. કાર્ય. ૧ ધર્મઉપદેશથી સત્ય ઉપકાર છે, જીવને દુઃખમાંથી બચાવો, જીવનની સફળતા સત્ય ઉપકારમાં, કાર્ય પરમાર્થનાં દીલ થાવો. કાર્ય. ૨ ભગ્ય ઉપકારીના દીલમાં છે દયા, દીલ ઉપકારીનું સ્વચ્છ રહે; ધન્ય છે જગતમાં જન્મ ઉપકારીને, સ્વર્ગને સિદ્ધિ પણ તેહ લે. કાર્ય. ૭ બાહ્યમાં કયાં રમે મહવનમાં ભમે, કાર્ય ઉપકારનાં દીલ ધારો; જગતમાં માન પામે અહો પ્રાણિઓ, સત્યઉપકારથી જીવ તારે. કાર્ય. ૪ પૂજ્ય તીર્થેશ્વરા દેશના દઇને, પ્રાણિના સ્તકને શિધ્ર તારે; પરમ ઉપકારમાં કર્મનો નાશ છે, જન્મની સફળતા સત્ય સારે. કાર્ય, ૫ રાચશે સ્વપર ઉપકારમાં માનવી, પરમ ઉપકારથી કાર્યસિદ્ધિ; બુદ્ધિસાગર સદા સત્ય ઉપકારથી, પામિએ સયતન્ય રૂદ્ધિ. કાર્ય. ૬
Page #2
--------------------------------------------------------------------------
________________
માસિકના ઉદ્દેશ.
આ જગતમાં કોઇ પણુ કાર્ય નિષ્યેાજન થતું નથી. સર્વ કા ર્યના કાંઈકને કાંઇક ઉદ્દેશ જરૂર ડાય છે. સ'સ્કૃત કવિ લખે છે કે મન્દ પુરૂષ પણુ પ્રયેાજન વગર પ્રવૃત્તિ કરતા નથી, તાપછી માસિક જેવા પ્રવૃત્તિમય કાર્યનાં કાંઈ પણ ઉદ્દેશ હોવા જોઇએ, અને તે ઉદ્દેશ જાણુવાની અભિલાષા દરેક વાચકના હૃદયમાં ઉદ્ભવવા પામે એ સ્વાભાવિક છે. તા તેવી જીજ્ઞાસા તૃપ્ત કરવાના હેતુથી આ માાંસક પ્રકટ કરવાના શા ઉદ્દેશ છે, તે તેની રૂપ રેખા રૂપે ( outlines ) અત્ર નિવેદન કરવામાં આવે છે.
ABUNGEE
આ માસિક અધ્યાત્મજ્ઞાનપ્રસારકમડળ જે સંવત ૧૯૬૫ ના કા તિક સુદ ૫ ( જ્ઞાન પંચમી)ના શુદ્દિને મુંબાઇમાં સ્થપાયું હતું, તે મંડળ તરફથી પ્રગટ થનાર છે. એટલે તેમાં કેવા પ્રકારના વિષયેા દાખલ કરવામાં આવશે, તે બાબત સહેજ પણ વિચાર કરનારને સમજાયા વગર રહેશે નહિ.
આ જમાને! બુદ્ધિના છે; અ ંગ્રેજી વિદ્યાએ સ્વતંત્ર વિચાર કરવાને પ્રેરેલી બુદ્ધિના પ્રભાવથી, અંગ્રેજી ભણેલા યુવા કોઇ પણુ બાબતને એકદમ સ્વીકારી લે તેવા વખત રહ્યા નથી. તેને દરેક બાબતના બુદ્ધિગમ્ય ખુલાસા જોઇએ છે. શાસ્ત્રમાં કહ્યું છે, માટે તેને પ્રમાણુભૂત ગણી માની લેવું, અને સમજાય નહિ તેાપણ તે બાબતપર શ્રદ્ધા રાખવી, એ વિચાર હાલના કેળવાયલાના મનમાં પ્રવેશ પામી શકે તેમ નથી. શ્રદ્ધાના પાયા બુદ્ધિ ઉપર ૨ ચાયેલા હોવા જોઇએ. હવે તેવા અંગ્રેજી ભણેલા અને ધર્મના તત્ત્વા નહિ સમજાયાથી શંકાશીલ થયેલા યુવકોના મનને સંતાષ મળે તેવા પ્રકારના ખુલાસાવાળા લખાણેાની હાલના સમયમાં અતિ જરૂર છે. તેવા લેખે લ ખવા તરફ હજી સુધી અમારા સમજવા પ્રમાણે કાઈ પણ માસિક વિશેષતઃ પ્રવૃત્તિ કરી નથી; માટે તેવા લેખાને આ માસિકમાં અમે પ્રથમ સ્થાન - પીશુ. આતા એક નિવિવાદિત સત્ય છે કે વસ્તુનુ' સ્વરૂપ જયારે થચાર્થ સમજાય છે, ત્યારે તેના પર જે સ્વાભાવિક શ્રદ્દા થાય છે, તે ધર્મમાં લખ્યું છે માટે સાચું માની લ્યા, તેમ કહેવાથી થતી તની. વળી ધાર્મિક ક્રિયા જે કરવામાં આવે છે તેમાં અતિ ગૃઢ રહસ્ય રહેલુ હે ય છે, પણું તે બરાબર સમજાવવામાં નહિં આવતી હેાવાથી લેાકાની તે તરફ સ્વાભાવિક રીતે અયિ
Page #3
--------------------------------------------------------------------------
________________
ܪ
થાય છે. મૂર્તિપૂજા, પ્રતિક્રમણ, દેવવ'દન, પૌષધ, વ્રત, દાન, તપ વગેરે કરવામાં શે। આશય રહેલા છે. તે બરાબર રીતે હેતુપૂર્વક સમજાવવાની જેટલી જરૂર વિચારીએ, તેટલી એછી છે.
ત્રીજી આખા ચરિત્રલેખન સમધી છે. નાવેલા અને મનેારંજક નવલ કથાઓમાં ગમે તેવા નીતિના નમુના આપવામાં આવ્યા હાય, તેપણ વાચક વર્ગના મનમાં ચાકસ ખાત્રી રહે છે કે આ સર્વ કલ્પનામય છે, અને તેથી જોઇએ તેટલી અસર થતી નથી, પણ ઐતિહાસિક જીવનચરિત્રા–જે મનુષ્યા એ પાતાના ચરણકમળથી એક વખત આ વસુધાને પાવન કરી છે, તેમનાં જીવનવૃતાંતે વાંચવાથી વાચકના હૃદયપર એર જ પ્રકારની અસર થાય છે. તે દૃષ્ટાંત કૈવલ મગજમાંજ નહિ રહેતાં વાંચનારના હૃદયપર સ્થાયી અસર કરે છે, અને તેવાજ પ્રકારનાં કાર્ય કરવાને પ્રેરે છે. આ વિચારને લક્ષમાં રાખી, વખતે નખત મહાન પુરૂÀાના જીવનચરિત્રા આપવાને પણ અમે ખાસ ઇરાદો રાખીએ છીએ. ઉપર જણાવ્યા સિત્રાયના ખીજા પણ ઘણા ઉ. દેશ અમારા લક્ષમાં છે. પણ તે સર્વને અત્ર કહી બતાવી આત્મપ્રશંસા કરવી એ અમને યેાગ્ય લાગતુ નથી. કહેવા કરતાં કરી બતાવવુ એ વધારે ઉત્તમ છે, એ સૂત્ર પ્રમાણે ઉદેશના સંબંધમાં વધુ નહિ લખતાં માસિકના સંબંધમાં ખ્યાલ બાંધવાનું કામ અમે વાચકવર્ગને સોંપીએ છીએ.
વળી આ સાથે જણાવવાના આ પ્રસંગ હાથ ધરીએ છીએ કે આ માસિકમાં કાઇ પણ અંગત ટીકા કરવામાં આવશે નહિ; તેમજ જેથી જેત કામમાં કુસંપ વધે તેવા લેખાને સ્થાન આપવામાં આવશે નહિ. દરેક વિષય માધ્યસ્થ દષ્ટિથી ચર્ચવામાં આવશે, અને કાઇપણુ મતમતાંતરમાં નહિ પડતાં વસ્તુનું સ્વરૂપ જેવું જૈનદષ્ટિએ ભાસશે તેવું નિરૂપણુ કરવામાં આવશે. જૈન ધર્મની ખુબી શેમાં રહેલી છે, તે તરફ વિશેષ લક્ષ આપવામાં આવશે.
વળી જેથી સંસારની પ્રાપ`ચિક અને સ્વાર્થા મર્યાદા દૂર થઇ પરાપકારા પાના અને ઉચ્ચ જીવનના આલ્હાદ પ્રગટ થાય તેવા મન અને હૃદયને ઉન્નત બનાવી આત્મજ્ઞાન સન્મુખ લેઇ જાય તેવા લેખે આ માસિકમાં પ્રગઢ થવા પામે તેવી યેાજના રચીશું.
લેખા અને માસિકના ઉદ્દેશેા સંબંધી ઉપર પ્રમાણે જણાવ્યા પછી હવે આ માસિક પ્રગટ કરવાના ખીજો આશય શા છે, તે પણ જગુાવવાની આ સ્થળે અમે જરૂર વિચારીએ છીએ. અમદાવાદમાં એક મેગની ખાસ ઋગત્યતા હતી, તે કામ શેઠ લલ્લુભાઇ રાયચ દે મુનિ મહારાજશ્રી બુદ્ધિસા
Page #4
--------------------------------------------------------------------------
________________
ગરજીના સદુપદેશથી અને પોતાની ઉદારવૃત્તિથી ઉપાડી લીધું છે. કેટલાક સંભાવિત ગૃહરાએ તેને મદદ કરી છે. છતાં તે હજુ સારી રીતે ચાલી શકે તે સારૂ વધારે ફંડની ને આવકની જરૂર છે. તે બેડિંગને વાર્ષિક સારી આવક થાય તે માટે આ માસિકની થેજના કરવામાં આવેલી છે. આ માસિકને અંગે થયેલા ખર્ચ સિવાયનો બાકી જે કાંઈ લાભ રહે તે આ બોર્ડિ, ગને આપવાને અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે ઠરાવ કરેલો છે. આ માસિકના ગ્રાહકને આ રીતે બે લાભ થશે. પ્રથમ ઉપર જણાવેલા લેખેવાળું ડેમી ચાર ફર્મનું (૩૨ પાનાનું માસિક દર મહિને નિયમિતરીતે મળશે, તે સિવાય આવા પરોપકારી કાર્યમાં પિતાને સહેજ પણ ભાગ આપવા બદલનું પુણ્ય પ્રાપ્ત કરવાને ભાગશાળી થશે.
- આ ઉદ્દેશની સમાપ્તિ કરતાં એકજ બાબત લખવાની રહી જાય છે, અને તે આ માસિકના નામ સંબંધમાં છે. આ માસિકને શું નામ આપવું તે સંબંધી વિચાર કરતાં જૈન ધર્મને બુદ્ધિગમ્ય ખુલાસો આપનારા લેખે આ માસિકમાં દાખલ કરવાના હોવાથી બુદ્ધિને લગતું નામ રાખવું. બુદ્ધિશબ્દ ની સાથે અનેક નામ જોડતાં છેવટે “ બુદ્ધિપ્રભા” એ નામ આ લેખકને એકાએક રyયું અને તે સર્વને પ્રિય લાગવાથી નિશ્ચિત થયું. તેને અંગ્રેજી પર્યાય Light of Reason (લાઈટ ઓફ રીઝન ) થાય છે; અને તે નામનું એક માસિક લંડન ખાતેથી જેમ્સ એલન નામના વિદ્વાન તંત્રીના હાથે પ્રગટ થાય છે. આ બુદ્ધિપ્રભા નામ રાખવામાં બીજો પણ એક આશય છે, જે વખત આવે પ્રકાશિત કરવામાં આવશે.
જૈનેનું તત્ત્વજ્ઞાન અને નૈતિક સિદ્ધાંત.
લેખક, પ્રોફેસર હર્મન જેકબી.
1. I
,
If it
* * * 1
છે
અ
1 1 લેકે જૈન તત્વજ્ઞાન નિહાળવા માંડે છે, તેઓમાં એ
વિચાર દાખલ થવા પામેલ હોય છે કે, તે એક સ્થાયી &L વિચાર વગરના તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતના ખીચડા સમાન
દો છે, અને જે પદ્ધતિરહિત વિચારશ્રેણી છે, તે જગતમાં Bapa on શી રીતે પસાર પામી હશે, તે વિચારથી તેઓને આશ્ચર્ય ઉપજે છે, મેં જાતે પણ આવો અભિપ્રાય એક વખત બાંધે હતો અને
* અનુવાદક. દેસી, મણિલાલ નભુભાઈ, બી, એ.
Page #5
--------------------------------------------------------------------------
________________
શબ્દાદ્વારાએ દર્શાવ્યા પણ હતા. પણ હાલ જૈન તત્ત્વજ્ઞાનને જુદા દૃષ્ટિ બિન્દુથી જોતાં હું શિખ્યા છેં. તમારા વિચાર પ્રમાણે તેને પેાતાના પાયા માનસિક શાસ્ત્રપર રચાયેલા છે, અને તેથી કરીને તે બુદ્ધ અને બ્રાહ્મણ ધર્મના માનાંસક શાસ્ત્ર કરતાં તે તદન અલગ જણાઇ આવે છે. આ વિષય ઉપર થાડા વખત સુધી તમારૂ' ધ્યાન ખેંચવા માગુ છું. જૈન ધર્મનું છે, વટનું સ્વરૂપ જે તેના ચોવીસમા તીર્થંકર મહાવીરે આપ્યું, તે પૂર્વ હિન્દુસ્થા નના તે ભાગમાં નિશ્રિત થયુ` કે, જયાં તે અગાઉ ઉપનિષદના મત પ્રમાણે યાજ્ઞવલ્કય આત્મા અને બ્રહ્મ નિત્ય અને સ્થાયી છે, એવા બેધ આપ્યા હતે; અને જ્યાં મહાવીરના સમકાલીન ગાતમયુદ્ધ સઘળી વસ્તુઓની અનિયતા દર્શાવનાર સિદ્ધાંતનેા ઉપદેશ કરતા હતા. માટે આ પરસ્પર એક બીજાના અનાદર કરનાર સિદ્ધાંતના સંબંધમાં જૈન ધર્મને પણ અમુક અપેક્ષા ગ્રહણ કરવાની જરૂર પડી, અને આ ખાખત લંબાથી જણાવવી એ અતિ જરૂરનું છે. ઉપનિષદ્કારેાએ જે એક મહાન સત્ય શેાધી કહાડયું છે અને જેની પ્રશંસા કરતાં તે કદાપિ નિત્શાહી થતા નથી તે સત્ય એ છે કે શારીરીક તેમજ આધ્યાત્મિક સધળી વસ્તુઓમાં આતપ્રેતરૂપે રહેલુ અને ધારણ કરી રાખનાર એક સર્વત્ર સ્થાયી તત્ત્વ છે, જે નિર્વીકારી અને અદ્વિતીય છે. આ પરમ તત્ત્વ અને જગતની જડ વસ્તુ વચ્ચેના સં• બંધ વિધ ઉપનિષદ્કારાએ ખુલ્લી રીતે જણાવ્યું નથી, પણ નિષ્પક્ષપાતપણે વાંચનારા સઘળા કબુલ કરશે કે આ માયાવી જગતને પણ તેઓ સત્ય તરીકે માને છે. આ બાબત ઉપર વેદાંતની જુદી જુદી શાખાઓએ જુદા જુદા મત પ્રતિપાદન કરેલા છે. પણ આપણે તે સંબધી અત્રે ખેાલવાના અવકાશ નથી.
બ્રાહ્મણેાના આ સ્થાયી અને નિત્યતત્વની વિરૂદ્ધ મુદ્દે એમ ઉપ દેશ આપ્યા કે સધળી વસ્તુઓ ક્ષણિક છે. તેના મરણુ વખતના શબ્દો ખ રેખર એ હતા કે સઘળી ઉત્પન્ન થએલી વસ્તુએ નાશવંત છે. સુધર્મ પ્રમાણે સઘળી વસ્તુની અંદર કાંઇક સ્થાયી તત્વ રહેલું છે, એમ માનવું તેજ મુખ્ય નારિતકતાનું લક્ષણ હતું. સઘળી વસ્તુએ માયાવી છે, અથવા બુદ્ધે જણાવ્યા પ્રમાણે જુદા જુદા ધમા છે; પણ કાઇ પણ ધર્માં નથી. એવે કોઇ પણ સ્થાયી પદાર્થ નથી કે જેના આ સર્વ ગુણ તરીકે લેખી શકાય.— આ પ્રમાણે બ્રાહ્મણેાએ અને મુદ્દાએ મૂળતત્વના સંબંધમાં વિરૂદ્ધ વિ ચારે। દર્શાવ્યા છે, પણ તેનું કારણ એ છે કે તેઓએ તે તત્ત્વને બે તદ્દન વિદ્ધ વિચાર દૃષ્ટિથી તપાસ્યું હતું. બ્રાહ્મણા તદ્દન કેવળબુદ્ધિને
અ
Page #6
--------------------------------------------------------------------------
________________
નુસર્યો અને તે બુદ્ધિ પ્રમાણે તે તત્વને નિત્ય સ્થાયી અને અદ્વિતીય માનવાને દેરાયા. બુદ્ધિધમનુયાયીઓ સામાન્ય અનુભવ પ્રમાણે વિચાર કરવા દેરાયા; અને તે પ્રમાણે દરેક તત્વ ઉત્પત્તિ અને વિનાશને આધીન થતું તેમને લાગ્યું બ્રાહ્મણોને વતઃ સિદ્ધ સિદ્ધાત અને બુદ્ધિધમનુયાયીઓને અનુમાનજન્ય સિદ્ધાંત જયારે આપણે અંતઃકરણમાં ઉત્પન્ન થતા અનેક પ્રશ્નાના સમાધાન અથે કામે લગાડીએ છીએ, ત્યારે તે બંને અડચણથી ભરેલા લાગે છે. તે અડચણા એવા પ્રકારની છે કે અંગીકાર કરેલા સત્યમાં સંપૂર્ણ શ્રદ્ધા સિવાય દૂર થઈ શકે નહિં.
જેનેએ આ સંબંધમાં નીચે જણાવેલી સ્થિતિ ગ્રહણ કરી છે. તેઓ જણાવે છે કે દરેક તત્વ ઉત્પત્તિ, દૈવ્ય અને વિનાશયુક્ત છે. આ વાદને તેઓ અનેકાંતવાદ કહે છે. તેઓના વિચારનો સાર આ પ્રમાણે છે. દ્રવ્ય તરીકે દરેક વસ્તુ નિત્ય છે, પણ તેઓના પર્યાયે ઉપજે છે અને વિનાશ પામે છે. દાખલા તરીકે તે દ્રવ્ય ગમે તેવું રૂપ ધારણ કરે તો પણ દ્રવ્ય તરીકે દરેક વસ્તુ હયાતી ભેગવ્યાજ કરે છે; આ રીતે દ્રવ્ય તરીકે માટી નિત્ય છે. પણ માટીના બનાવેલા ઘડાને આકાર અથવા રંગ ઉત્પત્તિ પામે તેમજ વિનાશ પણ પામે.
આ ઉપરથી જણાશે કે તત્વનું સ્વરૂપ જૈનદષ્ટિએ તે વ્યવહારિક સ્વરૂપનું પ્રતિપાદન છે અને તેને બહુ અગત્યતા આપવામાં આવી હતી, એમ માનવું તે કઠણ લાગશે, પણ આ સ્વરૂપને જૈનતત્વજ્ઞાનને માનસિક પાકે ગણવામાં આવે છે. સ્વાદાદ અને નયના સંબંધમાં જ્યારે આપણે આ બાબતને વિચાર કરીએ છીએ ત્યારે તેની અગત્યતા વિશેષ સમજાય છે.
જૈન પ્રવચનને બદલે સ્યાદ શબ્દ વાપરવામાં ઘણી વાર આવે છે. દા. ખલા તરીકે શ્રીમદ હેમચંદ્રાચાર્ય સ્યાદ્વાદમંજરી નામને ગ્રન્થ ૨ઓ છે, અને તર્કવાદના ફાંસામાંથી સત્યને બચાવનાર તરીકે સ્વાદના તેઓ મગરૂર હોય છે. સ્વાદમાં રહેલું અંતતત્વ નીચે પ્રમાણે છે. તત્ત્વનું સ્વરૂપ સ્વાભાવિક રીતે અનેકાંત હોવાથી, અને ઉત્પત્તિ વ્ય અને વિનાશ જેવા વિરૂદ્ધ ધર્મનું બનેલું હોવાથી, અનેકાંતની અપેક્ષાએ આપણે તે તત્વના સં. બંધમાં અમુક ગુણનું પ્રતિપાદન કરી શકીએ. કહેવાનો ભાવાર્થ એ છે કે અમે પેક્ષાએ કઈ પણ માનસિક શાસ્ત્રને સિદ્ધાંત સત્ય છે, અને બીજી અપેક્ષાએ તેથી વિરુદ્ધ ગુણવાળો સિદ્ધાંત પણ સત્ય કહી શકાય. આ પ્રમાણે આ સિદ્ધાંતના સાત ભાગ પાડવામાં આવેલા છે અને તે દરેકમાં મ્યાત શબ્દ વા પરવામાં આવેલ છે. દષ્ટાન્ત તરીકે તથા સર્વ ચાનારત સર્વ
Page #7
--------------------------------------------------------------------------
________________
સ્થાને અર્થ “હોય” એવો થાય છે અને “ કથંચિત”એ શબ્દથી સમજાય છે. “ કથંચિત ”ને અર્થ “કેટલેક અંશે” એવો થાય છે. આ સ્થળે સ્યાત અસ્તિના વિશેષણરૂપે મુકવામાં આવેલું છે અને તે તત્વનું (અસ્તિત્વનું) અનિશ્ચિતપણું અથવા અનેકાતપણું દર્શાવે છે. દાખલા તરીકે આ પણે કહીએ છીએ સ્થ : આત્તિ ઘટ અમુક અપેક્ષાએ હયાતી ધરાવે છે ઘટની અપેક્ષાએ ઘટ છે, પણ પટની અપેક્ષાએ ઘટ નથી.
આવા દેખાતા નયવાદનું કારણ એ જણાય છે કે વેદાંતે પ્રતિપાદન ક રેલી તત્ત્વની અદિતીયતા અને સર્વવ્યાપક્તાના સામે તત્વને બચાવ કરે. આ પ્રમાણે અસ્તિ છે) અને નાસ્તિ નથી) એવા બે વિશેષણે લગાડવામાં આવે છે. ત્રીજું વિશેષણ અવક્તવ્ય છે. એક જ પદાર્થમાં એક જ વખતે અસ્તિભાવ અને નાસ્તિભાવ રહેલા હોવાથી, અને આવા પરસ્પર વિરૂદ્ધ ધર્મનું પ્રતિપાદન ભાષાના કેઈ પણ શબદથી થઈ શકે તેમ ન હોવાથી, અવક્તવ્ય નામને ત્રીજો ભાંગે પાડવામાં આવ્યો છે. આ ત્રણ ભાંગાને જુદી જુદી રીતે ગોઠવવાથી સાત ભાંગા થાય છે જે સ્યાદ્વાદની સપ્તભંગી નામે ઓળખાય છે. આ સિદ્ધાન્તનું લંબાણથી વિવેચન કરી હું તમારી ધીરજની કસોટી કાઢવા માગતા નથી. આ સિદ્ધાન્ત અનેકાન્તવાદપરથી ફલિત થયેલો છે, તેમ સઘળા માનસિ કે શાસ્ત્રના પ્રશ્નના ખુલાસાની કુંચીરૂપે આ સ્યાદ્વાદનો સિદ્ધાન્ત છે એમ જૈનો માને છે, એટલું તમને બતાવી શક્યા હોઉં તે બસ થયું.
નોન સિદ્ધાન્ત જેના વિષે હું પ્રથમ કહી ગયા તે સ્વાદાદના સિદ્ધાતની સાથે અતિશય સંકલાયેલો છે. નય તે સત્યને દર્શાવવાના વિવિધ માર્ગ છે. જેના મત પ્રમાણે સઘળી વિચારશ્રેણીઓ કાતિક છે અને તેથી તેમાં સત્યનો અંશ રહેલે છે (પણ સંપૂર્ણ સત્ય નથી.) નય સાત છે. ચાર વિચારને લગતા છે અને ત્રણ શબ્દને લગતા છે. આ વિવિધતાનો હેતુ એ છે કે વેદાન્તઓ માને છે તેમ તત્વ સાદું નથી પણ અનેક અપેક્ષાવાશું છે. તેટલા માટે કોઈ પણ વસ્તુનું વર્ણન અથવા લક્ષણ અસંપૂર્ણ અને
એકદેશીય હોવું જ જોઈએ. અને જે આપણે વિચાર દર્શાવવાની એક પદ્ધતિજ અનુસરીએ તે જરૂર આપણે આડેમાર્ગે દોરવાઈ જઈશું.
આમાં બહુજ ઉંડી કલ્પનામય હોય એવું કંઈ ભાસતું નથી તેથી ઉ લટું ઉપનિષદની કલ્પનાઓની સામે વ્યવહારિક દૃષ્ટિની સ્થાપનાનો વાદ જેને હોય એમ લાગે છે. જો કે તેને મળ ઉદેશ હેના ક્ષણવાદનીસામે થવાને ન હતો પણ તેમને વાદ તે ક્ષણવાદની વિરૂદ્ધ ચલાવવામાં આવેલ છે. પણ આપણે એમ કહી શકીશું નહી કે જે
Page #8
--------------------------------------------------------------------------
________________
નેનો મત ખુલ્લી રીતે અથવા જાણી જોઈને બુદ્ધિના વાદની વિરૂદ્ધ જાય છે, તેમજ તેના વિરૂદ્ધ થવા માટે ચલાવવામાં આવ્યો હતો એમ પણ કહી શકાય નહિ. આ બાબત ઐતિહાસીક દષ્ટીએ પણ ખરી કરે છે, કારણ કે અસલના ઉપનિષા કાળ પછી ઘણુ વર્ષે મહાવીરનું શાસન ચાલ્યું પણ તે બુદ્ધના સમકાલીન હતા. તેટલા માટે બ્રાહ્મણની કલ્પનાશક્તિના સિદ્ધાન્ત દર રહે તેવી કોઈ વિચારપદ્ધતિ રચવાની તેને જરૂર પડી હતી. પણ નવા સ્થપાયેલા બુદ્ધધર્મના સંબંધમાં તેની સ્થિતિ જુદા જ પ્રકારની હતી.
જૈન તત્વજ્ઞાનને અને સાંખ્ય તત્વજ્ઞાનને શું સંબંધ છે તે હજુ સુધી મેં દર્શાવ્યો નથી. આમાં વિચારની સામ્યતા વિશેષ માલુમ પડે એવી સ્વાભાવિક રીતે આશા રાખી શકાય. કારણ કે બન્નેનું તત્વજ્ઞાન એકજ પ્રકારના ધાર્મિક પુરો-શ્રમણ અથવા યોગીઓમાંથી જન્મ પામેલું છે. યોગના ક્રિયામાર્ગ સંબંધી, યોગનાં સાધન અને સાધ્ય સંબંધી, એમ સાબીત કરવામાં આવેલું છે કે બ્રાહ્મણને, જેનોને, અને બેનો યોગ એક બીજાને બહુજ મળતો આવે છે. અને તે સર્વનું ઉત્પત્તિસ્થાન એક હતું તે બાબત શંકા જેવું છે જ નહી. પણ વેગના ક્રિયામાર્ગના સંબંધમાં જે તાત્ત્વિક વિચાર છે, અને જે લેગ માર્ગને સાબીત કરે છે તેની સાથે જ મારો સંબંધ છે.
સાંખ્યોને તત્વવાદ ઉપનિષદના અને સામાન્ય વ્યવહારિક વાદની વચ્ચે મધ્ય માર્ગ છે. સાંખ્ય લોકે આમા અથવા પુરૂષના સંબંધમાં વેદાંતને વાદ અંગીકાર કરે છે અને માને છે કે પુરૂષો નિત્ય અને અધિકારી છે અને જ્યારે તેઓ જણાવે છે કે પ્રકૃતી અથવા જડ પદાર્થમાં ક્ષણે ક્ષણે ફેરફાર થયાં કરે છે ત્યારે તેઓ વ્યવહારિક વાદ સ્વીકારે છે. સાંખ્ય લોકો પ્રતિપાદન કરે છે કે પુરૂષ આત્મા સિવાયની સર્વ વસ્તુઓ એક પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી છે અને જૈનો પણ તેવી જ રીતે માને છે કે જીવ–આત્મા સિવાયની સર્વ વસ્તુઓ પુલનાં જુદાં જુદાં રૂપાંતરે છે. પુલ એકજ છે અને તેનામાં અનેક રીતે વૃદ્ધિ પામવાને સ્વભાવ છે. આ ઉપરથી જણાશે કે જડવસ્તુના સંબંધમાં સાંખ્યો અને જૈનોનો મત એક સરખેજ છે. તેમના મત પ્રમાણે જડ વસ્તુમાં ગમે તેવું રૂપ ધારણ કરવાની શક્તિ છે. અહીં કહેવું જોઈએ કે આ વિચાર તદન પ્રાચીન વખતને છે. પ્રાચીન લોકો આ મતને કબુલ કરતા હતા
એટલું જ નહી પણ કુદરતી રીતે અથવા જાદુથી થતી વિ દયાના સર્વમાન્ય સિદ્ધાતમાં પણ તે રહે છે. હું તમને એ જણાવવા ઈચ્છા રાખું છું કે જેને અને સાખ્ય લોકોએ જડ વસ્તુના એક સરખા વિચારથી પ્રારંભ કર્યો, પણ જુદી જુદી રીતે તેનું વિવરણ કર્યું. સાંખ્ય લોકો એમ શીખવે છે કે
Page #9
--------------------------------------------------------------------------
________________
અમુક સ્થાયી નિયમ પ્રમાણે પ્રકૃતિમાંથી જુદા જુદા પદાર્થેાનું પ્રગટી કરણ થાય છે. સૌથી વધારે સૂક્ષ્મ એવા બુદ્ધિ તત્વથી તે એક સ્થૂળ પદાર્થ સુધી દરેકનું પ્રગટીકરણ અમુક અનુક્રમ પ્રમાણે થાય છે અને દુનિયાની ઉત્પત્તિ તેમજ વિનાશ વખતે આ અનુક્રમને બરાબર રીતે અનુસરવામાં આવે છે.
તેથી ઉલટા જૈન પુલની વૃદ્ધિને આવે। સ્થાયી અનુક્રમ માનતા નથી અને જણાવે છે કે આ જગત નિત્ય છે, અને તેનું બંધારણ પણ સ્થાયી છે; તેમના મત પ્રમાણે જડવસ્તુ પરમાણુમય છે, અને તે પરમાણુઓમાં તેમજ તેના બનેલા સ્કન્ધામાં સઘળા જડ વસ્તુતા ફેરફાર થયા કરે છે. આ પરમાણુવાદનું વિચિત્ર લક્ષણુ એ છે કે તે પરમાણુ ં સ્થૂલ અથવા સૂક્ષ્મરૂપે હોય છે, અને એક સ્થૂલ પરમાણુની જગ્યા અસખ્ય સૂ મ પરમાણુઓ લેઈ શકે છે.
આ સિદ્ધાંતના માનસિક શાસ્ત્ર સાથે શા સાંખ્ધ છે તે બતાવવાને હું હવે પ્રયત્ન કરીશ. મારે આ સ્થળે જણાવવુ જોઇએ કે સાંખ્ય લે જેમ બુદ્ધિ, અહંકાર મન અને ઇન્દ્રિયાને લગતું અનેક તત્ત્વવાળું માનસિક સાધન ક૨ે છે તેમ આ જૈન લેકી માનતા નથી. જૈનેનેા મત આ સ ધમાં બહુ પ્રાથમિક છે અને તેને સાર આ પ્રમાણે છે. માસના પુણ્ય અથવા પાપ પ્રમાણે અમુક સૂક્ષ્મ આકારના પરમાણુએ જેને અમે કર્મની વર્ગા *હીએ છીએ, તે જીવ અથવા આત્માને અસર કરે છે, આત્મામાં ભરાય છેઅને ૪લવાય છે; અને આત્માની સ્વાભાવિક શક્તિઓને અંતરાય કરે છે, જેના આસ બંધમાં બહુજ ખુલ્લી રીતે ખેલનારા છે. તે જણાવે છે કે કર્મ પુલનુ બનેલું છે. કમ પાલક છે, આ રૂપરૂપે નથી પણ શબ્દશઃ ખરૂ છે. તે નીચે આપેલા દૃષ્ટાંતાથી પુરવાર થશે આત્મા અથવા જીવ બહુજ હલકા છે; અને ઉર્ધ્વગમન તેના ત્રભાવ છે; પણ જે કર્મથી તે ભરાયલા છે, તે કર્મને લીધે તે નીચે પડયેા રહે છે. પણ જ્યારે કર્મના પરમાણુએથી તે તદ્દન મુક્ત થાય છે, અર્થાત્ નિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યારે તે સીધી લીટીમાં આ લાકની ઉપર જાય છે. તે સિદ્ધ લેાકાનું અયળ સ્થાન છે. બોજો દાખલા લેઈએ, આત્મામાં રહેલી કમતી વર્ગણુા જુદી જુદી સ્થિતિ ધારણુ કરી શકે છે જેમ કાદવવાળા પાણીને હલાવવામાં આવે તે વખતની સ્થિતિની માક્ર તે ડેાળાયેલું હાય અથવા કાદવ પાણીને તળીએ બેઠેલા હાય, તે વખતની સ્થિતિ માકક તે સ્થિર હાય, અથવા તેા કાદવ દૂર કર્યા પછી જયારે નિર્મળ પાણીને રેડવામાં આવે તે વખતના જેવી સ્થિતિ હાય, જો કે લીધેલા દાખલામાં દર્શાવેલી જળની અપવિત્રતા કરતાં તે વધારે સમ હોય તેપણુ એ.
Page #10
--------------------------------------------------------------------------
________________
1.
ટકું તે સ્પષ્ટ છે કે કર્મને તે
દ્રવ્ય તરીકે માને છે.
ક પાર્ગ લક છે. તેના ત્રીજા દષ્ટાંત તરીકે લેસ્યાના સમધમાં હું હીશ. લેસ્યા તે આત્માના રંગે છે અને તે ર્ગે છેક કાળથી આર ભીને ચળ તા શ્વેત હૈાય છે. પણ તે રંગા આપણે સામાન્ય મનુ યે આપણી આ ચક્ષુથી જોઇ શકતા નથી. આ લેસ્પાને મત આવક લોકેા પણ માનતા હતા. અને તે વિષય ઊપર ડા, હાર્નેલે ધણે! પ્રકાશ નાંખ્યું છે. આ આત્માના રંગા કથી ઊપન્ન થાય છે અને કર્મ તે રંગતાર્થનું કામ સરે છે આ રચળે પણુ કમ પૈગલિક સ્વભાવનુ છે એ સ્પષ્ટ થાય છે.
હવે મુળ વિષય ઊપર આવતાં જણાવવું જોઇએ કે પલક કમરે આત્મામાં પ્રવેશ કરે છે, તે આઠ પ્રકારમાં બદલાઇ જાય છે. જેના સબંધમાં હું હમણાંજ ખેાલવા માગું છું. જેવી રીતે એક વખત ખાધેલે ખારાક સાત ધાતુઓ રૂપે પરિણમે છે, તેવીજ રીતે એક વસ્તુ કર્મના આઠ વિભાગમાં વહે ચાઇ જાય છે આ પ્રમાણે પરિણામ પામેલી અને એકરસ થઈ ગયેલી કર્મ વર્ગણાનું સુક્ષ્મ શરીર બને છે, જે આત્માને આદિત કરે છે અને જે જન્માંતરમાં તેની સાથે જાય છે. જ્યાંસુધી તે નિર્વાણ પ્રાપ્ત કરે અને જગતના શિખરે (સદ્દશિક એ) પાંચે ત્યાંસુધી આમ ચાલ્યાંજ કરે છે.
જૈનેાનું આ સૂક્ષ્મ અથવા કાર્મગ્ર શરીર સાંખ્ય લેાકાના સુક્ષ્મ શરીર અથવા લિંગ શરીરને મળતુ આવે છે. આ કાર્મણ્ શરીરનું કર્તવ્ય સમજવાને સારૂ જે અઠ કર્મોનુ તે બનેલું છે તે ટુક ખ્યાલ આપણે મેળવવા જોઇ એ. ભાતી જે સ્વાભાવિક શક્તિએ જ્ઞાન અને દશત છે તેને પ્રથમનાં બે કર્મ જ્ઞાનાવરણીય અને દશતાવરણીય વિધે છે. ત્રીજું કર્મ માનીય ને હુ ઉત્પન્ન કરે છે. અને મુખ્યત્વે રાગદ્વેષનું ઉત્પાદક છે. વેીય કર્મ સુખ દુ દુ:ખ રૂપે પરિણામ પામે છે. અમુક જીંદગીમાં માની જીંદગીની ક આયુષ્ય કર્મથી નિશ્ચિત થાય છે. એક વ્યકિત તરીકે તેને શું શું લાગેલું છે તે સર્વ નામકર્મથી મુકરર થાય છે. અમુક ગેત્ર અથવા વર્ગમાં જન્મ ગોત્રકર્મ નૃસાર થાય છે અને આત્માના ગુગેનુ અને શક્તિએાના અનુ. ભવમાં પ્રતિબધપે અંતરાયકર્મ કામ કરે છે આ અહં પ્રકારન! કર્મની અમુક હદ હેાય છે, તે દરેકની જુદી જુદી હૈાય છે પણ તે હૃદમાં તે કર્મનુ પરિણામ આવવુ જ જોએ, પછી તે અમામાંથી દુર થાય છે. આ ક્રિયાને નિર્જરા કહેવમાં આવે છે.
તેના કરતાં વરૂદ્ધ રીત જેની માતે કમથ્યામામાં આવે છે, તેને આસવ શબ્દ પડે છે. આ શબ્દ મુદ્દે ધર્મના અભ્યાસકેાને પરિચિત છે. શરીર આને મનના
Page #11
--------------------------------------------------------------------------
________________
કાર્યો (યોગ) તેજ આસ્રવનાં કારણ છે. તે મોગ અથવા શરીરોગનાં દ્વાર ખુલ્લાં કરે છે અને તે તે દ્વારા કર્મ આત્માપર ચઢાઈ કરતું હોય એમ લાગે છે. તે વખતે જે આત્મા સમભાવ ન રાખી શકે એટલે કે જે તે માણસને સમ્યક દર્શન ન હોય, વ્રત પાળતો ન હોય, અથવા પિતાના કાર્યમાં પ્રમાદી હોય અથવા મનેવિકાને તાબે કરતો ન હોય, તે આ સઘળી બાબતેમા એક અથવા બધી બાબતોમાં રાગને વશ થઈને આત્મામાં કર્મની વર્ગણ રહે છે. અથવા જૈનો કહે છે તેમ બંધ પડે છે. પણ આસવ અથવા કર્મનું આવવું તે અટકાવી શકાય. આને સંવર કહે છે.
આ પ્રાથમિક વિચારો ઉપર જેને એ તત્વ જ્ઞાનની ઈમારત ચણી છે. આ જગતના પ્ર નો ખુલાસે આપવાને, અને મોક્ષનો માર્ગ બતાવવાનેસાંખ્યોની માફક-જુદે જુદે માર્ગે તે ઉપયોગી થાય છેઆ બાબત સ્પષ્ટ કરવાને બીજી કેટલી બાબતે હું રજુ કરવા માગુ છુ. અસ્તવને રોધ અથવા સ વર ચારિત્રના અમુક નિયમો પાલવાથી, મન, વચન, અને કાયાના વિકારને વશ કરવાથી શુદ્ધ નીતિથી, ધ્યાનથી, અને શુભ કે અશુભ વસ્તુઓ તરફ ઉદાસીનભાવ રાખ. વાથી થઈ શકે છે. તો પણ સાથી સારો ઉપાય આ કામ વાસ્તે તપનો છે બીજા સાધના કરતાં આ સાધનમાં વધારે બીના એ છે કે કર્મને સંયય તેથી થતો અટકે છે, એટલું જ નહિ પણ જે કર્મ સંચિત ( સત્તામાં હોય તે પણ બળી જાય છે. તપ આ પ્રમાણે નિર્ભર કરે છે, અને મોક્ષ ભણી લઈ જાય છે. યતિ ધર્મમાં આશા રાખી શકાય તે પ્રમાણે તપ તે મુક્તિનું પરમ સાધન તેઓ માને છે, તપનો જે સામાન્ય અર્થ છે તેના કરતાં કાંઈક જુદા અર્થમાં તપશબ્દ જૈન ધર્મમાં વપરાયેલો છે. શારીરીક તપ, અથવા બાહ્ય તપ અને અત્યંતર તપ અથવા માનસિક તપ એમ તપના બે પ્રકાર છે. શારીરિક તપનો ઉપવાસ કરવામાં, ઘેટું ખાવામાં સ્વાદરહિત છેરાક ખાવામાં, અથવા શરીરને આરામ નહિ આપતાં કષ્ટ આપવામાં, સમાવેશ થાય છે. માનસિક તપના જુદા જુદા વિભાગ છે. પશ્ચાતાપ વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાનમાં માનસિક તપને સમાવેશ થાય છે.
હું એક બાબતઉપર તમારું ધ્યાન ખેંચવા માગું છું કે જેનાએ શિખવેલા તપના માગમાં ધ્યાન તે નિર્વાણ પ્રાપ્ત કરવાના પગથીઆમાંનું એક છે. જે કે નિર્વાણ ધ્યાનના બે પવિત્ર પાયા પછી તરતજ પમાય છે. તે પણ તપના સઘળા વિભાગો તેટલાજ ઉપયોગી છે. જયારે આપણે જૈન તપ સાંખ્યગના તપની સાથે સરખાવીશું ત્યારે ઉપરની બાબતની સત્યતા વધારે સારી
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
રીતે સમજાશે. સાંખના વેગમાર્ગમાં જૈનના તપના કેટલાક વિભાગ સમાઈ જાય છે, પણ તે વિભાગો ધ્યાન અથવા સમાધિ કરતાં ઉતરતા છે. ખરેખર આખા યોગમાર્ગને પાયે ધ્યાન અથવા સમાધિ છે. ધારણું ધ્યાન અને સમાધિની ત્રિપુટી કરતાં બધા તપના વિભાગે ઉતરતા છે. જ્ઞાન ઉપર સાધ્ય બિંદુ પ્રાપ્ત કરવાનો આધાર છે, એવી વિચાર પદ્ધતિમાં ઉપર જણાવેલી બાબત સ્વાભાવિક છે. અતીન્દ્રિય શક્તિઓ ( લબ્ધિઓ ) પ્રાપ્ત કરવાને અને આત્માને મુક્ત કરવાને ધ્યાનની આવશ્યકતા છે, એમ જણાવવાને બુદ્ધિ, અહંકાર અને મનથી આરંભીને પ્રકૃતિના પ્રકટીકરણને સિદ્ધાંત શોધવામાં આ વ્યા હોય એમ મને તે લાગે છે. સાંખ્યયોગ તે યતિઓને તત્વજ્ઞાન માર્ગ છે. પણ તેઓનું યતિત્વ ઘણું જ સૂમ છે, અને બહુજ ઉચ્ચ પ્રકારનું આ ધ્યાત્મિક છે; જૈનોનું યતિત્વ પ્રાથમિક છે. તેનો મુખ્ય ઉદ્દેશ કમેના મળથી આત્માને મુક્ત કરવાનો છે. તે વખતમાં ચાલતા યતિત્વમાં જૈન ધર્મે કેટલોક સુધારો કર્યો હશે. શરીરને જાણી જોઈને પીડા આપવી વગેરે હદબહાર તપના પ્રકારનો જેનોએ ત્યાગ કર્યો. પણ તપના અથવા વ્યતિપણાના સ્વરૂપ માં ફેરફાર કર્યો નહિ. બ્રાહ્મણોના યોગમાર્ગ કરતાં પણ જુની પદ્ધતિને જેને એ પ્રચલિત કરી, અને તે ઉપરથી એવા પ્રકારના જુના વખતના ધાર્મિક જીવનનો આપણને ખ્યાલ આવે છે, કે જે જીવનમાં પ્રાથમિક કલ્પનાઓની એધાનીઓ આપણને જણાય છે. તે કલ્પના પ્રમાણે એવા પ્રાથમિક વિચારે માલુમ પડે છે કે જેનો આ લેખમાં ખ્યાલ આપવા મેં પ્રયાસ કર્યો છે.
છેવટ હું તત્ત્વજ્ઞાનની ત્રીજી વિચાર શ્રેણીને વિચાર કરીશ. તે વિચાર શ્રેણી અથવા પંડિતોનું તત્ત્વજ્ઞાન, ન્યાય અને વિશેષિક મતના નામથી જાણીતું છે. આ તત્વજ્ઞાનનું લક્ષણ એ છે કે, જે લેકે સંસ્કૃત ભાષા બોલે છે, તેઓના સર્વના સામાન્ય વિચારો અને ભાવની નોંધ લેવી, વ્યાખ્યા, આપવી, અને તેમને પદ્ધતિસર ગઠવવા પ્રયત્ન કરે. આવા તત્વજ્ઞાન તરફ જૈનોને પણ કેટલેક અંશે આકર્ષણ થયું હતું. કારણ કે આપણે પ્રથમ જણાવી ગયા તેમ જેને વ્યવહારિક દ્રષ્ટિથી જોનારા છે, અને ખરેખર ઘણું જૈનોએ ન્યાય અને વૈશેષિક વિષે લખ્યું પણ છે. પણ જયારે જન વિચાર શ્રેણી રચાઈ ત્યારે તૈયાયિક અને વેદાંતી અથવા ધર્મ શાસ્ત્રના જા. પુકારમાં ભેદ પડ્યો એમ ન હતું. નિયાયિકના નામને યોગ્ય થાય તેવો વર્ગ ખરેખર તે વખતમાં નહોતો. અને તેથી તે ના તત્ત્વજ્ઞાનની ખામી હતી, અને જૈનની ચાલતી આવેલી દંતકથા પણ એજ બાબત જણાવે છે કારણ કે તેમના મત પ્રમાણે વિશેવિકમતને સ્થાપનાર ચિલ્ય રેહ ગુપ્ત હતો. તે
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રથમ જૈન હતો. અને મહાવીરથી આઠમા સ્થવિર મહાગીરીનો શિષ્ય હતે. માટે જૈન અને આ દર્શન વચ્ચેના સંબંધ વિષે તપાસ કરવાનો આપણને પ્રસંગ નથી, પણ એમ જણાવવું જોઈએ કે પરમાણુવાદ જે વિશેષિક દરેશનનું ખાસ લક્ષણ છે, તેની રૂપરેખાતો જેનોએ પ્રથમ દર્શાવી હતી. વાયદર્શન જૈન ધર્મ કરતાં અર્વાચીન છે. કારણ કે જેનોની તાર્કિક પરિભાષા અને તર્ક પ્રાથમિક સ્વરૂપના ભાસે છે, અને ન્યાયને વિશેષ વૃદ્ધિ પામેલા મતની સાથે તદ્દન અસંબંધવાળું ભાસે છે. છેવટ મારો ચેકસ અભિપ્રાય મને જણાવવા દે કે “જૈનધર્મ તે જુની વિચાર શ્રેણી છે; અને બીજા ઇશન કરતાં તદન જુદુ અને સ્વતંત્ર છે. અને તેટલા માટે તે દર્શન કાચીન હિંદુસ્તાનના તરવજ્ઞાનના વિચાર અને ધાર્મિક જીવનના અભ્યાસ વાતે બહુ અગત્યનું છે. ”
. હર્મન જેકેબીએ જૈનતત્ત્વજ્ઞાન ઉપર લેખ લખે છે. તે ઉપથી એમ જૈને વિચારશે કે જૈનધર્મ એ બદ્ધર્મને ફેટે છે, એમ કેહેનારને બોલવાને અવકાશ રહ્યા નથી. જૈનધર્મ પ્રાચીન અને સર્વત કથિત ધર્મ છે એમ સિદ્ધ થયું છે. હર્મન જેકેબી હજી જૈનધર્મ સંબંધી વિશેષ વિશેષ જાણશે તેમ તેમ તેમના વિચારો જૈનધર્મને પ્રાચીન માનવામાં - રાશે. અને તેઓ જૈનધર્મથી સારી રીતે ભવિષ્યમાં માહિતગાર થશે તે જૈનધર્મની શ્રદ્ધા પ્રાપ્ત કરશે. તેમની જેટલી બુદ્ધ છે તેટલું તે હદયથી જણાવે છે, તેમના વિચારો પ્રતિદિન સુધરે એમ ઈચ્છીએ છીએ.
( મુનિશ્રી બુદ્ધિસાગર)
૩ૐ નમઃ श्री गुरु बोध.
- પ્રાતir, જ (લેખક મુનિશ્રી બુદ્ધિસાગરજી. ) I પ્રભાતના પ્રહરનાં ચિન્હો જણાતાં હતાં. અર્ધનિ અર્ધજાગ્રત સહન જેવી અવસ્થા હતી. જગત્ શાંત દેખાતું હતું. કોઈ સં
રકારના વશથી પુણ્યના પ્રેરાએલ શ્રીસદ્ગરની મૂર્તિ તેવી | અવસ્થામાં આંખ સામે ભાસવા લાગી. જેમ જેમ ટગર
ટગર ઉછું તેમ તેમ ઠેઠ પાસે આવવા લાગી. આનન્દ પ્રદ આંખોને ચળકાટ હતો. મુખવસ્ત્રિકા અને રજોહરણથી અલંકૃત પ્રતિમા
Page #14
--------------------------------------------------------------------------
________________
દેખી, સર્વ અવયવમાં પરિપૂર્ણ શાંતતા દેખા, રાગદ્વેષવિનાનું શાંતવદન અને પ્રતિમ આનંદનું ભન સુચવતું હતું. સાક્ષાત જાણે સદ્દગુરૂ આવ્યા હોય તેવી સ્થિતિ દેખાવા લાગી, હર્ષોલ્લાસથી ઉઠશે. શ્રી સદગુરૂને વિધિપૂર્વક વંદન કર્યું. હસુ આવી ગયાં. હું શ્રેગુરૂની સ્તુતિ કરવા લા.
જય જય શ્રી સદગુરૂજી ભવભય ભંજકદુઃખહરારે જ્ઞાતા પોપકારી મંગલકારક સુખકરારે
જય. સન્ જ્ઞાન પ્રરૂપક રામી, નામિ પણ નિશ્ચય નિની પુણ્યોદયથી હાલ આ અવસરમાં અવતર્યારે.
જય. ૧ અન્તર ચક્ષુદાતા ધ્યાની, વાત નહિ કોઈ તુજથી છાની. જય જય જગદીશ્વર વિવેકી સલ્લુણ સહુ ભર્યારે. જય. ૨ ‘નવજીવ શ્રીસદગુરૂ સેવા, અનુભવ અમૃતસુખને મેવા; બુદ્ધસાગર સદગુરૂદેવા અનુભવ સુવર્યારે.
જય. ૩ આ પ્રમાણે સદ્ગુરૂની રતુતી કરી વંદન કરી તેમના સામું બે હત જેડી ઉભો રહ્યો. શ્રી ગુરૂ વાણી પ્રકાશવા લાગ્યા. તેઓશ્રીએ મારા મસ્તકપર કૃપામય હસ્ત મૂકયા. તે સમયે મનમાં અલૈકિક આનંદનું ભાન થયું. ત્યારે મને મારી આવ્યું કે અહે મહાપુરૂષની કૃપામાં અદ્ભુત શક્તિ રહેલી છે. શ્રીસદ્ગુરૂએ પ્રસન્ન વદને કહ્યું કે હે શિષ્ય ! જગતમાં સારભૂત હું તને બાર રન આપું છું આ બાર રત્ન અકિક છે દેવતાઓને પણ દુર્લભ છે. અનેક ભવ્ય જીવો બાર રનના મહિમાથી પરમાત્મસ્વરૂપમાં લીન થયા છે, થાય છે, અને થશે. એમ કહી પ્રત્યેકનું યથાર્થ સ્વરૂપ કહી બતાવ્યું. તે નીચે મુજબ બાર ચિતામણરત્ન છે.
વિનય, વિવેઝ, મૈત્રી, ત્રણા, સત્ય, બ્રહ્મચર્ય, સંતાપ, શ્રદ્ધા, भक्ति, दान, आत्मज्ञान, अने समाधि.
આ બાર રનોનું સ્વરૂપ શ્રીગુરૂએ અમૃત વાણીથી વર્ણન કર્યું. અને કહ્યું કે હે ભવ્ય ! આ બાર રનનું યથાર્થ સ્મરણ કરી ગ્રહણ કરે છે. હાર આત્માની ઉન્નતિ આ માર્ગથી થવાની છે. હારું જીવન આ બાર રનના મહિભાથી પ્રતિદિન ઉચ્ચ થશે. ગૃહાવાસમાં અને ત્યાગાવસ્થામાં પણ યથાયોગ્ય આ બાર રત્નનું સેવન કરવાથી અનંત સુખની ખુમારી પ્રગટે છે. હે ભવ્ય ! આ બાર રનોનો અપાર મહિમા છે. ઇત્યાદિ સદુપદેશ આપી શ્રીસદગુરૂ તિરહિત થઈ ગયા. ઘણું જોયું તે પણ દેખાયા નહિ. તેમના ઉપદેશાનુસાર પ્રત્યેક રત્નનું સ્વરૂપ વિચારવા લાગ્યો.
Page #15
--------------------------------------------------------------------------
________________
विनयरत्न. १ धर्मस्य मूलं विनयः ।
२ विनयाद् विद्याप्राप्तिः ધર્મનું મૂળ વિનય છે. વિનયથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. વિનય અમૂલ્ય વશીકરણ છે. જે જે મનુષ્યો પ્રતિ જે જે પ્રકારે વિનય કરવો ઘટે તે તે પ્રકારે કરો. વિનયથી અમૂલ્ય સદગુણ આમા ગ્રહણ કરે છે. વિનય વિનાનું જીવન સુખપ્રદ થતું નથી. જે જે મહાત્માઓ થઈ ગયા, તેઓનું ઉચ્ચ વર્તન વિ. નથી હતું. જગતમાં વિનયથી મનુષ્યો સુખની લીલાને પામે છે. મારા विनय, पितानो विनय, विद्यागुरु विनय, मोटानो विनय, उचित વિનય, ધર્મગુરુ વિનય, વિગેરે વિનયન અનેક ભેદ છે. પ્રથમ માતાના પેટમાં મનુષ્યોને રહેવું પડે છે. માતા ગર્ભનું પ્રેમથી પિષણ કરે છે. ગર્ભની બાહિર નીકળતાં પણ દૂધપાન-ખવરાવવું, પીવરાવવું વિગેરે અનેક ઉપાયોથી જનની ઉત્પન્ન થનાર બ લક તથા બાલિકા પ્રતિ ઉપકાર કરે છે. માતાને અપૂર્વ ઉપકાર છે. માતાની પુત્ર પુત્રીઓ પ્રતિ અમૃતદષ્ટિ રહે છે.
શ્રી . जनन्यै मानरुत्थाय-नमस्कारं करोति यः॥ तीर्थयात्र फलं तस्य-तत्कार्गोऽमौ दिनदिने ॥१॥
પ્રાતઃકાળમાં ઉડીને જે માતાને નમસ્કાર કરે છે તે તીર્થયાત્રાનું ફળ પામે છે માટે પ્રતિદિન માતાને નમસ્કાર કરવો જોઈએ માતાને નમસ્કાર ક. રવાથી પુત્રપુત્રીએ સુખી થાય છે, માતા પ્રતિ ઉચ્ચવિનયથી વર્તવું જોઈએ, માતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. માતાના હથી પુત્રપુત્રીઓની છે. દગાની સુધરે છે. પ્રથમના સમયમાં માતા એક પૂજય મનાતી હતી, તેથી પૂર્વ કાલમાં ભારતવર્ષની ઉન્નતિ હતી. હાલમાં પુત્રપુત્રીઓ જોઈએ તે માતાપતિ વિનય રાખતાં નથી. તેથી માતાના આશીર્વાદને પાત્ર થતાં નથી.
કેટલાક પુ તો માતાના વિનયને હસી કાઢે છે અને સ્વાર્થના માટે નીચજનનો પણ વિનય કરે છે તેવા પુનું કલ્યાણ થતું નથી. માતાને દેખી બે હ. સ્ત જડી નમસ્કાર કરવા, વિનયવચનથી તેમની સાથે બોલવું, મનમાં પણ માતાના પ્રતિ ઉચ્ચભાવ રાખો. કેટલાક પુત્રપુત્રીએ સ્વાર્થ હે ય છે, તાવત માતાને વિનય કરે છે અને જ્યારે સ્વાર્થ હોતે નથી, ત્યારે માતાને નમતા નથી અને તેમને બોલાવતા નથી. આવા સ્વાર્થ સાધક અધમ પુત્રપુત્રીઓથી
'
Page #16
--------------------------------------------------------------------------
________________
પિતાનું કલ્યાણ તથા દેશનું કલ્યાણ પણ થતું નથી. કેટલાક માતાને નમસ્કાર કરતાં શરમાય છે પણ તેમણે વિચારવું જોઈએ કે, માતાના ઉદરમાં નવ માસ રહેતાં કેમ લજજા આવી નહીં! જે તમારી પેઠે તમને ઉદરમાં રાખતાં લજજ પામી હતી તે તમારૂ જન્મવું પણ થાત નહીં અવિનયી પુત્રો તથા પુત્રીઓએ વિચારવું કે, તમારા પ્રતિ માતાએ જે ઉપકાર કર્યો છે તેવો ઉપકાર તમે માતાના પ્રતિ કરી શકશે કે ? ના નહિ. પુત્રપુઓના હિતમાટે જનનીએ ખાવાપીવા માટે કેવા નિયમ સાચવ્યા છે, ગર્ભની બહિર નીકળતાં માતાને કેટલું બધું દુઃખ પડયું છે. શું તેનો ઉપકાર વિનય કર્યા વિના તમે વાળી શકશો કે ? ના કદી નહિ. બાલ્યાવસ્થામાં તમારી જે સેવા ઉઠાવી છે તેનું તમે સ્મ રણુ કરે, કોઈ શેઠ વા રાજાને ઝુકી ઝુકીને સલામ કરો છે, ત્યારે શું તેના કરતાં તમારી માતા ગઇકે ! માતાની પ્રસન્નતા મેળવવા તમે નસીબવાન નથી તે પ્રભુની કૃપા શી રીતે મેળવી શકશે ? જે મનુષ્ય જનનીને હીન ગણે છે ત્યારે તેનો આભાપણ હીન થાય છે. પૂર્વકાલમાં પુત્રો માતાને વિનય વિશેષતઃ જાળવી શકતા હતા, ત્યારે તે સમયના આર્યપુત્રે મહાસમર્થ થયા હતા, તમે સતાવાન થાઓ, લક્ષ્મીદાર બને વિદ્વાન બને; તો પણ તમારી માતાથી ઉચ્ચ બનવાના નથી, તમારા આખા જીવનમાં તમારી માતા ઉપકાર કરનારી કહે વાશે,માતાની યાદષ્ટ-પ્રેમદૃષ્ટિ જેવી પુત્રપુત્રીઓ પર રહે છે તેવી અત્યાર રહેતી નથી. દુઃખ વેઠીને પણ માતા પુત્રે તથા પુત્રોનું પોષણ કરે છે, પુત્રપુત્રીઓનું ભલું દેખી ખુશી થાય છે, અને પુત્રપુત્રીઓના દુઃખ ટાળવા પ્રયત્ન કરે છે. પ્રેમને અપૂર્વ દાખલો બેસાડનાર માતા છે. માતાની કૃપાદૃષ્ટિ નું ઘણું માહાભ્ય છે. પુત્ર તે કપુત્ર થાય પણ માતા ગાતા થતી નથી, માતાની પ્રેમલાગણીથી પુત્ર તથા પુત્રીઓનું જગતમાં ભલું થાય છે. વિનેય પુત્રપુત્રી માતાની આજ્ઞાનુસાર વર્તે છે, તેમના વચનને લેપ કરતાં નથી, માતાના પ્રતિ જેને વિનય હોય છે, તેને પ્રભુના પ્રતિ વિનય થાય છે જે પુત્રે માતાને વિનય સેવીને કાર્ય કરે છે, તેઓ દરેક કાર્યમાં જય મેળવે છે. શ્રી મહાવીરસ્વામી વીસમા તીર્થંકર થયા, ચોસઠ ઇન્દ્રપૂજિત હતા, વીર પ્રભુ માતાના ઉદરમાં હાલ્યાચાયા વિના રહ્યા. પ્રભુના મનમાં એમ આવ્યું કે જે પિટમાં હાલીશ તો મારી માતાને દુઃખ થશે. તેથી તેમણે સ્થિર રહેવાની પ્રવૃત્તિ કરી. તેથી માતા વિલાપ કરવા લાગી, “અરે કેમ મારે ગર્ભ હાલતો નથી.” મહદુઃખ પામવા લાગી, શ્રી વીરભુએ અવજ્ઞાનથી માતાને અભિપ્રાય જ. ણી લીધા અને વિચાર્યું કે અહો જગતમાં મિહની કેવી લીલા છે. ગમાં છતાં પણ માતાને અપૂર્વગ્નેહ છે, તે બાહિર નીકળતાં તે ઘણો સ્નેહ
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
થવાના, ત્યારે તમણે માર્તાપતાને દુ:ખ ન થાય એમ જાણી પ્રતિજ્ઞા કરી કે, માતાપિતા નીવતાં સંયમ નવિશ્ર્વનું માતાપિતા જીવતાં સંયમ ગ્રહણુ કરૂ નહિં. આવી પ્રતિજ્ઞા માતાની ઉપકાર બુદ્ધિ તથા સ્નેહની લાગણીથી કરી. શ્રી વીરપ્રભુ સરખાએ પણ જનનીના વિનય કર્યાં. અન્યમનુષ્યાએ તેએ શ્રીના દાખલા લેઇ વિનયમાં રક્ત થવુ જોઇએ. વિનય વૈરીને વા રે; આ નાની સરખી કહેવત ભૂલવી જોઇતી નથી. સ્ત્રી પાબાદ સ્ત્રીના વશીભુત થએલા કેટલા * યુવાનપુરૂષા માતાના તિરસ્કાર કરે છે. કેટલાક તે તાડુકે છે અને ગાળ પણ દેછે. ભવ્યેા ! વિચારશેા તા જણાશે કે આવા પુત્રાથી પેાતાનું અને અન્યનુ કલ્યાણુ થઈ શકતું નથી. કેટલાક પુત્રા તા માતાને વૃદેખી તેના તરફ્ અણુ ગમે દર્શાવે છે, આવી અવિનયની વૃત્તિથી તેમના પુત્રામાં અવિનય ઘુસી જાય છે. અને અવિનયની પરપરા કુટુંબમાં વૃદ્ધિ પામે છે. કેટલાંક પુત્રપુત્રીએ મા તાની આજ્ઞાઓ ઉઠાવતાં નથી, અને ઉલટુ માતાના દેશ અન્યની આગળ કહે છે. માતાની નિંદા કરે છે. તેવાં પુત્રપુત્રી વિનયરત્નના મહિમા જાણી શકતાં નથી. માતાની નિંદા કરવી માતાના સામુ ખેલવું ઇત્યાદિ અવિનયથી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. જેણે માતાની ઉપકારમુદ્ધિ જાણી નથી. તે અન્યની ઉપકારમુદ્ધિ શી રીતે જાણી શકશે? અન્ય દેવીઓની મૂર્તિ એ આગળ કરગરીએ છીએ અને ગાય જેવું ગરીબ મુખ કરીએ છીએ, તેવી વૃત્તિ માતાની આગળ થાય તે। આત્માની ઉન્નતિ થાય. માતાના સ્વભાવ ચીડીએ હાય તેપણુ પુત્ર પુત્રીઓએ ગમ ખાવી, ગમે તેવા દુ:ખના સંયોગામાં જ્યાં સુધી ગૃહાવાસમાં રહેવાનુ છે તાવત્ માતાના વિનય મૂકવા નહીં. આ જગમાં ઉત્તમ પુરૂષો વિનયથી શૈાભી શકે છે, જ્યાં સંપ હોય છે ત્યાં જંપ હોય છે, તેમ યત્ર વિનય હોય છે ત્યાં સર્વ સા આવીને વસે છે. આ જગતમાં શાંતિ મેળવવી હોય તે! માતાને વિનય મૂકવે નહીં. કેટલાક સ્વાથૅધ પુત્રા માતા શિખામણુ આપે છે તેા તે કઇ હિસા ખમાં ગણુતા નથી, જાણે માતા બબડયા કરે છે એમ માને છે; તે વિચા૨ કરશે તા માલુમ પડશે કે તિકારક માતાની શિખામણુ પરિહરતાં અદ્ધિતની પ્રાપ્તી થવાની, માતાને પગે લાગવું. એટલે માતાના વિનય પૂર્ણ થયે એમ માનવુ નહિં, માતાની મરજી અનુસારે વર્તવું જોઇએ. પુત્રાના વિચારથી માતાના વિચાર જુદા હોય તેપણુ માતાના હૃદયમાં પેાતાના વિચારા ઉતારવા. પશુ ઉતાવળીયા થવું નહિ. માતાના વિચાર સારા હોય તેા તે પાતાના વિચાર સુધારવા, પણ હઠ કદાગ્રહ કરવે! નહી, માતાના વિચારે પુત્રને દુ:ખ આપવાના તા હાય જ નહિ, શ્રી કૃષ્ણુભગવાન અને ખળદેવે
Page #18
--------------------------------------------------------------------------
________________
તથા રામચંદ્ર અને લમણે માતાનો વિનય કર્યો છે, તેવી રીતે વિનય કરવો જોઈએ. પુત્ર અને પુત્રીઓમાં જે કોઈ વિનયવંત હોય છે તેના ઉપર માતાનો વિશેષ પ્રેમ હોય છે, માતાના વિનયથી પુત્ર પુત્રીઓનાં હદય નિર્મલ બને છે. જ્યારે ગંગા અને યમુના નદીને જે લોકે નમઃ સ્કાર કરે છે તેઓએ વિચારવું કે શું નદીઓના કરતાં માતાને ઉપકાર ઓછો છે ? નદી કરતાં શું માતા મેટી નથી, પુત્ર પુત્રીઓએ માતાને સવારમાં પગે લાગવું જોઈએ. અને મન વચન અને કાયાથી માનો વિનય કરવો જોઈએ. માનો વિનય કરવો એ દુનિયામાં પ્રથમ કર્તવ્ય કૃત્ય છે. મા ગાંડી હોય તો પણ માનો વિનય ચુકવો નહીં. માની આશીષથી પુત્ર પુત્રીઓ જગતમાં યશકીતિ પામે છે, જે પુત્ર પુત્રીઓ માતાને વિનય કરતા નથી તેમના રૂપમાં ધૂળ પડી, તેમના ડહાપણમાં પણ ધૂળ પડી; જગતમાં માતાને વિનય કરવાથી પુત્ર પુત્રીઓ ભણી શકે છે. માતાની આજ્ઞા મસ્તકે ચઢાવવી તેમનું મન વતીને પ્રવૃત્તિ કરવી, વૃદ્ધાવસ્થામાં તે વિશેષે કરી માતાનો વિનય કરો. ધર્મકૃત્યમાં વિશેષતઃ માતાને સાહાય આપવી, માતાની આગળ રફ દેખાડવો નહીં, માતા કદી ખોટું લાગે અને લાગણી દુ:ખાય એવું બોલે તે પણ સહનશીળતા રાખવી. માતાને એક મોટી દેવી કરતાં પણ વિશેષ માન આપવું. જે દેશમાં માતાને વિનય સચવાય છે તે દેશોની ઉન્નતિ થયા વિના રહેતી નથી. માતાનો વિનય આત્મોન્નતિમાં ધારભૂત છે.
पितानो विनय. જેના યોગે જન્મ થાય છે તે જનક કહેવાય છે. માતાની પેઠે પિતાને વિનય પણ કરવા ચૂકવું નહિ. પિતા અનેક દુઃખ વેઠી પુત્રનું બારણું પિષણ કરે છે. ચકલી અને ચકલે પોતાનાં નાનાં બચ્ચાંને માટે જ્યાં ત્યાંથી ખાવાનું લઈ આવે છે અને બચ્ચાંનું પોષણ કરે છે. વાઘેણ બચ્ચાને જન્મ આપે છે ત્યારે વાઘ રક્ષણ કરે છે. તિઓમાં પણ બચ્ચાંઓ તરફ આવો નેહ રહે છે તો પિતાનો પુત્ર પુત્રીઓ તરફ સ્નેહ રહે એમાં શું આશ્ચર્ય ? પિતાનો સ્નેહ કંઈ તોળ્યો તોળાતું નથી. પિતાને ઉપકાર સંભારીને પુત્ર પુત્રીઓએ પિતાનો વિનય સેવ. હે પુત્ર પુત્રીઓ ! તમે પણ જ્યારે પિતા અને માતાની પદવીને પ્રાપ્ત કરશે ત્યારે તમારા ઉપર તમારા પુત્રો તથા પુત્રીઓ તેવા વિનયથી વર્તશે. પિતાનો વિનય શ્રી રામચંદ્રજીએ સારી પેઠે જાળવ્યો હતો. અને પિતાની આજ્ઞાને અનુસરી બારવર્ષ વનવાસ ભોગવ્યો હતો. પિતાશ્રીને વિનય
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૯
સાચવવામાં શ્રી મહાવીર સ્વામીએ કચાશ રાખી નથી. પિતાને બે હાથ જોડી પગે લાગવું. પિતાની આજ્ઞા મસ્તકે ચઢાવવી જોઇએ. કેટલાક પુત્રા સ્વાર્થ સિદ્ધ થયેા કે, પિતાની યાદી પણ કરતા નથી સ્ત્રીને વશ થએલ પુત્રા પિતાથી જુદાઇ રાખે છે. વૃદ્ધાવસ્થામાં પિતાને ખવરાવતા પણ નથી. અને પેાતાના પિતાને હલકા મનુષ્યની પેઠે ગણે છે પણ તેથી તે જગમાં યશ કાર્તિ પામતા નથી. કેટલાક કુપુત્રા પિતાને ગાળા દેછે અને ઉદ્ધતાઈનાં વચન મેલે છે, આવા કુપુત્રા જ અવિનયના ત્યાગ કરે તે સુપુત્રા ગણાય. કેટલાક પિતા કરતાં લક્ષ્મી અગર સત્તા વિશેષ પામે છે, તે પિતાને તૃણુવત્ ગણે છે. અને પેાતાના પિતાને પિતા એમ પણ કહેતાં કાઇક સ્થળે તે શરમાય છે. આવા પુત્રા પેાતાનું તથા પરનું કલ્યાણ કરી શકતા નથી. વણે માતિષતાના અત્યંત વિનય કર્યાં હતા તે જગમાં તેનું નામ અમર રહ્યું. હાલ પશુ તેવા નિયવંત પુત્રા તથા પુત્રી થશે તે જગમાં અમર રહેશે. હું પુત્રા તથા પુત્રીએ ! સદાકાળ સારા વિચાર હ્રદયમાં ધારણ કરીને પિતાના વિનય કરેા. વિનયના બદલામાં પિતા તરફથી તમા ઘણું મેળવી શકશે. પિ તાના આશીર્વાદથી જગમાં સુખી થશે!, જગમાં વ્યવહારઉન્નતિ અને ધર્મોન્નતિને કરી શકશે। હે પુત્ર પુત્રી.વિદ્યા અને સુવિનયથી તમારી ઉચ્ચ સ્થિતિ થશે. સર્વમંત્ર શિરામણુ વિનય છે. પિતાના વિનય કરશે! તે વિદ્યાગુરૂ તથા ધર્મગુરૂના વિનય પણ કરી શકશે. વિનયની શુભ પ્રવૃત્તિથી અનેક પ્રકારનાં વિઘ્નાને નાશ થશે. તમારા પિતા તરફથી તમને ધન મળે અગર ન મળે તે પણ તમારે પિતાના વિનય કરવા એ આવશ્યક કર્મ છે. પિતાની શુભ - નાએ કે જેથી આત્માન્નતિ થાય તેને સદાકાળ આદર કરવેા. પિતાજી જે જે હિત શિખામણા આપે તેના પરમાર્થ વિચારવા. અને પિતાની આજ્ઞા નમન કરીને અંગીકાર કરવી. પિતાના હૃદયની લાગણી દુઃખાય, માઠું લાગે, તેમ કરવું નહિ. પિતાના વિચારે જીના હાય અત્યંત્ અસલી રીવાજના હોય અને પુત્રના વિચારા નવા હોય તે પણ પરસ્પર લાગણી દુઃખાય નહીં તેમ વર્તવું. કદાપિ પિતા અને પુત્રના ધર્મના વિચારેા ભિન્ન ભિન્ન હોય તેા પણ ક્લેશ કરવા નહીં. માધ્યસ્થ દષ્ટિથી તત્ત્વ પરીક્ષા યેાગ્ય લાગે તેા કરવી. પણ્ પુત્રે પિતાના વિનય મૂકવા નહિ. પાતાના વિનયના વર્તનથી પુત્ર પુત્રીએ પિતાના હૃદયને પેાતાની તરફ આકર્ષી શકે છે. વિનયના પ્રતાપે પિતા પુત્રને પેાતાનુ સર્વસ્વ આપી શકે છે. સ્વાભાવિક નિયમ છે કે વિનય તરફ સંબંધવના પણ મન આકર્ષાય છે. ત્યારે પુત્રતા પિતાના સંબધી છે અને વિનયવંત હાય તા પિતાનું હૃદય પાતાના તરફ ખેંચી લે એમાં કંઇ આશ્ચર્ય નથી. પુત્ર પુત્રી
Page #20
--------------------------------------------------------------------------
________________
યથાયોગ્ય સંસારમાં માતાપિતાને વિનય કરે તે તેમને આવશ્યક ધર્મ છે તેથી તેમનું ભલું થાય છે.
(ચાલુ)
સમતા સુખ.
(લેખક–મણીલાલ નથુભાઈ ડોસી. બી. એ.)
*
*
+1A
.
| ડીથી તે કુંજર સુધી, આફ્રીકાના જંગલીથી તે ચક્રવતી રાજા સુધી દરેક જીવ સુખ શોધે છે. કયા માર્ગથી સુખ મળશે તે કોઈ જાણતું નથી, પણ સુખને વાસ્તે દરેક મા
ણસ પ્રયત્ન તો કરે છે. દરેક ધમ પુરૂષનું છેવટનું સા
છે ધ્યબિન્દુ મોક્ષસુખ છે. મોક્ષનો જે આપણે ધાત્વર્થ (root meaning ) વિચારીશું તે સહેજ આપણું ખ્યાલમાં આવશે કે મુક્ત થવું-સ્વતંત્ર થવું” તે મેક્ષ છે. તેવી સ્વતંત્રતા શી રીતે મેળવી શ. કાય? તે પ્રશ્ન આપણે વિચારવાનો છે. કારણ કે સ્વતંત્રતા સમાન સુખ આ જગતમાં બીજું એક પણ નથી, તેમજ પરતંત્રતા સમાન બીજું કોઈ દુઃખ નથી. જ્યાં સુધી માણસ ઈન્દ્રિયોને આધીન છે, જ્યાં સુધી તેનું મન તેના સંયમમાં નથી ત્યાં સુધી તે પરતંત્ર છે, અને દુઃખી છે. પણ જ્યારે તેનું મન તેના નિગ્રહમાં આવે છે, અને મને નિગ્રહદ્વારા જ્યારે તે ઇન્દ્રિયોને કાબુમાં રાખી શકે છે, ત્યારે તે સ્વતંત્ર બને છે. જેટલે અંશે માણસ સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે તેટલે અંશે તે સુખ મેળવવાને ભાગ્યશાળી થાય છે. ત્યારે સ્વતંત્રતા શી રીતે પ્રાપ્ત થાય એ પ્રશ્ન વિચારવાનું છે. જે રાજ્યમાં લોકોને યથેચ્છ વર્તવાની સ્વતંત્રતા છે, તે રાજ્યના લકે સુખી ગણવામાં આવે છે, પણ કેવળ રાજ્યની સ્વતંત્રતાથીજ માણસ કદાપિ સમગ્ર સુખ પ્રાપ્ત કરી શકે નહિ. કારણ કે માણસના સુખદુઃખમાં રાજયની સ્વતંત્રતા કે પરત. ત્રતા ઘણે નજીવો ભાગ ભજવે છે. જે રાજ્યની સ્વતંત્રતા એજ પરમ સુખને આધાર હેત તો ઈગ્લાંડમાં એક પણ માણસ દુઃખી ન હોત. સર્વ માણસે ત્યાં સુખ વૈભવમાં મહાલતા હેત. પણ વસ્તુસ્થિતિ વિચારતાં જશુંય છે કે ત્યાંના લોકો સુખી નથી. ત્યાંના ગરીબ માણસે કરતાં આપણો મજૂરવર્ગ હજાર દરજે સુખી છે. તેમને દુઃખી હોવાનું કારણ શું છે એ પ્રશ્નના ઉત્તરમાંજ ખરું સુખ કયાં છે તેને આપણે જવાબ મેળવી શકીશું.
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૧
રાજ્યની ભલે સ્વતંત્રતા હાય, પણ માણુસ જ્યાં સુધી ઇન્દ્રિયાના ગુલામ છે, જ્યાં સુધી શરીરને પાતે કામ્મુમાં રાખી શકતા નથી, પણ શરીરની ઈચ્છાનુસાર પાતે વતે છે, ત્યાં સુધી તે દુઃખી છે. ઇન્દ્રિયાને જેમ જેમ પેાષવામાં આવે છે, તેમ તેમ તે વિષયના પદાર્થ સારૂ અધિક અધિક તપે છે. પ્રથમ જે વિષય ઇન્દ્રિયને સુખકર લાગતા હતા તેજ વિષયના અધિક ઉપભાગ થતાં તે દુઃખ કરનારેા થઇ પડે છે, કાઇ પણ ઇન્દ્રિય તેના વિષચની પ્રાપ્તિથી સ ંતુષ્ટ થઇ હોય એમ માનવું તે અનુભવ વિરૂદ્ધ છે. શ્રીમદ્ યશોવિજયજી અધ્યાત્મસારમાં લખે છે :~
विषयैः क्षीयते कामो धनैरिव पावकः ॥ प्रत्युत पोलसच्छक्तिः भूय एवापवर्धते ॥ १ ॥ ॥ ૨ ॥
જેમ કાઇથી અગ્નિ ક્ષીણ થતા નથી, તેમ વિષયના ઉપભાગથી કામ શાંત થતા નથી, પણ તેથી ઉલટા તે પેાતાની વધારેલી શક્તિ સાથે વધારે પ્રકટી નીકળે છે. માટે ઇન્દ્રિયાના વિષયની તબ્ડા એજ ખરાદુ:ખનું કારણુ છે. માણુસની તંગી સ્વાભાવિક રીતે બહુ અલ્પ છે. ખાવાને સાદા ખેારાક, પીવાને નિર્મળ ઝરાનું જળ, અને પહેરવાને વસ્ત્ર, આટલી તંગીએ માણુસની પુરી પડે તેા પછી તેને ખીજા કોઇ પણ પદાર્થની જરૂર નથી. પશુ માણુસ જેમ પેાતાની તંગી વધારવા ધારે તેમ તે વધારી શકે; અને કેટલીક વસ્તુઓ પ્રથમ માજોાખના પદાર્થ તરીકે ગણવામાં આવતી તે હવે દરરાજની તંગીની વસ્તુઓ તરીખે લેખવામાં આવે છે. ચાકર વગર હવે ચાલેજ નહિ; વિલાયતી સાબુ ન્હાવાને સાર જોઇએજ, સ્ટેશન સુધી દશશેરની પાટલી પશુ હાથમાં લેઇ ચાલી શકાય નહિ; ખુરસી અને રેમ્બલ વગરની શાભાજ નહિ; ગ્યાસ્લેટના લેમ્પ જેથી આંખેા અગડે, અને ચીમનીએ મહીનામાં બે વાર ટે, એ સિવાય હાલના જમાનામાં સુશોભિત ધર ગાયજ નહિ; આવી અનેક બાબત ગણાવી શકાય. પ્રથમ જે મેાજશાખના પદાર્થો ગણવામાં આવતા હતા, તે હવે સામાન્ય થઈ ૫ડયા છે. આ પ્રમાણે દિન પ્રતિદિન આપણી તંગી વધતી જાય છે, અને તે તંગી પુરી પાડવાને માણસે ધન મેળવવું જોઇએ; તે ધન મેળવવામાં તેને સધળા પુરૂષાર્થ સમાપ્ત થઇ જાય છે, તેના સધળા ગુણા લય પામી જાય છે, અને તે દુ:ખની પરંપરાને પાત્ર થાય છે. મારા કહેવાને ભાવાર્થ એમ નથી કે ઉપર જણાવેલી બાબતેની જરૂર નથી; જેમને તે મે
Page #22
--------------------------------------------------------------------------
________________
ળવવાનાં સાધન હોય તે ભલે તે અને તેના જેવી વસ્તુએ ખરીદે અને તેના ઉપભાગ કરે, પણુ જેની સ્થિતિ ન હાય, તેને તે એ બાબતની તૃષ્ણા ન રાખવી. કારણ કે તાજ દુ:ખકારક છે, જ્યારે માણુસ કાઇ પણુ વસ્તુની તૃષ્ણા કરે છે, ત્યારે એ પરિણામ આવે છે, કાંતેા તેને નિરાશા અથવા ખેદ થાય છે, જે તે વસ્તુ મળે છે, તે તેને શાક થાય છે; કારણ કે તે પ્રથમ ધારા હતા તેવી તે માહક લાગતી નથી; વસ્તુ પ્રાપ્ત થતાં પહેલાં, વસ્તુ જેટલી માહક લાગે છે, તેટલી પ્રાપ્ત કર્યાં પછી તે લાગતી નથી, એવા અનુભવ દરેક વિચારવંતને થયા વિના રહેતા નથી, તે ન્યાયથી તેને નિરાશા થાય છે. પણ જે તે વસ્તુ મળતી નથી તેા તેને ખેદ થાય છે. કારણ જ્યારે વસ્તુ મળતી નથી ત્યારે તે વસ્તુનું સ્વરૂપ વિશેષ મેહક લાગે છે. નહિં મળેલી વસ્તુમાં કેટલુ બધુ, સૌંદર્ય રહેલુ હશે, તે વિચારથી તેના મનમાં ખેદ - ત્પન્ન થાય છે. આ રીતે જગતની કાઇ પણ વસ્તુ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં નિરાશા કે એક એમાંથી એક પરિણામ આવે છે. આ પ્રમાણે ઇન્દ્રિયેાના વિયેાના ગુલામ બનેલા મનુષ્યા સર્વદા દુ:ખીજ સમજવા. આ લેખકના કથનના એવા ભાવાર્થ નથી કે સબળા પાલિક પદાર્થોં સર્વથા ત્યાજય છે, કારણ કે સંસારના વ્યવહારમાં ધણા પદાર્થોની જરૂર પડે છે. પણ તે પદાર્થો ઉપર રહેલું મમત્વ દુ:ખકારક છે. જ્યાં સુધી બાહ્ય પદાર્થ્રોપર મારાપણાને ભાવ છે, ત્યાં સુધી તે પદાર્થોં ન મળતાં અથવા તે પદાર્થોના વિયેાગ થતાં દુ:ખ ઉત્પન્ન થાય છે.
“ હું અને મારૂં... ” એ માહુરાજાને પ્રબળ મંત્ર છે. તે મંત્ર વડે સકળ જગતને પેાતાને સ્વાધીન કરી લે છે; અને તે માઠુ રાજાના પાશમાં પડેલા માણુસ ગુલામ અને દુ:ખી થાય છે. દુ:ખથી મુક્ત થવાના સાથી સારે। અને ઉત્તમ ઉપાય એકજ છે, અને તે દેહ્રાધ્યાસના ભ્રમ ટાળવાના છે. જયાં સુધી આ દેહુ તે હું શ્રુ એવા ભ્રમ મનુષ્યના મનમાંથી જાય નહિ, જ્યાં સુધી દેહ અને આત્મા વચ્ચેનું ભેદજ્ઞાન થાય નહિ, ત્યાં સુધી મનુષ્ય પેાતાનું આત્મત્વ ભુલી જાય છે, અને પાતેજ દેતુ છે એમ માનવાને દોરાય છે, આવે! દેહાધ્યાસ પ્રથમ ત્યાગ કરવા જોઇએ. કારણ કે દેહાધ્યાસથી અનેક કુકર્મી કરવાને માણુસ દેરવાય છે. શરીરનું લાલનપાલન કરવુ અને ઇન્દ્રિયાને સ ંતુષ્ટ કરવી એજ તેના મનથી સર્વસ્વ ભાસે છે. તેના સઘળા પુરૂષાર્થ તેમાં સમાઇ જાય છે. આ દેહાધ્યાસ છુટવાને આત્મા નિત્ય છે અને પુનર્જન્મ લીધા કરે છે એ જૈન માન્ય સિદ્ધાંત સ્વીકારવાની જરૂર
Page #23
--------------------------------------------------------------------------
________________
છે. જ્યારે શરીરને નાશ થાય છે, ત્યારે આત્મા એક શરીરનો ત્યાગ કરી બીજા શરીરમાં પ્રવેશ કરે છે. દેહ બદલાય છે, પણ અંદર રહેલો આત્મા નિત્ય છે. તે આત્મા તેજ હું છું પણ આ જન્મોજન્મ બદલાતું શરીર તે હું નથી. આ વિચાર ઉપર ખાસ મનન કરવાની જરૂર છે, હું તે શરીર નથી એ વિચારને કેવળ વિચારરૂપે નહિ રાખતાં અમલમાં મૂકવાની જરૂર છે. જે ખરું સુખ મેળવવાની હૃદયમાં તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થતી હોય તો તે જેમ બને તેમ દેહ ઉપરને મમત્વભાવ છોડવાની જરૂર છે. દેહ અને ઇન્દ્રિ
ને અનુભવજ્ઞાન મેળવવાના સાધન ગણવા જોઈએ પણ તેમને સંતેષામાંજ પુરૂષાર્થની પરાકાષ્ઠા થવી જોઈએ નહિ. ધર્મસાધનમાં પ્રથમ સાધન શરીર હોવાથી શરીરની તંદુરસ્તીની ઉપેક્ષા કરવી ધટતી નથી, પણ દેહના ઉપર મમત્વ રાખી દેહને પિવામાંજ અને ઈન્દ્રિયોને સંતુષ્ટ કરવામાંજ આપણું સઘળું કર્તવ્ય સમાઈ જવું જોઈએ નહિ, જયારે દેહાધ્યાસ છુટશે, દેહ એ હું નથી, એવો ભાવ પ્રકટ થશે, અને દેહ ઉપરનો મમત્વ ભાવ ઘટતો જશે, ત્યારે દેહની બહાર રહેલી જગતની વસ્તુઓ ઉપરથી મમત્વભાવ ઓછો થતો જાય એ સ્વાભાવિક છે સંસારની વસ્તુઓ ઉપર આ રીતે વૈરાગ્ય આવશે, અને તેમને સારૂ જગતમાં વારંવાર ઉત્પન્ન થતા કલેશ કંકાશ, આવું જ્ઞાન ધરાવનાર મનુષ્યના આત્માને, અસર કરી શકશે નહિ. તેનું મન ચિંતા અને ઉદ્દેગરહિત થશે; અને મનની શાંતિ એજ ઉચ્ચમાં ઉચ્ચ સુખ છે. દેહાધ્યાસને ત્યાગ થવાથી બાહ્ય પદાર્થો ઉપર તે સમભાવસમતા રાખતાં શિખે છે. તે વસ્તુઓ મળતાં તેને હર્ષ ઉત્પન્ન થતો નથી, તેને વિયોગ થતાં તેને દુઃખ ઉત્પન્ન થતું નથી. આ રીતે હર્ષના અને શોકના પ્રસંગમાં તે સમભાવ રાખી શકે છે. જે પ્રસંગે સામાન્ય મનુષ્યને ઉકે રી નહિ કરવા યોગ્ય કામ તેની પાસે કરાવે છે, તે વખતે આવું જ્ઞાન ધરાવનાર માણસ ઉદાસીન વૃત્તિ રાખી શકે છે, અને ચિત્તની સ્થિરતામાં ભંગ થવા દેતા નથી. ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવાના બીજા પણ અનેક ઉપાય છે, પણ આ લેખમાં તે દેહાધ્યાસને ત્યાગ કરવો એજ બાબત જણુવવી ઉચિત ધારી છે. બાહ્ય વસ્તુની પ્રાપ્તિ કે વિયોગમાં સમભાવ ધારણ કરનાર મનુષ્ય આ રીતે અનુપમ સુખને ભકતા થાય છે. આ સમતા સુખને આ જગતમાં મોક્ષ સુખની વાનગી સમાન છે. યશોવિજયજી લખે છે કે –
दूरे स्वर्गसुखं मुक्तिपदवी सा दवीयसी ॥ मनः संनिहितं दृष्टं स्पष्टं तु समता सुखम् ॥ १॥
Page #24
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગનું સુખ દૂર રહ્યું, અને મુક્તિનું સુખ તે તેથી પણ વિશેષ દર છે, પણ આ જગતમાં મન સમીપનું સુખ જેવું હોય તો સ્પષ્ટ સમતા સુખ છે. માટે તે આ જગતમાં જ પ્રાપ્ત કરવા સારૂ ઉપર જણાવેલી વિચાર શ્રેણીનો આલંબન કરી દેહાધ્યાસનો ત્યાગ કરવો, અને તે ભાવનાને જગતના વ્યવહારમાં પ્રત્યેક ક્ષણે અમલમાં મૂકવા પ્રયત્ન કરવો. નિરંતર પ્રયત્ન કરનારને જ સમતાસુખ સ્વયમેવ પ્રાપ્ત થશે, તેવું સુખ સર્વને મળો એ લેખકની હદયની આશિષ છે.
અહિંસા, (લેખક સત્સંગી બી. એ.) अहिंसा सर्वजीवानां सर्वज्ञैः परिभाषितम् ।। इदं हि मूलं धर्मस्य शेषस्तस्यैव विस्तरः ॥ १॥
સર્વાએ કહેલું છે કે સર્વ જીવોની અહિંસા એજ ધર્મનું મૂળ છે, અને બાકીનાં બધાં વ્રત તેના વિસ્તારરૂપ છે. પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય નામના ગ્રંથમાં તેના ર્તા શ્રી અમૃતચંદ્ર સૂરિએ બહુ સારી રીતે પ્રતિપાદન કરેલું છે કે સર્વ વ્રતના આધારભૂત અહિંસાધર્મ છે. જે મનુષ્ય સર્વ પ્રાણીઓને અભયદાન આપે છે, તે મનુષ્યનો આ જગતમાં પણ કેઈ શત્રુ નથી, અને પરલેકમાં પણ તેને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. માણસ માત્રને પિતાના પ્રાણુ વહાલા છે, આ જગતમાં કોઈ પણ માણસ મરણને ઇચ્છતે. નથી; મરણના નામ માત્રથી છ કંપે છે. જો કે છેવટે શરીર નાશવંત છે, છતાં તેવા પ્રકારનું જ્ઞાન જેને ન થયું હોય, તેને મરણના વિચારથી દુઃખ થાય એ સ્વાભાવિક છે. જેવા પિતાના પ્રાણ પિતાને વહાલા છે, તેના સામા મનુષ્યના પ્રાણ તેને વહાલા છે, એવો વિચાર લાવી, સાધુ પુરૂષો જગતના ઇવો પર ઉપકાર કરે છે, અને કોઈ પણ પ્રાણીને ત્રાસ ઉપજે, અથવા તેના ભાવ પ્રાણ દુઃખાય તેવું કૃત્ય પણ કરતા નથી. અભયદાન ધર્મનું આરાધન કરવાથી અનેક છ આમશ્રેય સાધવાને સમર્થ થયેલા છે, તેના અનેક દાખલા જેતશાસ્ત્રમાં મેજુદ છે. શ્રી શાંતિનાથ ભગવાને મેઘરથ રાજાના ભવમાં કબુતરને અભયદાન આપી કરૂણાસાગરનું ભવ્યપદ પ્રાપ્ત કર્યું હતું. પોતાના શરીરમાંથી માંસ આપીને બાજ પક્ષીના ત્રાસથી કબુતરને બચાયું હતું. કાગડે પણ લાંબા કાળ સુધી બલિ ખાઈને પિતાનું ગુજરાન ચલાવે છે, પણ
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૫
જે લોકો પરમાર્થ આત્મભેગ આપવા તૈયાર થાય છે, તેમજ ઉચ્ચપદ મેળવવા ભાગ્યશાળી થાય છે. ખરા સ્વાર્થ પરમાર્થથી ભિન્ન નથી. જો સર્વ ધર્મસર્વસ્વાધિકારમાં લખેલા ઉત્તમ ક્ષેાકપર વિચાર કરવામાં આવે તે માણુસ માત્રનું વર્તન સારા રૂપમાં ક્ી ગયા વિના રહે નહિ. તે શ્લાક આ પ્રમાણે છે.
श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चावधार्यताम् ॥
आत्मनः प्रतिकुलानि परेषां न समाचरेत् ॥ १ ॥ અર્ધધર્મના સાર સાંભળેા, અને સાંભળીને ચિત્તમાં રાખે. પાતાને જે અનુકૂળ ન હોય તે ખીજા પ્રત્યે ન આચરવુ. આ શ્લોકમાં લખેલા અર્થ બહુ મનન કરવા લાયક છે, તેનુ જે રહસ્ય સમજાય તેા બીજા તરફ કેવી રીતે વર્તવું તે પ્રશ્નનું સહજ સમાધાન થઈ જાય. જો આપણને કાઈ ગાળ દઈ જાય તે તે આપણને અનુકૂળ લાગતું નથી તે! આપણે પણ ખીજાને ગાળ ન દેવી. જો આાપણા પર કાઇ ક્રોધ કરે તે તે આપણને ગમતું નથી, તે આપણે ખીજાપર ક્રાધ ન કરવા. જો આપણને કાઇ મારે અથવા હેરાન કરે તે તે આપણુને રૂચતું નથી તે આપણે પણ કાઇને મારવું કે હેરાન કરવુ નહિ. આ સૂત્રના દરેક ક્ષણે વિચાર કરવા, કોઈ પણ કાર્ય કરતી વખતે તે કાર્ય જો મારા પ્રત્યે આચરવામાં આવે તે મને કેવું લાગે ? એ વિચાર ધ્યાનમાં રાખી વર્તવું. તે તે વિચાર લક્ષમાં હશે તેા માસ કદાપિ કાઇ પણ અકાય કરશે નહિ, કદાપિ ખીજાના જીવને દુભવશે નહિ. આ સિદ્ધાંતના સ્પષ્ટીકરણ અર્થે અભયકુમારના દષ્ટાંત અત્રે નિવેદન કરવામાં આવે છે.
એક સમયે શ્રેણિકરાજાની સભા ભરાઇ ગઈ હતી. સર્વે સભાસદે પેતપેાતાને ઉચિત આસને ભેંસી ગયા હતા. તેવામાં રાજાના મુખમાંથી નીચે ના પ્રશ્ન એકાએક સ્ફુરી નીકળ્યે “ હાલમાં આપણા નગરમાં કઇ વસ્તુ સાં ઘી છે ? ” ત્યારે નિર્દય ક્ષત્રીએ જે જૈનધર્મી ન હતા, તેમણે કહ્યું “હા
લમાં આ નાગરમાં માંસ સાંધું છે”
અભયકુમારને મનમાં બહુ લાગી આવ્યું, પણ તે સમયે કાંઇ પણ ખેલ્યા નહિ. તે શબ્દા જાણુ તેના કાને ન પડયા હાય એવી મુખમુદ્રા ધારણ કરી બીજા કામમાં રાકાયે. તે ક્ષત્રિની પરીક્ષા કરવાને અભયકુમાર રાત્રે દરેકને ઘેર ગયા અને આ પ્રમાણે ખાલ્યા “ હું ક્ષત્રીય ! આજે રાજાને ભારે રાગ થયા છે. વૈદ્યાએ ધણા ઉપચાર કર્યાં છતાં પણુ તે રોગ મટતા નથી. તે ને વાસ્તે વદ્યા છેવટ એક જ ઉપાય દર્શાવે છે, અને તે એ છે કે જો મા
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૬
ણુસના શરીરનુ પાસેર માંસ મળે તે તે રાજા જીવી શકે, નહિતર તે મૃત્યુ પામશે. તમે આ રાજના ભાયાત છે, તમે રાજાનું અન્ન ખાઓ છે. તેા તમે શું આટલું નાનું સરખું પણ રાજાનું કાર્ય નદ્ધિ કરે ? આ રાજ્યમાં પેાતાતુ માંસ આપવાને ઘણા મનુષ્યા તૈયાર છે, પણ રાજાના શરીરને વાસ્તે તે તમારા જેવા રાજવી પુરૂષાનું માંસ બેઇએ” પછી તે ક્ષત્રિયે કહ્યું“હું અભયકુમાર આ રાજ્યમાં મારા જેવા ઘણુ ક્ષત્રીએ છે, માટે ગમે તેની પાસેથી તે લેઇ લેજે. આ હજાર સૈાના મહાર લે, અને મને તે ભયમાંથી મુક્ત કરેા.” ૫છી અભયકુમાર ખીજા ક્ષત્રિય પાસે ગયા. તેણે પણ તેવાજ પ્રત્યુત્તર આપ્યા, અને એક હજાર સાનામહેાર આપી. આ રીતે આખી રાત ભમી અભયકુમારે એક લાખ સતામહેાર ગ્રહણ કરી. પ્રાત:કાળે સભા દરેાજની માક ભરાતાં તે લક્ષ સાનામહેારાની કાથળી લેવરાવી ભર સભાવચ્ચે અભયકુ મારે તેના ઢગલા કરાવરાવ્યા અને આ પ્રમાણે ઉાર કાઢયા હૈ ક્ષત્રિયે! ! તમે કહેતા હતા કે આજકાલ માંસ સેધુ છે, પણ તે તે આટલા બધા ધનથી ૫ ણુ મળતુ નથી” આ શબ્દો સાંભાળતાં સર્વ લજજાવત થઇ ગયા, અને મૌનધારી નીચું જોઇ રહ્યા. આ સમય ઉપદેશને યોગ્ય છે, એમ ધારી ફરીથી અભયકુમારે વાગ્માણ નીચે પ્રમાણે છેડયાં—
“ અરે અધમ વૃત્તિવાળા માંસ લાલુપ્ત જી! પેાતાનું માંસ સર્વ જીવને વ્હાલુ છે, તમેા માંસમાં લુબ્ધ થઇને નિરર્થક ઉચ્ચાર કરે છે કે માંસ પ્રાપ્ત કરવુ સુગમ છે, વિામાં રહેલા કીડાથી આરભાતે દેવલોકમાં રહેલા ઇંદ્ર સર્વને પેાતાની જીંદગી પ્રય લાગે છે; અને મરણુના ભય લાગે છે. જો તમે તમારૂં પાસેર માંસ આપવાને પણ તત્પર ન થયા તે પશુના જીવનને નાશ કરતાં તમે કેમ લજાતા નથી? તમે દેવા તરફથી દયાની આશા રાખે છે, પણ જે પશુઓને તમે દેવ સમાન છે તે પશુ તરફ દયા ખતાવતા નથી, તે તમારાપર દેવાની કૃપા શી રીતે થશે! માટે માંસના આજથી ત્યાગ કરે, અને પ્રાણી વર્ગ તરફ દયા અતાવવાને પ્રારંભ કરો. તે નિરપરાધી અને અ વાચક પ્રાણીતી શિપથી તમારૂં સુકૃત થશે. આ જગતમાં સુવર્ણધન આદિક આપનારા અનેક મળી આવશે, પણ અભયદાન આપનાર વિરલાજ જણાય છે. માટે માંસભક્ષણને સર્વથા પરિહાર કરે આ હૃદયથી ખેલાયલા અભયકુમારના દયામય વચનની એટલી બધી અસર થઇ કે તે સર્વ ક્ષત્રિએ માંસભક્ષણના ત્યાગ કર્યા. આપણે પણ આ વાર્તાપરથી એ સાર ગ્રહણુ કરવાને છે કે પેાતાના જેવાજ બીજાને પ્રાણ વ્હાલા છે, એમ માની સર્વ જીવનું કલ્યાણુ કરવું, પશુ કોઇના પણ ભાવ કે દ્રવ્ય પ્રાણુને દુભવવા નહિ.
:,
--
P
Page #27
--------------------------------------------------------------------------
________________
“કર્મોને પૂર્વાપર સંબંધ.” (લેખક, ભેગીલાલ મગનલાલ શાહ, મુ. ગોધાવી )
कृतकर्मक्षयोनास्ति कोटिकल्पशतैरपि ।
अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ॥ કે કરેલાં કમને શત કરેડ ક૫ સુધી પણ ક્ષય થતો નથી. સારું કે ન પ્રકારનું ફળ અવશ્ય ભાગવવું પડે છે.
We scatter seeds, with careless hands, And dream we never, shall see them more; But for a thousand year, their fruit appears, In weeds that mar the land, Or healthful store. The deeds we do the words we say Into still air they seem to fleet, We count them ever pasti, But they shall last In the drcad judgement,
They & wo shall meet.
જેમ મનુષ્ય ( સારાં કે નરસાં ) બીજ બેદરકારીથી વાવે છે, અને એમ ધારે છે કે તે પુનઃ તેમને જોશે નહિ, પરંતુ હજારો વર્ષ પર્યત નકામા ઘાસરૂપે વા તંદુરસ્ત રાકરૂપે તેનાં ફળો મેળવે છે, તેમ જે શબે તે ઉચ્ચારે છે, વા જે કાર્ય તે કરે છે તે તેને ખુલ્લી હવામાં અદશ્ય થતા ભાસે અને હમેશને માટે અદશ્ય થયેલા ધારે, છતાં તેઓ કાયમ રહે છે, અને ઈશ્વર (કર્મના) ભયંકર ઈનસાફમાં તેમને અને તેને મેળાપ થાય છે.
“મુઆ પછી ઇનસાફમાં, વંચાએ જો જેહ;
જેમ ઉધારો અહિ કર્યો, પુખ્ય પાપના તેહ.
વાવે તેવું લણે એ ઊંક્તિ અનુસારે મનુષ્ય જેવું બી વાવે તેવું ફળ ભગવે છે, જેમ આમ્રવૃક્ષ વાવનારને સ્વાદુ આમ્રફળ નાં વર્ષો સુધી મળે છે, તેમ લીમડાના વાવનારને કટુ લીંબાળીનો પાક વર્ષોનાં વર્ષો સુધી મળે છે. સારાં ફળોનાં સારાં બીજ રૂપી પરિવાર વડે સારાં બીજની પરંપરા ચાલે
Page #28
--------------------------------------------------------------------------
________________
છે, અને નરસાં ાનાં નરસાં ખીજ રૂપી પરિવારવર્ડ નરસી પર પરા ચાલે છે, જેમ ઉજ્જડ જમીનમાં પડેલાં કટક વૃક્ષનું એકાદ ખી પેાતાના પરિવાર સર્વત્ર ફેલાવે છે, અને વર્ષોનાં વર્ષો સુધી તેની પરપરા ચાલે છે તેમ સારાં નરસાં નૃત્ય ના વિચારની પરંપરા પણ તેવીજ ચાલે છે. વિચાર વા કૃત્યના સારા નરસાનો ભેદ ખહુ વિચારણીય અને મનનીય થઈ પડવાનું કારણ તેની સારી વા નરસી પરપરાને અવલખીને મુખ્યત્વે કરીને છે, જે કઇ સારૂં વા નરસું કાર્ય મનુષ્ય કરે છે વા જે કઇ સારા નરસા વિચાર શૈવે છે તેને પે તાની સાથે કંઇ પણ સંબધ નહેાય તેમ તે માનેછે; પરતુજેમ જમીનમાં નાંખેલુ ખી સૂર્યના પ્રકાશને જળની સહાયતા વડે નવપલ્લવ થાય છે; તેમ તે પશુ અનુકૂળ સંયેાગેા દ્વારા ખીલે છે. જેમ જમીનમાં પડેલું ખીજ ધૂળમાં ઢંકાયાથી નાશ પામેલુ જણાય છતાં વાસ્તવિક રીતે તેને નાશ થયેલા હેતા નથી. તેમજ હવા સાથે ભળેલા વિચાર પણ અદશ્ય થતા નથી. તેનાં સારાં નરસાં ફળ ભાગવવાં પડે એ ઉપરાંત (જેમ બનતુ ં આપણને દૃષ્ટિગાચર થાય છે તેમ) તે પણુ સારાં વા નરસાં (તદ્દનુકૂળ વિચારની શ્રેણીરૂપ)ભવિષ્યના વારસા-પાછળ મુકે છે. કરેલા કર્મા પણ પેાતાનું સુક્ષ્મરૂપ પાછળ રાખે છે, અને પુનઃ તેના સંચિત વિપાકેાદય આપણુને અનુભવવાની ક્રૂરજ પાડે છે; છતાં તે વાત બાજુ પર મુકીએ તે પણ ઇરાદાપૂર્વક કરેલાં સારા વા નરસા કૃત્યની અસર હૃદય પર ઉંડી પડે છે; કારણ કે કાઇ પણુ કૃત્ય કરતાં પહેલાં વિચાર રૂપે તેનુ વિચારરૂપ મનમાં રચાય છે; અને તેની તીવ્ર અને ઉત્કટ ઇચ્છા—સંકલ્પ થયે તે ક્રિયામાં મુકાય છે, કાઈ પણ વિચાર ક્રિયામાં મુકાતાં પહેલાં મનમાં ખુબ ધેાળાય છે, અને તેની તીવ્ર લાગણી ય. યે જ તે ક્રિયામાં મુકાય છે. કાર્યનુ સૂક્ષ્મ દેહ વિચાર દ્વારા ધડાય છે. માટે કાર્ય રૂપે ક્રિયા વિચારના કરતાં મન ઉપર દીર્ધ અસર ઉપજાવે છે, ક્રિયામાં ઈંદ્રિઓની સામેલગીરી હોય અને વિચાર તા ફક્ત મનજ રચે છે, ઈદ્રિયદ્વારા ક્રિયા કરતાં મન ઇંદ્રિયના ખાદ્ય વિષયને વિશેષ ટેવાતું થાય છે. તેનાપર બાહ્ય પદાર્થાની અસર વિશેષ થાય છે. બાહ્ય પદાથાના મન સાથે સ અધ કરાવનાર ઇંદ્રિયા છે, વળી ખાદ્ય વસ્તુના ઇંદ્રિયદ્રારા સંવેદનથી મનમાં વિચાર થતાં અને મનદ્વારા ઉદ્ભવેલી ક્રિયાની આજ્ઞા ઇંદ્રિયદ્વારા કર્તવ્યમાં મુકાતાં ઇંદ્રિયામાં પશુ તથા પ્રકારનું વલણ રહે છે. આથી સ્વપમાં સિદ્ધ થાય છે કે વિચાર કરતાં કાર્ય રૂપે ક્રિયા વિશેષ ઉત્કટ છે. તેથી વિચાર કરતાં કાર્ય રૂપે ક્રિયાની અસર બહુજ ઉંડી પડે છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૮
આટલું છતાં આપણે ભુલવુ ન જોઈએ કે પૂર્વોક્ત રીતે કાર્યરૂપે ક્રિયા એ વિચારના સ્કુલ કારણરૂપે છે. જો કે એવા સામાન્ય નિયમ થઈ શકે નહિ કે દરેક ક્રિયા એ વિચારનું જ પરિણામ હોય અર્થાત્ વિચારમાંથી ઉપજી હાય, પરંતુ એક દરે ખેતાં ઇરાદા પૂર્વક થતી એવી સર્વ ક્રિયામાં વિચારની સામેલગીરી વ્હાય છે. આથીજ એમ કહેલું છે કેઃ—
મન વ મનુથાળાં ારનું યંધમોક્ષચો। મન એજ અધ અને માક્ષનું કારણ છે. મન અર્થાત્ વિચારવડે જ સારા નરસાને ભેદ સમજી શકાય છે; અને નાનિગ્રહવડેજ ઈન્દ્રિયનિગ્રહ સાધી શકાય છે. જોકે ઉભઅને પરસ્પર નીકટના સંબંધ છે, અને દેહદમનથી મનેાનિગ્રહ સાધી શકાય છે, છતાં દેહદમનના હેતુ સમયાવગરનું દેડદમન કષ્ટરૂપ ગણાય છે. તેવા અજ્ઞાન મનુષ્યની ક્રિયા કન્નેશરૂપ ગણાય છે. સાધ્ય વસ્તુના હેતુ જ્ઞાન વિના જેમ તે સિદ્ધ થઇ શકતી નથી, તેમ મનેાનિગ્રહના ઉદ્દેશ વિનાનુ દેહદમન મ નાનિગ્રહ સાધી શકતું નથી. મન ઈંદ્રિયરૂપી અશ્વને અંકુશમાં રાખવા માટે લગામરૂપ છે. જે તે શિથિલ હાય તા ઈંદ્રિયરૂપી અશ્વ સ્વતંત્ર રીતે વર્તે છે. અમુક અવિહિત રસ્તે જવાને મતનેજ જો ખાસ કંટાળેા હોય તે ઈદ્રિયની ગમે તેટલી પ્રબળ લાલચ તેને તે રસ્તે લઇ જઇ શકે નહિ. આથી સિદ્ધ થાય છે કે મનુષ્યની આત્મિક ઉન્નતિ વા અવનતિ તેના મનને અવલબીને છે. જેમ સારૂં નરસુ' મનવર્ડ સમજાય છે, તેમ સારૂં નરસું કાઈ પણુ કાર્ય આચરવામાં પ્રબળ સાધન પણ મનજ છે.
મનના સ્વભાવ એવા છે કે એક વાર ચિંતવેલુ પુનઃ તેને સ્મરણમાં આવે છે. ભૂતકાળના એક વિચાર અનેક ભવિષ્યના વિચારનું સાધન થઈ પડે છે. દરેક મનુષ્ય જો વિચાર કરે તે તેને જણાય કે તેના વતૅમાનના સર્વ વિચારે તેના ભતકાળના વિચારનું જ પરિણામ છે. કોઇ પણ મનુષ્યને માટે સારે! કે નરસે વિચાર સરળ કરી આપી ભવિષ્યની સારી કે નરસી સતિ ઉભી કરી આપનાર ભૂતકાળજ છે. ભુતકાળમાં કરેલા વિચાર તેજ સમયે એ નિર્મળ કરવામાં ન આવ્યો હોય તે આપણી સમક્ષ અનેક પ્ર સંગે રજી થયાં કરે છે. અને મનપર પેાતાનું સામ્રાજય ભગવે છે. મન તેની મેાહજાળમાંથી બચી શકતુ નથી. અમુક વિચારનું ચિ ંતવન પુનઃ પુનઃ થવાને લીધે મદ્યુત અસર મતપર થાય છે. એથી આખરે તેની પસંદગીની શક્તિ અને સંકલ્પ શક્તિ તદ્દન મદ અને નિર્બળ થઈ રહે છે. અર્થાત તે ટેવાયેલા અને દ્રઢ થયેલા સંસ્કારેમાંજ તેઓ મનને પશુ કે. રણા કર્યો કરે છે, સુખ દુઃખની લાગણી પણ તેને અન્ય માર્ગે વાળી શ
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૦
કતી નથી. આપણે સાક્ષાત જોઈએ છીએ કે વ્યસની મનુષ્યો વ્યસનનું દુષ્ટ પરિણામ અનુભવવા છતાં તેનાથી મુક્ત થઈ શકતા નથી. તેવી જ રીતે વ્યભિચારી મનુષ્ય શરીરના વ્યાધિનો ભય સમજતાં છતાં પણ તેમાંથી મુકત થઈ શક્તા નથી. વિષયી મનુષ્ય સમજે છે કે વિષથી વિચારેના મિ સ્પા સેવનનું પરિણામ શરીરની ક્ષમતા અને વ્યાધિ સિવાય અન્ય કંઈ આવતું નથી; છતાં તે દુઃખ સહન કરવાનું જોખમ ખેડીને પણ પિતાની દુષ્ટ વાસનામાંજ ભો રહે છે. આથી સિદ્ધ થાય છે કે મુખઈથી સુખ માની પસંદ કરેલા માર્ગમાંથી પાછળથી ફેરફાર કરો બહુ વિકટ અને દુસાધ્ય થઈ પડે છે. સારાં કે નરસાં જે સંસ્કારો મનપર પડે છે, તે અસરો દૂર કરવાને સુખ દુઃખની લાગણી પણ પુરતી વિજયી થઈ શકતી નથી; કારણ કે જો તેમ થતું હોય તો કેદીઓના મન પર પડેલા કુસંસ્કારોને કારાગ્રહ નિર્મળ કરી શકત. પરંતુ તેમ થતું કવચિત જ દ્રષ્ટિગોચર થાય છે. First impressions last longest 312etril 2434? Ell sin EN રહે છે –
લઘુક્ષ વાળ્યું વળે જેમ વાળા, તમે તેમ છોટાપણે ટેવ ટાળે; કુડી કે રૂડી દુષ્ટની કે દયાળી, પડી ટેવ તે તે ટળે કેમ ટાળી. (દલપતરામ)
આટલું છતાં સુખ વા દુઃખની લાગણી એ મનના નિગ્રહનું સબળ સાધન છે. સુખ વા દુ:ખ મનુષ્યને દૃષ્ટિગોચર થતું નહોત તે ભાગ્યે જ કોઈ મનુષ્ય સન્માર્ગ ચાલી સાકર્મ આચરત. ધર્મને નીતિને નિયમો તોડવાથી પણ તેવીજ રીતે શિક્ષાને પાત્ર થવું પડે છે.
સગુણી મનુષ્ય તંદુરસ્ત અને ઈશ્વરને અભિમુખ રહી શકે છે. શારીરિક વ્યાધિ અને મનના કલેશમાંથી મુક્ત રહી આરોગ્ય અને સ્વસ્થતા અનુભવે છે. આ પ્રમાણે સુખ દુઃખની લાગણી મનને નિયત કરવામાં સબળ સાધન છે. છતાં જે તેની અવગણના કરવામાં આવે તો મન પર તેને અંકુશ ક્રમશઃ ન્યુન થાય છે. ક્રિયા શક્તિને નિયમમાં રાખનાર અને પ્રેરક સુખ દુઃખની વિચાર શ્રેણિ છે. છતાં મનુષ્ય પ્રત્યક્ષ વા પરોક્ષ; વર્તમાન વા ભવિષ્યના સુખ દુઃખની પસંદગી સમયે જેવું વલણ ધારણ કરે છે, તે વલણપર તેના ભવિષ્યનો આધાર છે. આ પસંદગીમાં જ મહાપુરૂષો સિવાય સર્વ મનુષ્યની ભૂલ થતી દષ્ટિગોચર થાય છે. ક્ષણીક સુખથી મોહ પામી જેવી પસંદગી કરવામાં આવે છે, તેવું ફળ મનુષ્યને ભોગવવું પડે છે, એટલું જ નહિ પણ તે પસંદ કરેલાં સુખની પરિસ્થિતિ અને સંગોમાંથી પણ મુક્ત થવું મુસ્કેલ થઈ પડે છે. તે તે સંગ અને પરિસ્થિતિ ભવિષ્યને માટે તેના
Page #31
--------------------------------------------------------------------------
________________
સારૂ નિર્ણિત થાય છે, અને પુરૂષાર્થ વિના તેમાંથી મુક્ત થવું બહુ કઠિન થઈ પડે છે. જેમ જેમ અમુક કાર્ય વા વિચાર વિશેષ વિશેષ આચરવામાં વા સેવવામાં આવે તેમ તેમ તેના સંસ્કારે દીર્ઘ થતા જાય છે; અને સમય જતાં એવા બળવાન થાય છે કે બળવાન પુરૂષાર્થ અને સુસંસ્કાર વિના તે મને નિર્મળ કરી શકાતા નથી. જેમ કોઈ ક્રિયા બળવાન હોય તેમ તેની પ્રતિક્રિયા માટે તેથી પણ વિશેષ બળ વાપરવાની આવશ્યક્તા રહે છે. પરંતુ નિર્બળ અને નિશ્ચય વિનાનું મન પ્રતિક્રિયા માટે વિશેષ અનુચિત બને છે. આથી કોઈ કાર્ય કરતાં અગાઉ પ્રારંભમાં વિચાર કરી કાર્યની પસંદગીની ખાસ આવશ્યકતા છે.
શ્રી જૈન શ્વેતાંબર બેડિંગનો દ્વિતીય વાર્ષિક મેળાવડો
આ બાર્ડિગના બીજે વાર્ષિક મેળાવડો ગયા માસની તારીખ ૮ મીએ કવીશ્વર ચુનીલાલ દલપતરામના પ્રમુખ પણ નીચે મળ્યો હતો. પ્રથમ મંગળાચરણ થઈ રહ્યા પછી તેના સેક્રેટરી વકીલ મોહનલાલ ગોકળદાસે ૧૮૦૮ની સાલનો રીપોર્ટ વાંચી સંભળાવ્યો હતો. તે રીપોર્ટ પરથી માલૂમ પડે છે કે ગયા વર્ષમાં ૮૫ થી ૧૦૦ વિદ્યાર્થીઓએ આ બોર્ડિગનો લાભ લીધો હતો. શેઠ લલુભાઈએ ઉદારતાથી આપેલી એક લાખની રકમ ઉપરાંત આ બેડિંગ પાસે આશરે ૨૬૦૦૦ રૂપીઆની શીલક છે. તેનું કામ ચલાવવાને એક મે
નંગ કમીટી નીમવામાં આવેલી છે, તેમાં ૧૪ સંગ્રહ સભાસદો છે. તેના ચેરમેન શેઠ લલુભાઈ રાયચંદ છે અને તેના સેક્રેટરી મી. મોહનલાલ ગોકલદાસ વકીલ છે. તેની દેખરેખ રાખવાને મી શંકરલાલ ડાહ્યાભાઇને સુપ્રીટેન્ડેન્ટ તરીકે નીમવામાં આવેલા છે. જેમાં વિદ્યાર્થીઓને ધાર્મિકજ્ઞાન આપે છે તેમ વ્યવહારિક જ્ઞાનમાં પણ બનતી મદદ કરે છે. વિદ્યાર્થીઓને શાળાના અભ્યાસની ખાસ મદદ માટે માસ્તર જેઠાલાલ નાનાલાલને રૂ. ૧૦) ના પગારથી નિમવામાં આવ્યા છે જેઓ દરરોજ વિદ્યાર્થીઓને બે કલાક શાળાનું શિક્ષણ આપે છે. આ વર્ષમાં આઠ હજારનું ખર્ચ થયું છે. અને આવક પણ લગભગ તેટલીજ થયેલી છે. વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામ ઉપરથી જણાય છે કે તેઓનો વિદ્યાભ્યાસ સંતોષકારક છે, અને
Page #32
--------------------------------------------------------------------------
________________
હર
આ બેડિંગના વિદ્યાર્થીમાંથી લગભગ ૭૫ ટકા જેટલા વિદ્યાથીઓ પાસ થઈ ઉપલા ધરણચઢયા છે. ધાર્મિક અભ્યાસ પણ બહુજ સારા પ્રકારને ચાલે છે. આ બે ડિગને અંગે એક લાયબ્રેરી છે, અને તે ઝવેરી ડાહ્યાભાઈ કપૂરચંદની દીહેન મણિએ પોતાના પતિ મહૂમ સાક્ષર ડાહ્યાભાઈ ધલસાના સ્મરણાર્થે સ્થાપના કરેલી છે, અને તેના નિભાવ અર્થે વાર્ષિક રૂ૬૦) આ પવા જણાવેલું છે. તે લાયબ્રેરીને વિદ્યાથીઓ સારે ઉપયોગ કરતા જણાય છે. સંસ્કૃતના અભ્યાસની વૃદ્ધિ અર્થે મહૂમ શેઠ વીરચંદ દીપચંદ તરફથી શાસ્ત્રી રવિદતને મોકલવાની ગોઠવણ કરવામાં આવેલી છે. કસરતને વાસ્તે મકાનની અવગડને લીધે જોઈએ તેવી કસરત કરવામાં આવતી નથી; તે પણ સાધારણ રીતે વિદ્યાર્થીઓ પ્રાતઃકાળમાં - રીરને કેળવવાનો પ્રયત્ન કરે છે. રીપોર્ટ વંચાઈ રહ્યા પછી પ્રમુખે પાર હત વિભૂતા: એ સૂત્ર ઉપર દાખલા દલીલથી વિવેચન કરી લોકોને
આ બોર્ડિગને મદદ કરવા સૂચવ્યું હતું, તેમજ જેમના ઉપદેશથી આ બેડિગની સ્થાપના થઈ તે મુનિ મહારાજ બુદ્ધિસાગરજીનો ઉપકાર માનવાને જણાવ્યું હતું. તે પછી મી. મનસુખરામ અનેપચંદે નકામાં ખર્ચ દુર કરી ધન બચાવી આવા કાર્યમાં મદદ કરવાને સરલ ભાષામાં સારો બેધ આ છે હતો. તે પછી હીરાચંદ કકલભાઈએ આ સંસ્થાના લાભાર્થે નીકળનાર
બુદ્ધિપ્રભા” માસિકના ગ્રાહક થઈને આ કાર્યમાં યથાશક્તિ સહાય આપવાનું કહ્યું હતું. જ્ઞાન સાથે પરોપકાર થાય એવા કામમાં દરેક જણેએ મદદ કરવી જોઈએ, અને ૧ રૂપીયા જેવી રકમ કેઈને પણ ભારે પડશે નહિ, અને ઘણું જનોની મદદથી બાર્ડિગને એક સારી સંખ્યા મળશે એપર ભાર દઈને કહ્યું હતું. તે પછી મી. મણીલાલ નથુભાઈ દેસીએ અન્નદાન વિદ્યાદાન અને ધાર્મિકદાન જ્યાં ત્રણ પ્રકારનાં દાન અપાય છે, એવી ઉત્તમ સંસ્થાને સહાય કરવા સૂચવ્યું હતું, અને લગ્ન પ્રસંગે તેમજ બીજા ભારે ખર્ચ પ્રસંગે આ સંસ્થાને વિસારી નહિ. મુક્તાં તેને અમુક રકમ આપવાનું જણાવ્યું હતું. તે પછી મી. મોહનલાલ મગનભાઈએ આ બેડિંગની મેનેજીંગ કમીટીના મેમ્બરને આ છેલ્લી સૂચના બરાબર રીતે અમલમાં મુકવાને બહુજ આગ્રહ પૂર્વક કહ્યું હતું, અને મેનેજીંગ કમીટીને કઈ સભાસદ આ કામ હાથ ધરે અને સારા પ્રસંગે દરેકને ત્યાં ફંડમાં ભરાવા નિમિતે જાય, તો આ સંસ્થાને સારી રકમ મળ્યા વિના રહે જ નહિ. તે પછી પ્રમુખને ઉપકાર માની મેળાવડે વિર્સજન થયો હતો.
Page #33
--------------------------------------------------------------------------
________________
श्री अध्यात्मज्ञानप्रसारकमंडल.
(સ્થાપન જ્ઞાનપ ચમી. વીર સંવત ૨૪૩૫) આ મંડળે—૧ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા,” પ્રગટ કરવાનું શરૂ ર્યું છે. જેના અંગે નીચે જણાવેલાં પુસ્તક પ્રગટ થઈ ચૂકયાં છે અને જનસમાજમાં તે પ્રસંશનીય થઈ પડયાં છે અને તેની વાંચકાની પાતાને જ ખાત્રી થતી હોવાથી વિષેશ ભલામણની જરૂર રહેતી નથી. મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીની લેખન, અને કાવ્ય શૈલી જૈનોનુંજ નહીં પણ કોઈ પણ ધર્મવાલાઓને પ્રિય થઈ પડી છે અને તે શૈલી જનસમાજને હિતકારક હોવાથી મંડળે કોઈ પણ પ્રકારના લાભ વિના તદન પડતર કીંમતે તેઓ શ્રી રચિત પુસ્તકો પ્રગટ કરવા વાંચનનો લાભ જન સમુહુ વધારે લે તેમ કેરવાનું શરૂવાત કરી છે. ગ્રન્થાને પ્રગટ થવામાં ઉદાર ઝહરાએ મદદ પણ આપી છે. પુસ્તકોમાં તેઓના નામની નોંધ લેવાઈ છે તે ઉપરથી જાણી શ. કારો. જેઓને પ્રગટ થઈ ચુકેલા અને નવીન રચાતા ગ્રન્થા પૈકી કોઈ પણ ગ્રન્થ પ્રગટ કરાવવા તથા કંઈ પણ મદદ આપવા ઈચ્છા થાય તેઓએ નીચેના સરનામે પત્ર વ્યવહાર કરવો. પુરત ખરીદ કરનારાઓને સવડ: પડે તે માટે નીચલાં સ્થાએ પુસ્તકે વેચવાની ગોઠવણ કરી છે.
વી. પી. થી મંગાવનારાઓ માટે નીચલા પૈકી પ્રથમના ચાર સ્થલો અનુકુળ છે. મંડેલ તરફથી વેચાતાં પુસ્તકે,
કી, પાસ્ટેજ નાનપટ્ટ સંપ્રદ માનઃ ? ઢો. ડેમી ૮ પેજી પૃષ્ટ ૨૦ ૦ ૦-૮-૦ ૦–૧-૬, ૧. અધ્યાત્મ જ્ઞાન વ્યાખ્યાન માળા તથા સાંવત્સરીક ક્ષમાપના રાયલ ૧૨ પેજી પ્રષ્ટ ૨૦૦ .
૦-૪-૦ ૦–૧-૦ મગનg સંદુ સTT: ૨ નો ડેમી ૮ પેજી પૃષ્ટ ૩૨ ૫૦–૮–૦ ૦–૨–૦ મગન સંબધું માપ: 3 sો ડેમી ૮ પેજી પૃષ્ટ ૩૨૫ ૦-૮-. સમાધિશતક રાયલ :૧૬ પેજી પૃષ્ટ ૩૩૨ D . ૯-૮-૦ ૦–૨-૦ અનુભવ પચીસી તથા આત્મપ્રદીપ, રાયલ ૧૬ પેજી પૃષ્ટ ૦–૮–૦ ૭-૨-p
૦–૨-૦
Page #34
--------------------------------------------------------------------------
________________ મળવાની સ્થલે. 1. મુંબાઈ, પાયધણી નં. 56 6 માંગરાળ જૈનશાળામાં. 2. ભાવનગર શ્રી " આત્માનંદ જૈનસભા, " 3 અમદાવાદ (બુદ્ધિપ્રભા રીસ” છે. નાગારીસરા. 4 , પાંચકુવા. સત્યવિજય પ્રેસમાંથી. 5 પાદરા (વડોદરા) વકીલ મોહનલાલ હેમચંદ. 6 પુના શેઠ વીરચંદ કૃષ્ણાજી, ૐ વૈતાલપેઠ. 7 ભાયણી બુકસેલરો પાસેથી 8 વીજાપુર , બઝારમાં, સનાલાલ મોતીલાલ નથભાઈ. 9 સાણંદ સા મણીલાલ વાડીલાલ. 10 સુરત છે. જ્ઞાનપ્રસારકે લાઈબ્રેરી. ગુ૩૯શન યાને સસસુવર્ણમય કુંચી.. - લેખક:-દેશી મણિલીલ નથુભાઇ. બી. એ. આ પુસ્તકમાં નીતિ અને તત્ત્વજ્ઞાનને શો સંબંધ છે, તે બતાવવામાં આવેલું છે, અને દાન, શીલ, ક્ષમા, વૈરાગ્ય, વીર્ય, ધ્યાન અને જ્ઞાન; એ સાત સદૂગુણાપર દષ્ટાન્ત સાથે આર્ય પ્રજાને માન્ય સિદ્ધાંતા પ્રમાણે વિવેચન કરવામાં આવેલું છે, તે ઉપર વિદ્વાન તરફથી સારા અભિપ્રાય મુળેલા છે. ટુંક મુદતમાં બે હજાર નકલો ખપી ગયેલી છે. કીમત 0-6-6 ( પાટેજ સાથે ). તા. કે. આ માસિકના ગ્રાહકોને પાસ્ટેજ સાથે -4- એ મળી શકશે. મળવાનું ઠેકાણુ'. - + બુદ્ધિપ્રભા *એફીસ, અમદાવાદ,