________________
સ્વર્ગનું સુખ દૂર રહ્યું, અને મુક્તિનું સુખ તે તેથી પણ વિશેષ દર છે, પણ આ જગતમાં મન સમીપનું સુખ જેવું હોય તો સ્પષ્ટ સમતા સુખ છે. માટે તે આ જગતમાં જ પ્રાપ્ત કરવા સારૂ ઉપર જણાવેલી વિચાર શ્રેણીનો આલંબન કરી દેહાધ્યાસનો ત્યાગ કરવો, અને તે ભાવનાને જગતના વ્યવહારમાં પ્રત્યેક ક્ષણે અમલમાં મૂકવા પ્રયત્ન કરવો. નિરંતર પ્રયત્ન કરનારને જ સમતાસુખ સ્વયમેવ પ્રાપ્ત થશે, તેવું સુખ સર્વને મળો એ લેખકની હદયની આશિષ છે.
અહિંસા, (લેખક સત્સંગી બી. એ.) अहिंसा सर्वजीवानां सर्वज्ञैः परिभाषितम् ।। इदं हि मूलं धर्मस्य शेषस्तस्यैव विस्तरः ॥ १॥
સર્વાએ કહેલું છે કે સર્વ જીવોની અહિંસા એજ ધર્મનું મૂળ છે, અને બાકીનાં બધાં વ્રત તેના વિસ્તારરૂપ છે. પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય નામના ગ્રંથમાં તેના ર્તા શ્રી અમૃતચંદ્ર સૂરિએ બહુ સારી રીતે પ્રતિપાદન કરેલું છે કે સર્વ વ્રતના આધારભૂત અહિંસાધર્મ છે. જે મનુષ્ય સર્વ પ્રાણીઓને અભયદાન આપે છે, તે મનુષ્યનો આ જગતમાં પણ કેઈ શત્રુ નથી, અને પરલેકમાં પણ તેને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. માણસ માત્રને પિતાના પ્રાણુ વહાલા છે, આ જગતમાં કોઈ પણ માણસ મરણને ઇચ્છતે. નથી; મરણના નામ માત્રથી છ કંપે છે. જો કે છેવટે શરીર નાશવંત છે, છતાં તેવા પ્રકારનું જ્ઞાન જેને ન થયું હોય, તેને મરણના વિચારથી દુઃખ થાય એ સ્વાભાવિક છે. જેવા પિતાના પ્રાણ પિતાને વહાલા છે, તેના સામા મનુષ્યના પ્રાણ તેને વહાલા છે, એવો વિચાર લાવી, સાધુ પુરૂષો જગતના ઇવો પર ઉપકાર કરે છે, અને કોઈ પણ પ્રાણીને ત્રાસ ઉપજે, અથવા તેના ભાવ પ્રાણ દુઃખાય તેવું કૃત્ય પણ કરતા નથી. અભયદાન ધર્મનું આરાધન કરવાથી અનેક છ આમશ્રેય સાધવાને સમર્થ થયેલા છે, તેના અનેક દાખલા જેતશાસ્ત્રમાં મેજુદ છે. શ્રી શાંતિનાથ ભગવાને મેઘરથ રાજાના ભવમાં કબુતરને અભયદાન આપી કરૂણાસાગરનું ભવ્યપદ પ્રાપ્ત કર્યું હતું. પોતાના શરીરમાંથી માંસ આપીને બાજ પક્ષીના ત્રાસથી કબુતરને બચાયું હતું. કાગડે પણ લાંબા કાળ સુધી બલિ ખાઈને પિતાનું ગુજરાન ચલાવે છે, પણ