________________
છે. જ્યારે શરીરને નાશ થાય છે, ત્યારે આત્મા એક શરીરનો ત્યાગ કરી બીજા શરીરમાં પ્રવેશ કરે છે. દેહ બદલાય છે, પણ અંદર રહેલો આત્મા નિત્ય છે. તે આત્મા તેજ હું છું પણ આ જન્મોજન્મ બદલાતું શરીર તે હું નથી. આ વિચાર ઉપર ખાસ મનન કરવાની જરૂર છે, હું તે શરીર નથી એ વિચારને કેવળ વિચારરૂપે નહિ રાખતાં અમલમાં મૂકવાની જરૂર છે. જે ખરું સુખ મેળવવાની હૃદયમાં તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થતી હોય તો તે જેમ બને તેમ દેહ ઉપરને મમત્વભાવ છોડવાની જરૂર છે. દેહ અને ઇન્દ્રિ
ને અનુભવજ્ઞાન મેળવવાના સાધન ગણવા જોઈએ પણ તેમને સંતેષામાંજ પુરૂષાર્થની પરાકાષ્ઠા થવી જોઈએ નહિ. ધર્મસાધનમાં પ્રથમ સાધન શરીર હોવાથી શરીરની તંદુરસ્તીની ઉપેક્ષા કરવી ધટતી નથી, પણ દેહના ઉપર મમત્વ રાખી દેહને પિવામાંજ અને ઈન્દ્રિયોને સંતુષ્ટ કરવામાંજ આપણું સઘળું કર્તવ્ય સમાઈ જવું જોઈએ નહિ, જયારે દેહાધ્યાસ છુટશે, દેહ એ હું નથી, એવો ભાવ પ્રકટ થશે, અને દેહ ઉપરનો મમત્વ ભાવ ઘટતો જશે, ત્યારે દેહની બહાર રહેલી જગતની વસ્તુઓ ઉપરથી મમત્વભાવ ઓછો થતો જાય એ સ્વાભાવિક છે સંસારની વસ્તુઓ ઉપર આ રીતે વૈરાગ્ય આવશે, અને તેમને સારૂ જગતમાં વારંવાર ઉત્પન્ન થતા કલેશ કંકાશ, આવું જ્ઞાન ધરાવનાર મનુષ્યના આત્માને, અસર કરી શકશે નહિ. તેનું મન ચિંતા અને ઉદ્દેગરહિત થશે; અને મનની શાંતિ એજ ઉચ્ચમાં ઉચ્ચ સુખ છે. દેહાધ્યાસને ત્યાગ થવાથી બાહ્ય પદાર્થો ઉપર તે સમભાવસમતા રાખતાં શિખે છે. તે વસ્તુઓ મળતાં તેને હર્ષ ઉત્પન્ન થતો નથી, તેને વિયોગ થતાં તેને દુઃખ ઉત્પન્ન થતું નથી. આ રીતે હર્ષના અને શોકના પ્રસંગમાં તે સમભાવ રાખી શકે છે. જે પ્રસંગે સામાન્ય મનુષ્યને ઉકે રી નહિ કરવા યોગ્ય કામ તેની પાસે કરાવે છે, તે વખતે આવું જ્ઞાન ધરાવનાર માણસ ઉદાસીન વૃત્તિ રાખી શકે છે, અને ચિત્તની સ્થિરતામાં ભંગ થવા દેતા નથી. ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવાના બીજા પણ અનેક ઉપાય છે, પણ આ લેખમાં તે દેહાધ્યાસને ત્યાગ કરવો એજ બાબત જણુવવી ઉચિત ધારી છે. બાહ્ય વસ્તુની પ્રાપ્તિ કે વિયોગમાં સમભાવ ધારણ કરનાર મનુષ્ય આ રીતે અનુપમ સુખને ભકતા થાય છે. આ સમતા સુખને આ જગતમાં મોક્ષ સુખની વાનગી સમાન છે. યશોવિજયજી લખે છે કે –
दूरे स्वर्गसुखं मुक्तिपदवी सा दवीयसी ॥ मनः संनिहितं दृष्टं स्पष्टं तु समता सुखम् ॥ १॥