________________
હર
આ બેડિંગના વિદ્યાર્થીમાંથી લગભગ ૭૫ ટકા જેટલા વિદ્યાથીઓ પાસ થઈ ઉપલા ધરણચઢયા છે. ધાર્મિક અભ્યાસ પણ બહુજ સારા પ્રકારને ચાલે છે. આ બે ડિગને અંગે એક લાયબ્રેરી છે, અને તે ઝવેરી ડાહ્યાભાઈ કપૂરચંદની દીહેન મણિએ પોતાના પતિ મહૂમ સાક્ષર ડાહ્યાભાઈ ધલસાના સ્મરણાર્થે સ્થાપના કરેલી છે, અને તેના નિભાવ અર્થે વાર્ષિક રૂ૬૦) આ પવા જણાવેલું છે. તે લાયબ્રેરીને વિદ્યાથીઓ સારે ઉપયોગ કરતા જણાય છે. સંસ્કૃતના અભ્યાસની વૃદ્ધિ અર્થે મહૂમ શેઠ વીરચંદ દીપચંદ તરફથી શાસ્ત્રી રવિદતને મોકલવાની ગોઠવણ કરવામાં આવેલી છે. કસરતને વાસ્તે મકાનની અવગડને લીધે જોઈએ તેવી કસરત કરવામાં આવતી નથી; તે પણ સાધારણ રીતે વિદ્યાર્થીઓ પ્રાતઃકાળમાં - રીરને કેળવવાનો પ્રયત્ન કરે છે. રીપોર્ટ વંચાઈ રહ્યા પછી પ્રમુખે પાર હત વિભૂતા: એ સૂત્ર ઉપર દાખલા દલીલથી વિવેચન કરી લોકોને
આ બોર્ડિગને મદદ કરવા સૂચવ્યું હતું, તેમજ જેમના ઉપદેશથી આ બેડિગની સ્થાપના થઈ તે મુનિ મહારાજ બુદ્ધિસાગરજીનો ઉપકાર માનવાને જણાવ્યું હતું. તે પછી મી. મનસુખરામ અનેપચંદે નકામાં ખર્ચ દુર કરી ધન બચાવી આવા કાર્યમાં મદદ કરવાને સરલ ભાષામાં સારો બેધ આ છે હતો. તે પછી હીરાચંદ કકલભાઈએ આ સંસ્થાના લાભાર્થે નીકળનાર
બુદ્ધિપ્રભા” માસિકના ગ્રાહક થઈને આ કાર્યમાં યથાશક્તિ સહાય આપવાનું કહ્યું હતું. જ્ઞાન સાથે પરોપકાર થાય એવા કામમાં દરેક જણેએ મદદ કરવી જોઈએ, અને ૧ રૂપીયા જેવી રકમ કેઈને પણ ભારે પડશે નહિ, અને ઘણું જનોની મદદથી બાર્ડિગને એક સારી સંખ્યા મળશે એપર ભાર દઈને કહ્યું હતું. તે પછી મી. મણીલાલ નથુભાઈ દેસીએ અન્નદાન વિદ્યાદાન અને ધાર્મિકદાન જ્યાં ત્રણ પ્રકારનાં દાન અપાય છે, એવી ઉત્તમ સંસ્થાને સહાય કરવા સૂચવ્યું હતું, અને લગ્ન પ્રસંગે તેમજ બીજા ભારે ખર્ચ પ્રસંગે આ સંસ્થાને વિસારી નહિ. મુક્તાં તેને અમુક રકમ આપવાનું જણાવ્યું હતું. તે પછી મી. મોહનલાલ મગનભાઈએ આ બેડિંગની મેનેજીંગ કમીટીના મેમ્બરને આ છેલ્લી સૂચના બરાબર રીતે અમલમાં મુકવાને બહુજ આગ્રહ પૂર્વક કહ્યું હતું, અને મેનેજીંગ કમીટીને કઈ સભાસદ આ કામ હાથ ધરે અને સારા પ્રસંગે દરેકને ત્યાં ફંડમાં ભરાવા નિમિતે જાય, તો આ સંસ્થાને સારી રકમ મળ્યા વિના રહે જ નહિ. તે પછી પ્રમુખને ઉપકાર માની મેળાવડે વિર્સજન થયો હતો.