________________
સારૂ નિર્ણિત થાય છે, અને પુરૂષાર્થ વિના તેમાંથી મુક્ત થવું બહુ કઠિન થઈ પડે છે. જેમ જેમ અમુક કાર્ય વા વિચાર વિશેષ વિશેષ આચરવામાં વા સેવવામાં આવે તેમ તેમ તેના સંસ્કારે દીર્ઘ થતા જાય છે; અને સમય જતાં એવા બળવાન થાય છે કે બળવાન પુરૂષાર્થ અને સુસંસ્કાર વિના તે મને નિર્મળ કરી શકાતા નથી. જેમ કોઈ ક્રિયા બળવાન હોય તેમ તેની પ્રતિક્રિયા માટે તેથી પણ વિશેષ બળ વાપરવાની આવશ્યક્તા રહે છે. પરંતુ નિર્બળ અને નિશ્ચય વિનાનું મન પ્રતિક્રિયા માટે વિશેષ અનુચિત બને છે. આથી કોઈ કાર્ય કરતાં અગાઉ પ્રારંભમાં વિચાર કરી કાર્યની પસંદગીની ખાસ આવશ્યકતા છે.
શ્રી જૈન શ્વેતાંબર બેડિંગનો દ્વિતીય વાર્ષિક મેળાવડો
આ બાર્ડિગના બીજે વાર્ષિક મેળાવડો ગયા માસની તારીખ ૮ મીએ કવીશ્વર ચુનીલાલ દલપતરામના પ્રમુખ પણ નીચે મળ્યો હતો. પ્રથમ મંગળાચરણ થઈ રહ્યા પછી તેના સેક્રેટરી વકીલ મોહનલાલ ગોકળદાસે ૧૮૦૮ની સાલનો રીપોર્ટ વાંચી સંભળાવ્યો હતો. તે રીપોર્ટ પરથી માલૂમ પડે છે કે ગયા વર્ષમાં ૮૫ થી ૧૦૦ વિદ્યાર્થીઓએ આ બોર્ડિગનો લાભ લીધો હતો. શેઠ લલુભાઈએ ઉદારતાથી આપેલી એક લાખની રકમ ઉપરાંત આ બેડિંગ પાસે આશરે ૨૬૦૦૦ રૂપીઆની શીલક છે. તેનું કામ ચલાવવાને એક મે
નંગ કમીટી નીમવામાં આવેલી છે, તેમાં ૧૪ સંગ્રહ સભાસદો છે. તેના ચેરમેન શેઠ લલુભાઈ રાયચંદ છે અને તેના સેક્રેટરી મી. મોહનલાલ ગોકલદાસ વકીલ છે. તેની દેખરેખ રાખવાને મી શંકરલાલ ડાહ્યાભાઇને સુપ્રીટેન્ડેન્ટ તરીકે નીમવામાં આવેલા છે. જેમાં વિદ્યાર્થીઓને ધાર્મિકજ્ઞાન આપે છે તેમ વ્યવહારિક જ્ઞાનમાં પણ બનતી મદદ કરે છે. વિદ્યાર્થીઓને શાળાના અભ્યાસની ખાસ મદદ માટે માસ્તર જેઠાલાલ નાનાલાલને રૂ. ૧૦) ના પગારથી નિમવામાં આવ્યા છે જેઓ દરરોજ વિદ્યાર્થીઓને બે કલાક શાળાનું શિક્ષણ આપે છે. આ વર્ષમાં આઠ હજારનું ખર્ચ થયું છે. અને આવક પણ લગભગ તેટલીજ થયેલી છે. વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામ ઉપરથી જણાય છે કે તેઓનો વિદ્યાભ્યાસ સંતોષકારક છે, અને