________________
૩૦
કતી નથી. આપણે સાક્ષાત જોઈએ છીએ કે વ્યસની મનુષ્યો વ્યસનનું દુષ્ટ પરિણામ અનુભવવા છતાં તેનાથી મુક્ત થઈ શકતા નથી. તેવી જ રીતે વ્યભિચારી મનુષ્ય શરીરના વ્યાધિનો ભય સમજતાં છતાં પણ તેમાંથી મુકત થઈ શક્તા નથી. વિષયી મનુષ્ય સમજે છે કે વિષથી વિચારેના મિ સ્પા સેવનનું પરિણામ શરીરની ક્ષમતા અને વ્યાધિ સિવાય અન્ય કંઈ આવતું નથી; છતાં તે દુઃખ સહન કરવાનું જોખમ ખેડીને પણ પિતાની દુષ્ટ વાસનામાંજ ભો રહે છે. આથી સિદ્ધ થાય છે કે મુખઈથી સુખ માની પસંદ કરેલા માર્ગમાંથી પાછળથી ફેરફાર કરો બહુ વિકટ અને દુસાધ્ય થઈ પડે છે. સારાં કે નરસાં જે સંસ્કારો મનપર પડે છે, તે અસરો દૂર કરવાને સુખ દુઃખની લાગણી પણ પુરતી વિજયી થઈ શકતી નથી; કારણ કે જો તેમ થતું હોય તો કેદીઓના મન પર પડેલા કુસંસ્કારોને કારાગ્રહ નિર્મળ કરી શકત. પરંતુ તેમ થતું કવચિત જ દ્રષ્ટિગોચર થાય છે. First impressions last longest 312etril 2434? Ell sin EN રહે છે –
લઘુક્ષ વાળ્યું વળે જેમ વાળા, તમે તેમ છોટાપણે ટેવ ટાળે; કુડી કે રૂડી દુષ્ટની કે દયાળી, પડી ટેવ તે તે ટળે કેમ ટાળી. (દલપતરામ)
આટલું છતાં સુખ વા દુઃખની લાગણી એ મનના નિગ્રહનું સબળ સાધન છે. સુખ વા દુ:ખ મનુષ્યને દૃષ્ટિગોચર થતું નહોત તે ભાગ્યે જ કોઈ મનુષ્ય સન્માર્ગ ચાલી સાકર્મ આચરત. ધર્મને નીતિને નિયમો તોડવાથી પણ તેવીજ રીતે શિક્ષાને પાત્ર થવું પડે છે.
સગુણી મનુષ્ય તંદુરસ્ત અને ઈશ્વરને અભિમુખ રહી શકે છે. શારીરિક વ્યાધિ અને મનના કલેશમાંથી મુક્ત રહી આરોગ્ય અને સ્વસ્થતા અનુભવે છે. આ પ્રમાણે સુખ દુઃખની લાગણી મનને નિયત કરવામાં સબળ સાધન છે. છતાં જે તેની અવગણના કરવામાં આવે તો મન પર તેને અંકુશ ક્રમશઃ ન્યુન થાય છે. ક્રિયા શક્તિને નિયમમાં રાખનાર અને પ્રેરક સુખ દુઃખની વિચાર શ્રેણિ છે. છતાં મનુષ્ય પ્રત્યક્ષ વા પરોક્ષ; વર્તમાન વા ભવિષ્યના સુખ દુઃખની પસંદગી સમયે જેવું વલણ ધારણ કરે છે, તે વલણપર તેના ભવિષ્યનો આધાર છે. આ પસંદગીમાં જ મહાપુરૂષો સિવાય સર્વ મનુષ્યની ભૂલ થતી દષ્ટિગોચર થાય છે. ક્ષણીક સુખથી મોહ પામી જેવી પસંદગી કરવામાં આવે છે, તેવું ફળ મનુષ્યને ભોગવવું પડે છે, એટલું જ નહિ પણ તે પસંદ કરેલાં સુખની પરિસ્થિતિ અને સંગોમાંથી પણ મુક્ત થવું મુસ્કેલ થઈ પડે છે. તે તે સંગ અને પરિસ્થિતિ ભવિષ્યને માટે તેના