SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આટલું છતાં આપણે ભુલવુ ન જોઈએ કે પૂર્વોક્ત રીતે કાર્યરૂપે ક્રિયા એ વિચારના સ્કુલ કારણરૂપે છે. જો કે એવા સામાન્ય નિયમ થઈ શકે નહિ કે દરેક ક્રિયા એ વિચારનું જ પરિણામ હોય અર્થાત્ વિચારમાંથી ઉપજી હાય, પરંતુ એક દરે ખેતાં ઇરાદા પૂર્વક થતી એવી સર્વ ક્રિયામાં વિચારની સામેલગીરી વ્હાય છે. આથીજ એમ કહેલું છે કેઃ— મન વ મનુથાળાં ારનું યંધમોક્ષચો। મન એજ અધ અને માક્ષનું કારણ છે. મન અર્થાત્ વિચારવડે જ સારા નરસાને ભેદ સમજી શકાય છે; અને નાનિગ્રહવડેજ ઈન્દ્રિયનિગ્રહ સાધી શકાય છે. જોકે ઉભઅને પરસ્પર નીકટના સંબંધ છે, અને દેહદમનથી મનેાનિગ્રહ સાધી શકાય છે, છતાં દેહદમનના હેતુ સમયાવગરનું દેડદમન કષ્ટરૂપ ગણાય છે. તેવા અજ્ઞાન મનુષ્યની ક્રિયા કન્નેશરૂપ ગણાય છે. સાધ્ય વસ્તુના હેતુ જ્ઞાન વિના જેમ તે સિદ્ધ થઇ શકતી નથી, તેમ મનેાનિગ્રહના ઉદ્દેશ વિનાનુ દેહદમન મ નાનિગ્રહ સાધી શકતું નથી. મન ઈંદ્રિયરૂપી અશ્વને અંકુશમાં રાખવા માટે લગામરૂપ છે. જે તે શિથિલ હાય તા ઈંદ્રિયરૂપી અશ્વ સ્વતંત્ર રીતે વર્તે છે. અમુક અવિહિત રસ્તે જવાને મતનેજ જો ખાસ કંટાળેા હોય તે ઈદ્રિયની ગમે તેટલી પ્રબળ લાલચ તેને તે રસ્તે લઇ જઇ શકે નહિ. આથી સિદ્ધ થાય છે કે મનુષ્યની આત્મિક ઉન્નતિ વા અવનતિ તેના મનને અવલબીને છે. જેમ સારૂં નરસુ' મનવર્ડ સમજાય છે, તેમ સારૂં નરસું કાઈ પણુ કાર્ય આચરવામાં પ્રબળ સાધન પણ મનજ છે. મનના સ્વભાવ એવા છે કે એક વાર ચિંતવેલુ પુનઃ તેને સ્મરણમાં આવે છે. ભૂતકાળના એક વિચાર અનેક ભવિષ્યના વિચારનું સાધન થઈ પડે છે. દરેક મનુષ્ય જો વિચાર કરે તે તેને જણાય કે તેના વતૅમાનના સર્વ વિચારે તેના ભતકાળના વિચારનું જ પરિણામ છે. કોઇ પણ મનુષ્યને માટે સારે! કે નરસે વિચાર સરળ કરી આપી ભવિષ્યની સારી કે નરસી સતિ ઉભી કરી આપનાર ભૂતકાળજ છે. ભુતકાળમાં કરેલા વિચાર તેજ સમયે એ નિર્મળ કરવામાં ન આવ્યો હોય તે આપણી સમક્ષ અનેક પ્ર સંગે રજી થયાં કરે છે. અને મનપર પેાતાનું સામ્રાજય ભગવે છે. મન તેની મેાહજાળમાંથી બચી શકતુ નથી. અમુક વિચારનું ચિ ંતવન પુનઃ પુનઃ થવાને લીધે મદ્યુત અસર મતપર થાય છે. એથી આખરે તેની પસંદગીની શક્તિ અને સંકલ્પ શક્તિ તદ્દન મદ અને નિર્બળ થઈ રહે છે. અર્થાત તે ટેવાયેલા અને દ્રઢ થયેલા સંસ્કારેમાંજ તેઓ મનને પશુ કે. રણા કર્યો કરે છે, સુખ દુઃખની લાગણી પણ તેને અન્ય માર્ગે વાળી શ
SR No.522001
Book TitleBuddhiprabha 1909 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy