SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason.). ब्रह्मानन्द विधानके पटुतरं शान्तिगहद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ॥ વર્ષ ૧ લું. તા. ૧૫ મી એપ્રીલ સન ૧૯૦૯. અંક ૧ લે. ઉપકાર મહિમા. ઝૂલણા છંદ કાર્ય ઉપકારનાં કીજીએ માનવી, લક્ષ્મીથી લીજીએ સત્ય કહાવે; જ્ઞાનિને હાયથી સત્ય ઉપદેશથી, સત્ય આનંદને ભવ્ય પાવો. કાર્ય. ૧ ધર્મઉપદેશથી સત્ય ઉપકાર છે, જીવને દુઃખમાંથી બચાવો, જીવનની સફળતા સત્ય ઉપકારમાં, કાર્ય પરમાર્થનાં દીલ થાવો. કાર્ય. ૨ ભગ્ય ઉપકારીના દીલમાં છે દયા, દીલ ઉપકારીનું સ્વચ્છ રહે; ધન્ય છે જગતમાં જન્મ ઉપકારીને, સ્વર્ગને સિદ્ધિ પણ તેહ લે. કાર્ય. ૭ બાહ્યમાં કયાં રમે મહવનમાં ભમે, કાર્ય ઉપકારનાં દીલ ધારો; જગતમાં માન પામે અહો પ્રાણિઓ, સત્યઉપકારથી જીવ તારે. કાર્ય. ૪ પૂજ્ય તીર્થેશ્વરા દેશના દઇને, પ્રાણિના સ્તકને શિધ્ર તારે; પરમ ઉપકારમાં કર્મનો નાશ છે, જન્મની સફળતા સત્ય સારે. કાર્ય, ૫ રાચશે સ્વપર ઉપકારમાં માનવી, પરમ ઉપકારથી કાર્યસિદ્ધિ; બુદ્ધિસાગર સદા સત્ય ઉપકારથી, પામિએ સયતન્ય રૂદ્ધિ. કાર્ય. ૬
SR No.522001
Book TitleBuddhiprabha 1909 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy