SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યો (યોગ) તેજ આસ્રવનાં કારણ છે. તે મોગ અથવા શરીરોગનાં દ્વાર ખુલ્લાં કરે છે અને તે તે દ્વારા કર્મ આત્માપર ચઢાઈ કરતું હોય એમ લાગે છે. તે વખતે જે આત્મા સમભાવ ન રાખી શકે એટલે કે જે તે માણસને સમ્યક દર્શન ન હોય, વ્રત પાળતો ન હોય, અથવા પિતાના કાર્યમાં પ્રમાદી હોય અથવા મનેવિકાને તાબે કરતો ન હોય, તે આ સઘળી બાબતેમા એક અથવા બધી બાબતોમાં રાગને વશ થઈને આત્મામાં કર્મની વર્ગણ રહે છે. અથવા જૈનો કહે છે તેમ બંધ પડે છે. પણ આસવ અથવા કર્મનું આવવું તે અટકાવી શકાય. આને સંવર કહે છે. આ પ્રાથમિક વિચારો ઉપર જેને એ તત્વ જ્ઞાનની ઈમારત ચણી છે. આ જગતના પ્ર નો ખુલાસે આપવાને, અને મોક્ષનો માર્ગ બતાવવાનેસાંખ્યોની માફક-જુદે જુદે માર્ગે તે ઉપયોગી થાય છેઆ બાબત સ્પષ્ટ કરવાને બીજી કેટલી બાબતે હું રજુ કરવા માગુ છુ. અસ્તવને રોધ અથવા સ વર ચારિત્રના અમુક નિયમો પાલવાથી, મન, વચન, અને કાયાના વિકારને વશ કરવાથી શુદ્ધ નીતિથી, ધ્યાનથી, અને શુભ કે અશુભ વસ્તુઓ તરફ ઉદાસીનભાવ રાખ. વાથી થઈ શકે છે. તો પણ સાથી સારો ઉપાય આ કામ વાસ્તે તપનો છે બીજા સાધના કરતાં આ સાધનમાં વધારે બીના એ છે કે કર્મને સંયય તેથી થતો અટકે છે, એટલું જ નહિ પણ જે કર્મ સંચિત ( સત્તામાં હોય તે પણ બળી જાય છે. તપ આ પ્રમાણે નિર્ભર કરે છે, અને મોક્ષ ભણી લઈ જાય છે. યતિ ધર્મમાં આશા રાખી શકાય તે પ્રમાણે તપ તે મુક્તિનું પરમ સાધન તેઓ માને છે, તપનો જે સામાન્ય અર્થ છે તેના કરતાં કાંઈક જુદા અર્થમાં તપશબ્દ જૈન ધર્મમાં વપરાયેલો છે. શારીરીક તપ, અથવા બાહ્ય તપ અને અત્યંતર તપ અથવા માનસિક તપ એમ તપના બે પ્રકાર છે. શારીરિક તપનો ઉપવાસ કરવામાં, ઘેટું ખાવામાં સ્વાદરહિત છેરાક ખાવામાં, અથવા શરીરને આરામ નહિ આપતાં કષ્ટ આપવામાં, સમાવેશ થાય છે. માનસિક તપના જુદા જુદા વિભાગ છે. પશ્ચાતાપ વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાનમાં માનસિક તપને સમાવેશ થાય છે. હું એક બાબતઉપર તમારું ધ્યાન ખેંચવા માગું છું કે જેનાએ શિખવેલા તપના માગમાં ધ્યાન તે નિર્વાણ પ્રાપ્ત કરવાના પગથીઆમાંનું એક છે. જે કે નિર્વાણ ધ્યાનના બે પવિત્ર પાયા પછી તરતજ પમાય છે. તે પણ તપના સઘળા વિભાગો તેટલાજ ઉપયોગી છે. જયારે આપણે જૈન તપ સાંખ્યગના તપની સાથે સરખાવીશું ત્યારે ઉપરની બાબતની સત્યતા વધારે સારી
SR No.522001
Book TitleBuddhiprabha 1909 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy