________________
૧૨
રીતે સમજાશે. સાંખના વેગમાર્ગમાં જૈનના તપના કેટલાક વિભાગ સમાઈ જાય છે, પણ તે વિભાગો ધ્યાન અથવા સમાધિ કરતાં ઉતરતા છે. ખરેખર આખા યોગમાર્ગને પાયે ધ્યાન અથવા સમાધિ છે. ધારણું ધ્યાન અને સમાધિની ત્રિપુટી કરતાં બધા તપના વિભાગે ઉતરતા છે. જ્ઞાન ઉપર સાધ્ય બિંદુ પ્રાપ્ત કરવાનો આધાર છે, એવી વિચાર પદ્ધતિમાં ઉપર જણાવેલી બાબત સ્વાભાવિક છે. અતીન્દ્રિય શક્તિઓ ( લબ્ધિઓ ) પ્રાપ્ત કરવાને અને આત્માને મુક્ત કરવાને ધ્યાનની આવશ્યકતા છે, એમ જણાવવાને બુદ્ધિ, અહંકાર અને મનથી આરંભીને પ્રકૃતિના પ્રકટીકરણને સિદ્ધાંત શોધવામાં આ વ્યા હોય એમ મને તે લાગે છે. સાંખ્યયોગ તે યતિઓને તત્વજ્ઞાન માર્ગ છે. પણ તેઓનું યતિત્વ ઘણું જ સૂમ છે, અને બહુજ ઉચ્ચ પ્રકારનું આ ધ્યાત્મિક છે; જૈનોનું યતિત્વ પ્રાથમિક છે. તેનો મુખ્ય ઉદ્દેશ કમેના મળથી આત્માને મુક્ત કરવાનો છે. તે વખતમાં ચાલતા યતિત્વમાં જૈન ધર્મે કેટલોક સુધારો કર્યો હશે. શરીરને જાણી જોઈને પીડા આપવી વગેરે હદબહાર તપના પ્રકારનો જેનોએ ત્યાગ કર્યો. પણ તપના અથવા વ્યતિપણાના સ્વરૂપ માં ફેરફાર કર્યો નહિ. બ્રાહ્મણોના યોગમાર્ગ કરતાં પણ જુની પદ્ધતિને જેને એ પ્રચલિત કરી, અને તે ઉપરથી એવા પ્રકારના જુના વખતના ધાર્મિક જીવનનો આપણને ખ્યાલ આવે છે, કે જે જીવનમાં પ્રાથમિક કલ્પનાઓની એધાનીઓ આપણને જણાય છે. તે કલ્પના પ્રમાણે એવા પ્રાથમિક વિચારે માલુમ પડે છે કે જેનો આ લેખમાં ખ્યાલ આપવા મેં પ્રયાસ કર્યો છે.
છેવટ હું તત્ત્વજ્ઞાનની ત્રીજી વિચાર શ્રેણીને વિચાર કરીશ. તે વિચાર શ્રેણી અથવા પંડિતોનું તત્ત્વજ્ઞાન, ન્યાય અને વિશેષિક મતના નામથી જાણીતું છે. આ તત્વજ્ઞાનનું લક્ષણ એ છે કે, જે લેકે સંસ્કૃત ભાષા બોલે છે, તેઓના સર્વના સામાન્ય વિચારો અને ભાવની નોંધ લેવી, વ્યાખ્યા, આપવી, અને તેમને પદ્ધતિસર ગઠવવા પ્રયત્ન કરે. આવા તત્વજ્ઞાન તરફ જૈનોને પણ કેટલેક અંશે આકર્ષણ થયું હતું. કારણ કે આપણે પ્રથમ જણાવી ગયા તેમ જેને વ્યવહારિક દ્રષ્ટિથી જોનારા છે, અને ખરેખર ઘણું જૈનોએ ન્યાય અને વૈશેષિક વિષે લખ્યું પણ છે. પણ જયારે જન વિચાર શ્રેણી રચાઈ ત્યારે તૈયાયિક અને વેદાંતી અથવા ધર્મ શાસ્ત્રના જા. પુકારમાં ભેદ પડ્યો એમ ન હતું. નિયાયિકના નામને યોગ્ય થાય તેવો વર્ગ ખરેખર તે વખતમાં નહોતો. અને તેથી તે ના તત્ત્વજ્ઞાનની ખામી હતી, અને જૈનની ચાલતી આવેલી દંતકથા પણ એજ બાબત જણાવે છે કારણ કે તેમના મત પ્રમાણે વિશેવિકમતને સ્થાપનાર ચિલ્ય રેહ ગુપ્ત હતો. તે