________________
સ્થાને અર્થ “હોય” એવો થાય છે અને “ કથંચિત”એ શબ્દથી સમજાય છે. “ કથંચિત ”ને અર્થ “કેટલેક અંશે” એવો થાય છે. આ સ્થળે સ્યાત અસ્તિના વિશેષણરૂપે મુકવામાં આવેલું છે અને તે તત્વનું (અસ્તિત્વનું) અનિશ્ચિતપણું અથવા અનેકાતપણું દર્શાવે છે. દાખલા તરીકે આ પણે કહીએ છીએ સ્થ : આત્તિ ઘટ અમુક અપેક્ષાએ હયાતી ધરાવે છે ઘટની અપેક્ષાએ ઘટ છે, પણ પટની અપેક્ષાએ ઘટ નથી.
આવા દેખાતા નયવાદનું કારણ એ જણાય છે કે વેદાંતે પ્રતિપાદન ક રેલી તત્ત્વની અદિતીયતા અને સર્વવ્યાપક્તાના સામે તત્વને બચાવ કરે. આ પ્રમાણે અસ્તિ છે) અને નાસ્તિ નથી) એવા બે વિશેષણે લગાડવામાં આવે છે. ત્રીજું વિશેષણ અવક્તવ્ય છે. એક જ પદાર્થમાં એક જ વખતે અસ્તિભાવ અને નાસ્તિભાવ રહેલા હોવાથી, અને આવા પરસ્પર વિરૂદ્ધ ધર્મનું પ્રતિપાદન ભાષાના કેઈ પણ શબદથી થઈ શકે તેમ ન હોવાથી, અવક્તવ્ય નામને ત્રીજો ભાંગે પાડવામાં આવ્યો છે. આ ત્રણ ભાંગાને જુદી જુદી રીતે ગોઠવવાથી સાત ભાંગા થાય છે જે સ્યાદ્વાદની સપ્તભંગી નામે ઓળખાય છે. આ સિદ્ધાન્તનું લંબાણથી વિવેચન કરી હું તમારી ધીરજની કસોટી કાઢવા માગતા નથી. આ સિદ્ધાન્ત અનેકાન્તવાદપરથી ફલિત થયેલો છે, તેમ સઘળા માનસિ કે શાસ્ત્રના પ્રશ્નના ખુલાસાની કુંચીરૂપે આ સ્યાદ્વાદનો સિદ્ધાન્ત છે એમ જૈનો માને છે, એટલું તમને બતાવી શક્યા હોઉં તે બસ થયું.
નોન સિદ્ધાન્ત જેના વિષે હું પ્રથમ કહી ગયા તે સ્વાદાદના સિદ્ધાતની સાથે અતિશય સંકલાયેલો છે. નય તે સત્યને દર્શાવવાના વિવિધ માર્ગ છે. જેના મત પ્રમાણે સઘળી વિચારશ્રેણીઓ કાતિક છે અને તેથી તેમાં સત્યનો અંશ રહેલે છે (પણ સંપૂર્ણ સત્ય નથી.) નય સાત છે. ચાર વિચારને લગતા છે અને ત્રણ શબ્દને લગતા છે. આ વિવિધતાનો હેતુ એ છે કે વેદાન્તઓ માને છે તેમ તત્વ સાદું નથી પણ અનેક અપેક્ષાવાશું છે. તેટલા માટે કોઈ પણ વસ્તુનું વર્ણન અથવા લક્ષણ અસંપૂર્ણ અને
એકદેશીય હોવું જ જોઈએ. અને જે આપણે વિચાર દર્શાવવાની એક પદ્ધતિજ અનુસરીએ તે જરૂર આપણે આડેમાર્ગે દોરવાઈ જઈશું.
આમાં બહુજ ઉંડી કલ્પનામય હોય એવું કંઈ ભાસતું નથી તેથી ઉ લટું ઉપનિષદની કલ્પનાઓની સામે વ્યવહારિક દૃષ્ટિની સ્થાપનાનો વાદ જેને હોય એમ લાગે છે. જો કે તેને મળ ઉદેશ હેના ક્ષણવાદનીસામે થવાને ન હતો પણ તેમને વાદ તે ક્ષણવાદની વિરૂદ્ધ ચલાવવામાં આવેલ છે. પણ આપણે એમ કહી શકીશું નહી કે જે