________________
નેનો મત ખુલ્લી રીતે અથવા જાણી જોઈને બુદ્ધિના વાદની વિરૂદ્ધ જાય છે, તેમજ તેના વિરૂદ્ધ થવા માટે ચલાવવામાં આવ્યો હતો એમ પણ કહી શકાય નહિ. આ બાબત ઐતિહાસીક દષ્ટીએ પણ ખરી કરે છે, કારણ કે અસલના ઉપનિષા કાળ પછી ઘણુ વર્ષે મહાવીરનું શાસન ચાલ્યું પણ તે બુદ્ધના સમકાલીન હતા. તેટલા માટે બ્રાહ્મણની કલ્પનાશક્તિના સિદ્ધાન્ત દર રહે તેવી કોઈ વિચારપદ્ધતિ રચવાની તેને જરૂર પડી હતી. પણ નવા સ્થપાયેલા બુદ્ધધર્મના સંબંધમાં તેની સ્થિતિ જુદા જ પ્રકારની હતી.
જૈન તત્વજ્ઞાનને અને સાંખ્ય તત્વજ્ઞાનને શું સંબંધ છે તે હજુ સુધી મેં દર્શાવ્યો નથી. આમાં વિચારની સામ્યતા વિશેષ માલુમ પડે એવી સ્વાભાવિક રીતે આશા રાખી શકાય. કારણ કે બન્નેનું તત્વજ્ઞાન એકજ પ્રકારના ધાર્મિક પુરો-શ્રમણ અથવા યોગીઓમાંથી જન્મ પામેલું છે. યોગના ક્રિયામાર્ગ સંબંધી, યોગનાં સાધન અને સાધ્ય સંબંધી, એમ સાબીત કરવામાં આવેલું છે કે બ્રાહ્મણને, જેનોને, અને બેનો યોગ એક બીજાને બહુજ મળતો આવે છે. અને તે સર્વનું ઉત્પત્તિસ્થાન એક હતું તે બાબત શંકા જેવું છે જ નહી. પણ વેગના ક્રિયામાર્ગના સંબંધમાં જે તાત્ત્વિક વિચાર છે, અને જે લેગ માર્ગને સાબીત કરે છે તેની સાથે જ મારો સંબંધ છે.
સાંખ્યોને તત્વવાદ ઉપનિષદના અને સામાન્ય વ્યવહારિક વાદની વચ્ચે મધ્ય માર્ગ છે. સાંખ્ય લોકે આમા અથવા પુરૂષના સંબંધમાં વેદાંતને વાદ અંગીકાર કરે છે અને માને છે કે પુરૂષો નિત્ય અને અધિકારી છે અને જ્યારે તેઓ જણાવે છે કે પ્રકૃતી અથવા જડ પદાર્થમાં ક્ષણે ક્ષણે ફેરફાર થયાં કરે છે ત્યારે તેઓ વ્યવહારિક વાદ સ્વીકારે છે. સાંખ્ય લોકો પ્રતિપાદન કરે છે કે પુરૂષ આત્મા સિવાયની સર્વ વસ્તુઓ એક પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી છે અને જૈનો પણ તેવી જ રીતે માને છે કે જીવ–આત્મા સિવાયની સર્વ વસ્તુઓ પુલનાં જુદાં જુદાં રૂપાંતરે છે. પુલ એકજ છે અને તેનામાં અનેક રીતે વૃદ્ધિ પામવાને સ્વભાવ છે. આ ઉપરથી જણાશે કે જડવસ્તુના સંબંધમાં સાંખ્યો અને જૈનોનો મત એક સરખેજ છે. તેમના મત પ્રમાણે જડ વસ્તુમાં ગમે તેવું રૂપ ધારણ કરવાની શક્તિ છે. અહીં કહેવું જોઈએ કે આ વિચાર તદન પ્રાચીન વખતને છે. પ્રાચીન લોકો આ મતને કબુલ કરતા હતા
એટલું જ નહી પણ કુદરતી રીતે અથવા જાદુથી થતી વિ દયાના સર્વમાન્ય સિદ્ધાતમાં પણ તે રહે છે. હું તમને એ જણાવવા ઈચ્છા રાખું છું કે જેને અને સાખ્ય લોકોએ જડ વસ્તુના એક સરખા વિચારથી પ્રારંભ કર્યો, પણ જુદી જુદી રીતે તેનું વિવરણ કર્યું. સાંખ્ય લોકો એમ શીખવે છે કે