SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નુસર્યો અને તે બુદ્ધિ પ્રમાણે તે તત્વને નિત્ય સ્થાયી અને અદ્વિતીય માનવાને દેરાયા. બુદ્ધિધમનુયાયીઓ સામાન્ય અનુભવ પ્રમાણે વિચાર કરવા દેરાયા; અને તે પ્રમાણે દરેક તત્વ ઉત્પત્તિ અને વિનાશને આધીન થતું તેમને લાગ્યું બ્રાહ્મણોને વતઃ સિદ્ધ સિદ્ધાત અને બુદ્ધિધમનુયાયીઓને અનુમાનજન્ય સિદ્ધાંત જયારે આપણે અંતઃકરણમાં ઉત્પન્ન થતા અનેક પ્રશ્નાના સમાધાન અથે કામે લગાડીએ છીએ, ત્યારે તે બંને અડચણથી ભરેલા લાગે છે. તે અડચણા એવા પ્રકારની છે કે અંગીકાર કરેલા સત્યમાં સંપૂર્ણ શ્રદ્ધા સિવાય દૂર થઈ શકે નહિં. જેનેએ આ સંબંધમાં નીચે જણાવેલી સ્થિતિ ગ્રહણ કરી છે. તેઓ જણાવે છે કે દરેક તત્વ ઉત્પત્તિ, દૈવ્ય અને વિનાશયુક્ત છે. આ વાદને તેઓ અનેકાંતવાદ કહે છે. તેઓના વિચારનો સાર આ પ્રમાણે છે. દ્રવ્ય તરીકે દરેક વસ્તુ નિત્ય છે, પણ તેઓના પર્યાયે ઉપજે છે અને વિનાશ પામે છે. દાખલા તરીકે તે દ્રવ્ય ગમે તેવું રૂપ ધારણ કરે તો પણ દ્રવ્ય તરીકે દરેક વસ્તુ હયાતી ભેગવ્યાજ કરે છે; આ રીતે દ્રવ્ય તરીકે માટી નિત્ય છે. પણ માટીના બનાવેલા ઘડાને આકાર અથવા રંગ ઉત્પત્તિ પામે તેમજ વિનાશ પણ પામે. આ ઉપરથી જણાશે કે તત્વનું સ્વરૂપ જૈનદષ્ટિએ તે વ્યવહારિક સ્વરૂપનું પ્રતિપાદન છે અને તેને બહુ અગત્યતા આપવામાં આવી હતી, એમ માનવું તે કઠણ લાગશે, પણ આ સ્વરૂપને જૈનતત્વજ્ઞાનને માનસિક પાકે ગણવામાં આવે છે. સ્વાદાદ અને નયના સંબંધમાં જ્યારે આપણે આ બાબતને વિચાર કરીએ છીએ ત્યારે તેની અગત્યતા વિશેષ સમજાય છે. જૈન પ્રવચનને બદલે સ્યાદ શબ્દ વાપરવામાં ઘણી વાર આવે છે. દા. ખલા તરીકે શ્રીમદ હેમચંદ્રાચાર્ય સ્યાદ્વાદમંજરી નામને ગ્રન્થ ૨ઓ છે, અને તર્કવાદના ફાંસામાંથી સત્યને બચાવનાર તરીકે સ્વાદના તેઓ મગરૂર હોય છે. સ્વાદમાં રહેલું અંતતત્વ નીચે પ્રમાણે છે. તત્ત્વનું સ્વરૂપ સ્વાભાવિક રીતે અનેકાંત હોવાથી, અને ઉત્પત્તિ વ્ય અને વિનાશ જેવા વિરૂદ્ધ ધર્મનું બનેલું હોવાથી, અનેકાંતની અપેક્ષાએ આપણે તે તત્વના સં. બંધમાં અમુક ગુણનું પ્રતિપાદન કરી શકીએ. કહેવાનો ભાવાર્થ એ છે કે અમે પેક્ષાએ કઈ પણ માનસિક શાસ્ત્રને સિદ્ધાંત સત્ય છે, અને બીજી અપેક્ષાએ તેથી વિરુદ્ધ ગુણવાળો સિદ્ધાંત પણ સત્ય કહી શકાય. આ પ્રમાણે આ સિદ્ધાંતના સાત ભાગ પાડવામાં આવેલા છે અને તે દરેકમાં મ્યાત શબ્દ વા પરવામાં આવેલ છે. દષ્ટાન્ત તરીકે તથા સર્વ ચાનારત સર્વ
SR No.522001
Book TitleBuddhiprabha 1909 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy