________________
તથા રામચંદ્ર અને લમણે માતાનો વિનય કર્યો છે, તેવી રીતે વિનય કરવો જોઈએ. પુત્ર અને પુત્રીઓમાં જે કોઈ વિનયવંત હોય છે તેના ઉપર માતાનો વિશેષ પ્રેમ હોય છે, માતાના વિનયથી પુત્ર પુત્રીઓનાં હદય નિર્મલ બને છે. જ્યારે ગંગા અને યમુના નદીને જે લોકે નમઃ સ્કાર કરે છે તેઓએ વિચારવું કે શું નદીઓના કરતાં માતાને ઉપકાર ઓછો છે ? નદી કરતાં શું માતા મેટી નથી, પુત્ર પુત્રીઓએ માતાને સવારમાં પગે લાગવું જોઈએ. અને મન વચન અને કાયાથી માનો વિનય કરવો જોઈએ. માનો વિનય કરવો એ દુનિયામાં પ્રથમ કર્તવ્ય કૃત્ય છે. મા ગાંડી હોય તો પણ માનો વિનય ચુકવો નહીં. માની આશીષથી પુત્ર પુત્રીઓ જગતમાં યશકીતિ પામે છે, જે પુત્ર પુત્રીઓ માતાને વિનય કરતા નથી તેમના રૂપમાં ધૂળ પડી, તેમના ડહાપણમાં પણ ધૂળ પડી; જગતમાં માતાને વિનય કરવાથી પુત્ર પુત્રીઓ ભણી શકે છે. માતાની આજ્ઞા મસ્તકે ચઢાવવી તેમનું મન વતીને પ્રવૃત્તિ કરવી, વૃદ્ધાવસ્થામાં તે વિશેષે કરી માતાનો વિનય કરો. ધર્મકૃત્યમાં વિશેષતઃ માતાને સાહાય આપવી, માતાની આગળ રફ દેખાડવો નહીં, માતા કદી ખોટું લાગે અને લાગણી દુ:ખાય એવું બોલે તે પણ સહનશીળતા રાખવી. માતાને એક મોટી દેવી કરતાં પણ વિશેષ માન આપવું. જે દેશમાં માતાને વિનય સચવાય છે તે દેશોની ઉન્નતિ થયા વિના રહેતી નથી. માતાનો વિનય આત્મોન્નતિમાં ધારભૂત છે.
पितानो विनय. જેના યોગે જન્મ થાય છે તે જનક કહેવાય છે. માતાની પેઠે પિતાને વિનય પણ કરવા ચૂકવું નહિ. પિતા અનેક દુઃખ વેઠી પુત્રનું બારણું પિષણ કરે છે. ચકલી અને ચકલે પોતાનાં નાનાં બચ્ચાંને માટે જ્યાં ત્યાંથી ખાવાનું લઈ આવે છે અને બચ્ચાંનું પોષણ કરે છે. વાઘેણ બચ્ચાને જન્મ આપે છે ત્યારે વાઘ રક્ષણ કરે છે. તિઓમાં પણ બચ્ચાંઓ તરફ આવો નેહ રહે છે તો પિતાનો પુત્ર પુત્રીઓ તરફ સ્નેહ રહે એમાં શું આશ્ચર્ય ? પિતાનો સ્નેહ કંઈ તોળ્યો તોળાતું નથી. પિતાને ઉપકાર સંભારીને પુત્ર પુત્રીઓએ પિતાનો વિનય સેવ. હે પુત્ર પુત્રીઓ ! તમે પણ જ્યારે પિતા અને માતાની પદવીને પ્રાપ્ત કરશે ત્યારે તમારા ઉપર તમારા પુત્રો તથા પુત્રીઓ તેવા વિનયથી વર્તશે. પિતાનો વિનય શ્રી રામચંદ્રજીએ સારી પેઠે જાળવ્યો હતો. અને પિતાની આજ્ઞાને અનુસરી બારવર્ષ વનવાસ ભોગવ્યો હતો. પિતાશ્રીને વિનય