________________
“કર્મોને પૂર્વાપર સંબંધ.” (લેખક, ભેગીલાલ મગનલાલ શાહ, મુ. ગોધાવી )
कृतकर्मक्षयोनास्ति कोटिकल्पशतैरपि ।
अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ॥ કે કરેલાં કમને શત કરેડ ક૫ સુધી પણ ક્ષય થતો નથી. સારું કે ન પ્રકારનું ફળ અવશ્ય ભાગવવું પડે છે.
We scatter seeds, with careless hands, And dream we never, shall see them more; But for a thousand year, their fruit appears, In weeds that mar the land, Or healthful store. The deeds we do the words we say Into still air they seem to fleet, We count them ever pasti, But they shall last In the drcad judgement,
They & wo shall meet.
જેમ મનુષ્ય ( સારાં કે નરસાં ) બીજ બેદરકારીથી વાવે છે, અને એમ ધારે છે કે તે પુનઃ તેમને જોશે નહિ, પરંતુ હજારો વર્ષ પર્યત નકામા ઘાસરૂપે વા તંદુરસ્ત રાકરૂપે તેનાં ફળો મેળવે છે, તેમ જે શબે તે ઉચ્ચારે છે, વા જે કાર્ય તે કરે છે તે તેને ખુલ્લી હવામાં અદશ્ય થતા ભાસે અને હમેશને માટે અદશ્ય થયેલા ધારે, છતાં તેઓ કાયમ રહે છે, અને ઈશ્વર (કર્મના) ભયંકર ઈનસાફમાં તેમને અને તેને મેળાપ થાય છે.
“મુઆ પછી ઇનસાફમાં, વંચાએ જો જેહ;
જેમ ઉધારો અહિ કર્યો, પુખ્ય પાપના તેહ.
વાવે તેવું લણે એ ઊંક્તિ અનુસારે મનુષ્ય જેવું બી વાવે તેવું ફળ ભગવે છે, જેમ આમ્રવૃક્ષ વાવનારને સ્વાદુ આમ્રફળ નાં વર્ષો સુધી મળે છે, તેમ લીમડાના વાવનારને કટુ લીંબાળીનો પાક વર્ષોનાં વર્ષો સુધી મળે છે. સારાં ફળોનાં સારાં બીજ રૂપી પરિવાર વડે સારાં બીજની પરંપરા ચાલે