________________
યથાયોગ્ય સંસારમાં માતાપિતાને વિનય કરે તે તેમને આવશ્યક ધર્મ છે તેથી તેમનું ભલું થાય છે.
(ચાલુ)
સમતા સુખ.
(લેખક–મણીલાલ નથુભાઈ ડોસી. બી. એ.)
*
*
+1A
.
| ડીથી તે કુંજર સુધી, આફ્રીકાના જંગલીથી તે ચક્રવતી રાજા સુધી દરેક જીવ સુખ શોધે છે. કયા માર્ગથી સુખ મળશે તે કોઈ જાણતું નથી, પણ સુખને વાસ્તે દરેક મા
ણસ પ્રયત્ન તો કરે છે. દરેક ધમ પુરૂષનું છેવટનું સા
છે ધ્યબિન્દુ મોક્ષસુખ છે. મોક્ષનો જે આપણે ધાત્વર્થ (root meaning ) વિચારીશું તે સહેજ આપણું ખ્યાલમાં આવશે કે મુક્ત થવું-સ્વતંત્ર થવું” તે મેક્ષ છે. તેવી સ્વતંત્રતા શી રીતે મેળવી શ. કાય? તે પ્રશ્ન આપણે વિચારવાનો છે. કારણ કે સ્વતંત્રતા સમાન સુખ આ જગતમાં બીજું એક પણ નથી, તેમજ પરતંત્રતા સમાન બીજું કોઈ દુઃખ નથી. જ્યાં સુધી માણસ ઈન્દ્રિયોને આધીન છે, જ્યાં સુધી તેનું મન તેના સંયમમાં નથી ત્યાં સુધી તે પરતંત્ર છે, અને દુઃખી છે. પણ જ્યારે તેનું મન તેના નિગ્રહમાં આવે છે, અને મને નિગ્રહદ્વારા જ્યારે તે ઇન્દ્રિયોને કાબુમાં રાખી શકે છે, ત્યારે તે સ્વતંત્ર બને છે. જેટલે અંશે માણસ સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે તેટલે અંશે તે સુખ મેળવવાને ભાગ્યશાળી થાય છે. ત્યારે સ્વતંત્રતા શી રીતે પ્રાપ્ત થાય એ પ્રશ્ન વિચારવાનું છે. જે રાજ્યમાં લોકોને યથેચ્છ વર્તવાની સ્વતંત્રતા છે, તે રાજ્યના લકે સુખી ગણવામાં આવે છે, પણ કેવળ રાજ્યની સ્વતંત્રતાથીજ માણસ કદાપિ સમગ્ર સુખ પ્રાપ્ત કરી શકે નહિ. કારણ કે માણસના સુખદુઃખમાં રાજયની સ્વતંત્રતા કે પરત. ત્રતા ઘણે નજીવો ભાગ ભજવે છે. જે રાજ્યની સ્વતંત્રતા એજ પરમ સુખને આધાર હેત તો ઈગ્લાંડમાં એક પણ માણસ દુઃખી ન હોત. સર્વ માણસે ત્યાં સુખ વૈભવમાં મહાલતા હેત. પણ વસ્તુસ્થિતિ વિચારતાં જશુંય છે કે ત્યાંના લોકો સુખી નથી. ત્યાંના ગરીબ માણસે કરતાં આપણો મજૂરવર્ગ હજાર દરજે સુખી છે. તેમને દુઃખી હોવાનું કારણ શું છે એ પ્રશ્નના ઉત્તરમાંજ ખરું સુખ કયાં છે તેને આપણે જવાબ મેળવી શકીશું.