________________
૨૧
રાજ્યની ભલે સ્વતંત્રતા હાય, પણ માણુસ જ્યાં સુધી ઇન્દ્રિયાના ગુલામ છે, જ્યાં સુધી શરીરને પાતે કામ્મુમાં રાખી શકતા નથી, પણ શરીરની ઈચ્છાનુસાર પાતે વતે છે, ત્યાં સુધી તે દુઃખી છે. ઇન્દ્રિયાને જેમ જેમ પેાષવામાં આવે છે, તેમ તેમ તે વિષયના પદાર્થ સારૂ અધિક અધિક તપે છે. પ્રથમ જે વિષય ઇન્દ્રિયને સુખકર લાગતા હતા તેજ વિષયના અધિક ઉપભાગ થતાં તે દુઃખ કરનારેા થઇ પડે છે, કાઇ પણ ઇન્દ્રિય તેના વિષચની પ્રાપ્તિથી સ ંતુષ્ટ થઇ હોય એમ માનવું તે અનુભવ વિરૂદ્ધ છે. શ્રીમદ્ યશોવિજયજી અધ્યાત્મસારમાં લખે છે :~
विषयैः क्षीयते कामो धनैरिव पावकः ॥ प्रत्युत पोलसच्छक्तिः भूय एवापवर्धते ॥ १ ॥ ॥ ૨ ॥
જેમ કાઇથી અગ્નિ ક્ષીણ થતા નથી, તેમ વિષયના ઉપભાગથી કામ શાંત થતા નથી, પણ તેથી ઉલટા તે પેાતાની વધારેલી શક્તિ સાથે વધારે પ્રકટી નીકળે છે. માટે ઇન્દ્રિયાના વિષયની તબ્ડા એજ ખરાદુ:ખનું કારણુ છે. માણુસની તંગી સ્વાભાવિક રીતે બહુ અલ્પ છે. ખાવાને સાદા ખેારાક, પીવાને નિર્મળ ઝરાનું જળ, અને પહેરવાને વસ્ત્ર, આટલી તંગીએ માણુસની પુરી પડે તેા પછી તેને ખીજા કોઇ પણ પદાર્થની જરૂર નથી. પશુ માણુસ જેમ પેાતાની તંગી વધારવા ધારે તેમ તે વધારી શકે; અને કેટલીક વસ્તુઓ પ્રથમ માજોાખના પદાર્થ તરીકે ગણવામાં આવતી તે હવે દરરાજની તંગીની વસ્તુઓ તરીખે લેખવામાં આવે છે. ચાકર વગર હવે ચાલેજ નહિ; વિલાયતી સાબુ ન્હાવાને સાર જોઇએજ, સ્ટેશન સુધી દશશેરની પાટલી પશુ હાથમાં લેઇ ચાલી શકાય નહિ; ખુરસી અને રેમ્બલ વગરની શાભાજ નહિ; ગ્યાસ્લેટના લેમ્પ જેથી આંખેા અગડે, અને ચીમનીએ મહીનામાં બે વાર ટે, એ સિવાય હાલના જમાનામાં સુશોભિત ધર ગાયજ નહિ; આવી અનેક બાબત ગણાવી શકાય. પ્રથમ જે મેાજશાખના પદાર્થો ગણવામાં આવતા હતા, તે હવે સામાન્ય થઈ ૫ડયા છે. આ પ્રમાણે દિન પ્રતિદિન આપણી તંગી વધતી જાય છે, અને તે તંગી પુરી પાડવાને માણસે ધન મેળવવું જોઇએ; તે ધન મેળવવામાં તેને સધળા પુરૂષાર્થ સમાપ્ત થઇ જાય છે, તેના સધળા ગુણા લય પામી જાય છે, અને તે દુ:ખની પરંપરાને પાત્ર થાય છે. મારા કહેવાને ભાવાર્થ એમ નથી કે ઉપર જણાવેલી બાબતેની જરૂર નથી; જેમને તે મે