SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ દેખી, સર્વ અવયવમાં પરિપૂર્ણ શાંતતા દેખા, રાગદ્વેષવિનાનું શાંતવદન અને પ્રતિમ આનંદનું ભન સુચવતું હતું. સાક્ષાત જાણે સદ્દગુરૂ આવ્યા હોય તેવી સ્થિતિ દેખાવા લાગી, હર્ષોલ્લાસથી ઉઠશે. શ્રી સદગુરૂને વિધિપૂર્વક વંદન કર્યું. હસુ આવી ગયાં. હું શ્રેગુરૂની સ્તુતિ કરવા લા. જય જય શ્રી સદગુરૂજી ભવભય ભંજકદુઃખહરારે જ્ઞાતા પોપકારી મંગલકારક સુખકરારે જય. સન્ જ્ઞાન પ્રરૂપક રામી, નામિ પણ નિશ્ચય નિની પુણ્યોદયથી હાલ આ અવસરમાં અવતર્યારે. જય. ૧ અન્તર ચક્ષુદાતા ધ્યાની, વાત નહિ કોઈ તુજથી છાની. જય જય જગદીશ્વર વિવેકી સલ્લુણ સહુ ભર્યારે. જય. ૨ ‘નવજીવ શ્રીસદગુરૂ સેવા, અનુભવ અમૃતસુખને મેવા; બુદ્ધસાગર સદગુરૂદેવા અનુભવ સુવર્યારે. જય. ૩ આ પ્રમાણે સદ્ગુરૂની રતુતી કરી વંદન કરી તેમના સામું બે હત જેડી ઉભો રહ્યો. શ્રી ગુરૂ વાણી પ્રકાશવા લાગ્યા. તેઓશ્રીએ મારા મસ્તકપર કૃપામય હસ્ત મૂકયા. તે સમયે મનમાં અલૈકિક આનંદનું ભાન થયું. ત્યારે મને મારી આવ્યું કે અહે મહાપુરૂષની કૃપામાં અદ્ભુત શક્તિ રહેલી છે. શ્રીસદ્ગુરૂએ પ્રસન્ન વદને કહ્યું કે હે શિષ્ય ! જગતમાં સારભૂત હું તને બાર રન આપું છું આ બાર રત્ન અકિક છે દેવતાઓને પણ દુર્લભ છે. અનેક ભવ્ય જીવો બાર રનના મહિમાથી પરમાત્મસ્વરૂપમાં લીન થયા છે, થાય છે, અને થશે. એમ કહી પ્રત્યેકનું યથાર્થ સ્વરૂપ કહી બતાવ્યું. તે નીચે મુજબ બાર ચિતામણરત્ન છે. વિનય, વિવેઝ, મૈત્રી, ત્રણા, સત્ય, બ્રહ્મચર્ય, સંતાપ, શ્રદ્ધા, भक्ति, दान, आत्मज्ञान, अने समाधि. આ બાર રનોનું સ્વરૂપ શ્રીગુરૂએ અમૃત વાણીથી વર્ણન કર્યું. અને કહ્યું કે હે ભવ્ય ! આ બાર રનનું યથાર્થ સ્મરણ કરી ગ્રહણ કરે છે. હાર આત્માની ઉન્નતિ આ માર્ગથી થવાની છે. હારું જીવન આ બાર રનના મહિભાથી પ્રતિદિન ઉચ્ચ થશે. ગૃહાવાસમાં અને ત્યાગાવસ્થામાં પણ યથાયોગ્ય આ બાર રત્નનું સેવન કરવાથી અનંત સુખની ખુમારી પ્રગટે છે. હે ભવ્ય ! આ બાર રનોનો અપાર મહિમા છે. ઇત્યાદિ સદુપદેશ આપી શ્રીસદગુરૂ તિરહિત થઈ ગયા. ઘણું જોયું તે પણ દેખાયા નહિ. તેમના ઉપદેશાનુસાર પ્રત્યેક રત્નનું સ્વરૂપ વિચારવા લાગ્યો.
SR No.522001
Book TitleBuddhiprabha 1909 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy