SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાનું કલ્યાણ તથા દેશનું કલ્યાણ પણ થતું નથી. કેટલાક માતાને નમસ્કાર કરતાં શરમાય છે પણ તેમણે વિચારવું જોઈએ કે, માતાના ઉદરમાં નવ માસ રહેતાં કેમ લજજા આવી નહીં! જે તમારી પેઠે તમને ઉદરમાં રાખતાં લજજ પામી હતી તે તમારૂ જન્મવું પણ થાત નહીં અવિનયી પુત્રો તથા પુત્રીઓએ વિચારવું કે, તમારા પ્રતિ માતાએ જે ઉપકાર કર્યો છે તેવો ઉપકાર તમે માતાના પ્રતિ કરી શકશે કે ? ના નહિ. પુત્રપુઓના હિતમાટે જનનીએ ખાવાપીવા માટે કેવા નિયમ સાચવ્યા છે, ગર્ભની બહિર નીકળતાં માતાને કેટલું બધું દુઃખ પડયું છે. શું તેનો ઉપકાર વિનય કર્યા વિના તમે વાળી શકશો કે ? ના કદી નહિ. બાલ્યાવસ્થામાં તમારી જે સેવા ઉઠાવી છે તેનું તમે સ્મ રણુ કરે, કોઈ શેઠ વા રાજાને ઝુકી ઝુકીને સલામ કરો છે, ત્યારે શું તેના કરતાં તમારી માતા ગઇકે ! માતાની પ્રસન્નતા મેળવવા તમે નસીબવાન નથી તે પ્રભુની કૃપા શી રીતે મેળવી શકશે ? જે મનુષ્ય જનનીને હીન ગણે છે ત્યારે તેનો આભાપણ હીન થાય છે. પૂર્વકાલમાં પુત્રો માતાને વિનય વિશેષતઃ જાળવી શકતા હતા, ત્યારે તે સમયના આર્યપુત્રે મહાસમર્થ થયા હતા, તમે સતાવાન થાઓ, લક્ષ્મીદાર બને વિદ્વાન બને; તો પણ તમારી માતાથી ઉચ્ચ બનવાના નથી, તમારા આખા જીવનમાં તમારી માતા ઉપકાર કરનારી કહે વાશે,માતાની યાદષ્ટ-પ્રેમદૃષ્ટિ જેવી પુત્રપુત્રીઓ પર રહે છે તેવી અત્યાર રહેતી નથી. દુઃખ વેઠીને પણ માતા પુત્રે તથા પુત્રોનું પોષણ કરે છે, પુત્રપુત્રીઓનું ભલું દેખી ખુશી થાય છે, અને પુત્રપુત્રીઓના દુઃખ ટાળવા પ્રયત્ન કરે છે. પ્રેમને અપૂર્વ દાખલો બેસાડનાર માતા છે. માતાની કૃપાદૃષ્ટિ નું ઘણું માહાભ્ય છે. પુત્ર તે કપુત્ર થાય પણ માતા ગાતા થતી નથી, માતાની પ્રેમલાગણીથી પુત્ર તથા પુત્રીઓનું જગતમાં ભલું થાય છે. વિનેય પુત્રપુત્રી માતાની આજ્ઞાનુસાર વર્તે છે, તેમના વચનને લેપ કરતાં નથી, માતાના પ્રતિ જેને વિનય હોય છે, તેને પ્રભુના પ્રતિ વિનય થાય છે જે પુત્રે માતાને વિનય સેવીને કાર્ય કરે છે, તેઓ દરેક કાર્યમાં જય મેળવે છે. શ્રી મહાવીરસ્વામી વીસમા તીર્થંકર થયા, ચોસઠ ઇન્દ્રપૂજિત હતા, વીર પ્રભુ માતાના ઉદરમાં હાલ્યાચાયા વિના રહ્યા. પ્રભુના મનમાં એમ આવ્યું કે જે પિટમાં હાલીશ તો મારી માતાને દુઃખ થશે. તેથી તેમણે સ્થિર રહેવાની પ્રવૃત્તિ કરી. તેથી માતા વિલાપ કરવા લાગી, “અરે કેમ મારે ગર્ભ હાલતો નથી.” મહદુઃખ પામવા લાગી, શ્રી વીરભુએ અવજ્ઞાનથી માતાને અભિપ્રાય જ. ણી લીધા અને વિચાર્યું કે અહો જગતમાં મિહની કેવી લીલા છે. ગમાં છતાં પણ માતાને અપૂર્વગ્નેહ છે, તે બાહિર નીકળતાં તે ઘણો સ્નેહ
SR No.522001
Book TitleBuddhiprabha 1909 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy