Book Title: Aagamna prakhar vyaakhyataao
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/249712/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदंसणस्स श्री आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरुभ्यो नम: આગમના પ્રખર વ્યાખ્યાતાઓ લધુ શોધનિબંધ મુનિ દીપરત્નસાગરજી [M.com., M.Ed., Ph.D.] 6/11/2005 સોમવાર ૨૦૬૨ કારતક સુદ ૫ Page #2 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मलदसणस्स श्री आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गूरूभ्यो नम: આગમના પ્રખર વ્યાખ્યાતાઓ લઘુ શોધનિબંધ આ શીર્ષકનું સર્જન ત્રણ શબ્દોના સમન્વયથી ઉદ્ભવેલ છે. (૧) આગમ (૨) પ્રખર (૩) વ્યાખ્યાતા. જેમાં વ્યાખ્યાતા શબ્દ ‘શ્રમણ ના એક વિશિષ્ટ ગુણનો દ્યોતક છે, કેમકે જે કોઈ નિર્યક્તી, ભાષ્ય, ચૂણિ કે વૃત્તિ સ્વરૂપે વ્યાખ્યાન-કર્તા છે તે સર્વે શ્રમણ ભગવંતો જ છે. જે પ્રખર’ શબ્દ છે તે વ્યાખ્યાતાના વિશેષણ રૂપે પ્રયોજાયેલ છે અને આગમ' શબ્દ જૈન વાડમયનો પારિભાષિક શબ્દ છે. તેથી સર્વ પ્રથમ શ્રમણ’ શબ્દના અર્થને ચિત્તસ્થ કરી આગમ' સાથે તેના સંબંધની સંવાદિતતા પ્રગટ કરી, પછી પ્રસ્તુત વિષય પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરેલ છે. * શ્રમણ-- આગમ શાસ્ત્રોના પૃષ્ઠો પર શ્રમણ' શબ્દ અનેક અર્થોમાં વ્યાખ્યાયિત થયેલો નજરે પડે છે, જેમકે – | શ્રમણ એટલે તપસ્વી. શ્રમણ એટલે સંયમી. શ્રમણ એટલે શત્રુ કે મિત્ર અથવા સ્વજન કે પરજન પ્રત્યે સમભાવથી વર્તનાર. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [2] મુનિ દીપરત્નસાગર Page #3 -------------------------------------------------------------------------- ________________ | શ્રમણ એટલે સમતાના પાલક. 1 શ્રમણ એટલે સંસારના વિષયથી ખેદ પામનાર. 1 શ્રમણ એટલે સમભાવની સાધના કરનાર. શ્રમણ એટલે સર્વ જીવોમાં સમ-મનવાળા......ઇત્યાદિ. દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનસૂત્રમાં તો " સ મિg " નામક એક અધ્યયનમાં શ્રમણનું સ્વરૂપ અતિ વિસ્તારથી પ્રસ્તુત થયેલ છે, જેમાં પ્રસ્તુત માહિતી-નિબંધ સાથે સંબંધિત શ્રમણ શબ્દની સંવાદિતતાયુક્ત બે વ્યાખ્યાઓ દ્રષ્ટિ સન્મુખ તરવરે છે. (1) શ્રમણ એટલે જે સૂત્ર તથા તેના રહસ્યને જાણે તે. (૨) શ્રમણ એટલે જે જ્ઞાનાદિ ધર્મમાં સ્થિર છે તે. “શ્રમણ' શબ્દની ઉક્ત બે વ્યાખ્યા શ્રમણની દિનચર્યામાં અગ્રીમતા ધરાવે છે, કેમ કે ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૨૬માં શ્રમણ દિનચર્યામાં સ્પષ્ટ જણાવાયું છે કે સાધુ દિવસ અને રાત્રી બંનેના પ્રથમ અને અંતિમ પ્રહરમાં સ્વાધ્યાય કરે. * શ્રમણજીવનનો પ્રાણ- સ્વાધ્યાય - શ્રમણ દિનચર્યા જોતા એક વાત તો સ્પષ્ટ છે કે શ્રમણ જીવનનો અડધાથી વધુ સમય તો સ્વાધ્યાયરૂપ તપધર્મ આરાધનામાં જ વિતાવવાનો છે. આ સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મને ક્ષીણ કરે છે. શ્રમણ-મુનિ જેમ જેમ અપૂર્વ અને અતિશય રસયુક્ત શ્રતનું અવગાહન કરે છે તેમ તેમ તેને સંવેગના નવા નવા સ્રોત પ્રાપ્ત થાય છે, જેનાથી તેને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [3] મુનિ દીપરત્નસાગર Page #4 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક ચૂણિમાં તો ત્યાં સુધી ચૂર્ણિકાર મહર્ષિ જણાવે છે કે સ્વાધ્યાય સમાન કોઈ તપોકમ હતું નહિ અને થશે પણ નહિ. સ્વાધ્યાયનું શ્રમણજીવનમાં મહત્વ પ્રતિપાદિત કરતાં આ પ્રમાણે કહી શકાય કે – શ્રમણજીવનનું મુખ્ય ધ્યેય છે “મોક્ષપદ-પ્રાપ્તિ. સંચિત કર્મોનો ક્ષય એટલે જ મોક્ષ. આ રીતે મોક્ષની પૂર્વ શરત છે. કર્મોની સર્વથા નિર્જરા કરવી તે. આ કર્મનિર્જરા તપ વડે થાય છે. તપના બાર ભેદોમાં સ્વાધ્યાયને ઉત્તમોત્તમ તપ’ કહેલ છે. અને આ સ્વાધ્યાય શ્રમણોની સમગ્ર દિનચર્યામાં સૂત્ર-પોરીસીથી દિવસ અને રાત્રી બંને થઈને ચાર પ્રહરનો દર્શાવાયો છે. વળી અર્થથી બીજો પ્રહર પણ સ્વાધ્યાયનો જ કહેલ છે. આ રીતે શ્રમણો માટે પ્રતિદિન પંદર કલાકથી પણ વધુ સમયનો સ્વાધ્યાય કરવાનું શાસ્ત્રવચન છે, તેથી સ્વાધ્યાય એ શ્રમણજીવનનો પ્રાણ છે. કે સ્વાધ્યાય–દ્વાદશાંગીનો..... સ્વાધ્યાય શ્રમણજીવનનો પ્રાણ છે. તે કથનનો સ્વીકાર કરતાં જ પ્રશ્ન ઉદભવે કે સ્વાધ્યાય એટલે શું ? સ્વાધ્યાયના અનેક આગમિક અર્થોમાં એક અર્થ છે- “શ્રુતગ્રંથોનું અધ્યયન અને અધ્યાપન એટલે સ્વાધ્યાય આવશ્યક નિર્યુક્તિકાર જણાવે છે કે શ્રી જિનેશ્વરદેવોએ કહેલાં દ્વાદશાંગ-બારઅંગોને જ પંડિતપુરુષોએ સ્વાધ્યાય કહેલો છે. સારાંશ એ કે શ્રમણજીવનનો પ્રાણ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એટલે જ દ્વાદશાંગી અથવા તે રૂપ શ્રુતનું અધ્યયન. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [4] મુનિ દીપરત્નસાગર Page #5 -------------------------------------------------------------------------- ________________ * દ્વાદશાંગી – અર્થ અને ઉદ્ધવ : -- આવશ્યક ચૂર્ણિકાર મહર્ષિ જણાવે છે કે- અતીત, અનાગત અને વર્તમાનનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના યથાર્થદ્રષ્ટા અહંન્તોએ જે અર્થોની પ્રરૂપણા કરી તે અર્થોને અહંન્ત પાસેથી સાક્ષાત પ્રાપ્ત કરી પરમ બુદ્ધિ સંપન્ન તથા સર્વાક્ષર-સન્નિપાત લબ્ધિ વડે યુક્ત ગણધરોએ સર્વ પ્રાણીઓના હિતને માટે સૂત્રરૂપે ઉપનિબદ્ધ કરેલ આચારાંગ આદિ બાર અંગોને જ દ્વાદશાંગી (અંગપ્રવિષ્ટ) કહેવાય છે. નંદીસૂત્ર-વૃત્તિકાર પણ જણાવે છે કે શ્રુતપુરુષના અંગ સ્થાનીય આચારાંગ આદિ બાર અંગ છે, તે જ દ્વાદશાંગી છે. આ દ્વાદશાંગીને ગણિપીટક પણ કહે છે અને શ્રુતજ્ઞાન દ્વાદશ અંગાત્મક જ કહેલું છે. આવી વ્યુતરૂપ દ્વાદશાંગી'નો ઉદભવઃ- ભગવંતના પ્રથમ સમવસરણની રચના થાય ત્યારે ગણધર-નામકર્મધર શ્રમણ મહાત્માઓ ત્રણ નિષદ્યા અર્થાત પ્રણિપત્ય પૃચ્છા દ્વારા તેનું નિર્માણ કરે છે. આવશ્યકસૂત્રની હારિભદ્રીય વૃત્તિ મુજબ- જ્યારે ભગવાને કહ્યું કે – 'રૂપને ૩ વા, વિનમે રૂ વા, પુર્વે રૂ વ આ જ ત્રણ નિષદ્યાઓ છે. તેના આધારે ગણધરોને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થી યુક્ત છે તે જ સત છે તેની પ્રતીતિ થાય છે. ત્યારપછી તેઓ દ્વાદશાંગીની રચના કરે છે. આ રચના તે ગણધરો પૂર્વજન્મની ભાવિતમતિથી પ્રાપ્ત જ્ઞાનના આધારે કરે છે. નંદીસૂત્ર મલયગિરિ વૃત્તિમાં આ જ વિધાનને ભિન્નરૂપે પ્રગટ કરતાં વૃત્તિકાર મહર્ષિ નોંધે છે કે – અહંન્તો દ્વારા ઉપદિષ્ટ “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [5] મુનિ દીપરત્નસાગર Page #6 -------------------------------------------------------------------------- ________________ ત્રણ માતૃકાપદ- ઉપન્ને ઈ વા, વિગમે ઈ વા, ધુવેઈ વાની અવધારણા કરી, ગણધર સમગ્ર પ્રવચનને સૂત્રના રૂપમાં ગુંથે છે. આગમ' શબ્દ, અર્થ અને વર્તમાન માળખું. શ્રમણ શબ્દથી આરંભાયેલ આ લઘુ શોધ-નિબંધ અંતર્ગત શ્રમણ, શ્રમણજીવનનો પ્રાણ, સ્વાધ્યાય, દ્વાદશાંગીનો અર્થ અને ઉદભવ' આટલી વિશાળ ભૂમિકાની સ્પર્શના બાદ આપણા મૂળ વિષય પ્રતિ ગતિ કરતાં હવે આપણે આગમ' શબ્દની ભોમકાએ પ્રવેશી રહ્યા છીએ. હિંદુ-વૈદિક ધર્મીમાં જે સ્થાન ઉપનિષદ કે ભગવદ્ ગીતાનું છે, મુસ્લિમ ધર્મી માટે જે મહત્વ કુનનું છે કે ઈશાઈ ધર્મી જેમ બાઈબલ' ગ્રંથને ધર્મશાસ્ત્ર રૂપે ઓળખાવે છે તે રીતે જૈનોના ધર્મશાસ્ત્રને આગમ' કહે છે. ઉક્ત દ્વાદશાંગી એ જ આગમ કહેવાય છે, અર્થાત્ બાર આગમોનો સમૂહ તે દ્વાદશાંગી. આગમ શબ્દ પ્રવચન, શ્રુત, સિદ્ધાંત, સમય, આપ્તવચન, જિનવચન ઈત્યાદિ પર્યાય-નામોથી ઓળખાય છે. તેની વ્યાખ્યા કરતાં આવશ્યક ચૂણિકાર કહે છે. “આગમ એટલે આપ્તવચન.” તત્વાર્થટીકા- “આચાર્યોની પરંપરાથી વાચના દ્વારા જે આવે તે આગમ” નંદીસૂત્રટીકા – “જેના વડે અભિવિધિ સહ-સમસ્ત શ્રુતગત વિષયોથી વ્યાપ્તિરૂપ મર્યાદા વડે અથવા યથાવસ્થિત પ્રરૂપણા વડે અર્થોને જાણી કે પામી શકાય છે તેને આગમ' કહેવાય છે. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [6] મુનિ દીપરત્નસાગર Page #7 -------------------------------------------------------------------------- ________________ જિતકલ્પચૂર્ણ — જેના વડે અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થાય તે આગમ. લલિતવિસ્તરા - પૂર્વાપર વિરોધાદિ દોષોથી રહિત શુદ્ધ આપ્તવચન તે આગમ. આ રીતે આગમની અનેક વ્યાખ્યા દ્રષ્ટિગોચર થાય છે. આગમોનું મૂળભૂત માળખું આ દ્વાદશાંગી રૂપ જ હતું. કાળક્રમે તેમાં પરિવર્તન આવ્યું. ઓઘનિર્યુક્તિમાં તેની બદલાયેલી વ્યાખ્યા સ્થાન પામી—“ અહંન્તો દ્વારા સૂત્રિત, પ્રત્યેક બુદ્ધ અને પૂર્વધર સ્થવિરો દ્વારા રચિત આગમો પણ પ્રમાણભૂત મનાયા છે.” . તદુપરાંત, નંદીસૂત્રના કર્તા દેવવાચકગણિ કે જેઓ છઠ્ઠી શતાબ્દીમાં થયા તેમણે નંદીસૂત્રમાં આગમનું માળખું દર્શાવતા બે મુખ્ય વિભાગ કર્યા. (૧) અંગ પ્રવિષ્ટ (૨) અંગબાહ્ય. જેમાં દ્વાદશાંગીરૂપ બાર અંગો ને અંગપ્રવિષ્ટરૂપે જણાવ્યા છે. તે સિવાય, પૂર્વધર પુરુષો આદિ દ્વારા રચાયેલા આગમોને અંગ બાહ્ય ગણાવેલા છે. અહીં અંગબાહ્ય આગમ ના પણ આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત, એવા બે ભાગ કહ્યા છે. વળી, આવશ્યક વ્યતિરિક્તના પણ કાલિક અને ઉત્કાલિક સૂત્રો એવા બે વિભાગો કરાયેલ છે. તદ્ અંતર્ગત આગમોની એક વિશાળ સૂચિ રજૂ કરાયેલ છે. આ સિવાય પ્રકીર્ણક સૂત્રોનો પણ અંગ બાહ્ય આગમોમાં આવિર્ભાવ કરાયેલ છે. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [7] મુનિ દીપરત્નસાગર Page #8 -------------------------------------------------------------------------- ________________ આ જ માળખું પરિવર્તન પામતાં-પામતાં વર્તમાનકાળે છે વિભાગો દ્વારા પિસ્તાલીસ આગમ સંખ્યા રૂપે ઓળખાવાઈ રહ્યું છે. તે આ પ્રમાણે છે – ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પયન્ના, ૬ છેદ, ૪ મૂલ અને ૨ ચૂલિકા. એ રીતે પિસ્તાલીસ આગમ સંખ્યા નિર્ધારિત કરાઈ છે. સંખ્યાની દ્રષ્ટિએ તેનો ઉલ્લેખ પિસ્તાલીસ આગમરૂપે પ્રદ્યુમ્નસૂરિ એ વિચારસાર પ્રકરણમાં કર્યો, જેઓ ચૌદમી સદીમાં થયા. જો કે તેઓએ ગણાવેલ નામાવલિ અને વર્તમાન પિસ્તાલીસ આગમોના નામોમાં કિંચિત ભિન્નતા છે, પણ તેમાં સંખ્યા આદિ ઘણી બાબતે સમાનતા પ્રવર્તે છે. આગમની વ્યાખ્યા – વિવરણ – સાહિત્ય. [નોંધ : વર્તમાનકાળે સ્વીકૃત બનેલ પિસ્તાલીસ આગમના વ્યાખ્યા-સાહિત્યની જ અત્રે ચર્ચા કરાઈ છે.] આગમનું મૂળ સાહિત્ય સૂત્ર રૂપે ઓળખાય છે. આ સૂત્રોનો સૌ પ્રથમ વિવરણ કે વ્યાખ્યા-ગ્રંથ થયો તેને નિર્યુક્તી કહેવાય છે. આવશ્યક નિર્યુક્તિમાં નિર્યુક્તિ શબ્દની વ્યાખ્યા કરતાં જણાવે છે કે – “સૂત્રમાં નિર્યુક્તિ અર્થની સુવ્યવસ્થિત વ્યાખ્યા કરનાર ગ્રંથ તે નિર્યુક્તિ. આ નિર્યુક્તિ હંમેશા પદ્યાત્મક શૈલીમાં જ હોય છે. તેની ભાષા પ્રાકૃત હોય છે.” નિર્યુક્તિ પછી વિવરણ સાહિત્ય રૂપે ભાષ્ય ની રચના થઇ હોવાનું જણાય છે. સામાન્યથી ભાષ્યનો અર્થ થાય છે- “નિર્યુક્તિ “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [8] મુનિ દીપરત્નસાગર Page #9 -------------------------------------------------------------------------- ________________ દ્વારા વિવેચિત કરેલા પારિભાષિક શબ્દોના અર્થના બાહુલ્યને જે અભિવ્યક્ત કરે તે ભાષ્ય.” પણ આ અર્થ સર્વથા સંપૂર્ણ નથી. કેમ કે ભાષ્યોની રચના સૂત્ર ઉપર સીધી પણ થયેલી છે. વળી, વર્તમાન કાળે નિર્યુક્તિ કરતાં ભાષ્યો વધુ સંખ્યામાં ઉપલબ્ધ છે. ભાષ્યો પણ પ્રાકૃત-પદ્યમય શૈલીમાં રચાયા હોય છે. વિવરણ સાહિત્યનો ત્રીજો તબક્કો ચૂણિનો આવે છે. ચૂણિ એ નિર્યુક્તિ અને ભાષ્યનું વિસ્તૃત વિવરણ સ્વરૂપ છે. વળી, તેની રજૂઆત ગદ્યાત્મક સ્વરૂપે થયેલી છે, જેથી તે પદ્ય વિવરણો કરતાં તે સમજવા સરળ બને છે. તદુપરાંત, મુખ્યતાએ પ્રાકૃત ભાષામાં જ ચૂણિની રચના થતી હોવા છતાં, તેમાં કિંચિત સંસ્કૃતનું મિશ્રણ હોય છે. વૃત્તિ એ વિવરણ સાહિત્યનો ચોથો વિસામો છે. ચૂણિ સાહિત્ય સાથે ઘણી જ સામ્યતા ધરાવતા આ વિવરણમાં શાબ્દિક અને પદાર્થ બંનેની બહુલતા ઉમેરાયેલી હોવાથી તેમ જ સંસ્કૃત ભાષામાં ગદ્યાત્મક શૈલીમાં રજૂઆત પામેલ હોવાથી તેનો સ્વીકાર સહજ બન્યો છે. વળી, વર્તમાનમાં આગમ વિવરણ સાહિત્યમાં વૃત્તિની જ મુખ્યતા છે. ઉક્ત વિવરણ સાહિત્ય ઉપરાંત પણ ટિપ્પણક અવચેરી, અવચૂણિ, સંગ્રહણી, દીપિકા ઇત્યાદિ નામોથી પણ પછી પછીના આચાર્ય ભગવંતોએ આગમનું વિવરણ-સાહિત્ય સર્જેલું છે. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [9] મુનિ દીપરત્નસાગર Page #10 -------------------------------------------------------------------------- ________________ આગમ વિવરણ સાહિત્યમાં ઉપલબ્ધ કેટલું ? - નિર્યુક્તિ સાહિત્યમાં બાર નિર્યુક્તિની રચનાનો ઉલ્લેખ મળે છે, પણ તે બાર નિર્યુક્તિમાં--- (૧) ઓઘનિર્યુક્તિ અને (૨) પિંડનિર્યુક્તિ એ બંને નિર્યુક્તિ પિસ્તાલીસ આગમમાં મૂળસૂત્ર રૂપે સ્થાન પામેલ છે. (૩) સૂર્યપ્રજ્ઞપ્તિ અને (૪) ઋષિભાષિત એ બંને સૂત્રો પરની નિયુક્તિ અપ્રાપ્ય બની છે. (૫) બૃહત્કલ્પ અને (૬) વ્યવહાર સૂત્રની નિર્યુક્તિ ભાષ્યમાં ભળી ગઈ છે. બાકીની છ નિર્યુક્તિઓ સ્વતંત્ર રીતે પ્રાપ્ય છે તે આ પ્રમાણેઃ- 1.સાવર-નિત્તિ, 2.સૂવવૃત્ત-નિતિ, 3.zશાશ્રુતસ્કંધ-નિતિ, 4માવશ્ય- નિવા, 5:4શવૈવાનિવ-નિતિ, ઉત્તરાયયન નિતિ. - ભાષ્ય સાહિત્યમાં અમારી જાણમાં દશ ભાષ્યો છે, જેમાં છ છેદ સૂત્રમાંના ચાર છેદસૂત્રો અને વૈકલ્પિક છેદસૂત્ર પંચકલ્પ પર એક ભાષ્ય ઉપલબ્ધ છે. ચારે મૂલસૂત્રો તથા વૈકલ્પિક એક મૂલસૂત્ર ઉપર એમ પાંચ ભાષ્યો મળીને દશ ભાષ્યો આગમ સાહિત્યમાં ઉપલબ્ધ છે. (જો કે ઉત્તરાધ્યયન સૂત્ર પરનું ભાષ્ય અમે જોયેલ નથી, તેની ગાથાઓ નિર્યુક્તિમાં ભળી ગઈ હોવાનું સંભળાય છે, પણ તેનો ચોક્કસ નિર્ણય અમે કરી શકેલ નથી.) * ચૂણિ સાહિત્યમાં અમોને સોળ સૂત્રો પરની ચૂણિનો ઉલ્લેખ મળેલ છે, પણ તેમાં જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રની ચૂણિ વિષયે હીરાલાલ કાપડિયાએ પ્રશ્નાર્થચિહ્ન ઊભું કરેલ છે. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [10] મુનિ દીપરત્નસાગર Page #11 -------------------------------------------------------------------------- ________________ + વૃત્તિ સંબંધી સાહિત્ય તો અગિયાર અંગ-સૂત્રો, બાર ઉપાંગ-સૂત્રો, મહાનિશીથ સિવાયના પાંચ છેદ-સૂત્રો, બધાં જ મૂલ સૂત્રો, અને બંને ચૂલિકા-સૂત્રો સંબંધે ઉપલબ્ધ જ છે. પયન્ના સૂત્રો પરત્વે પાંચ પયન્નાની કોઈ જ વૃત્તિ જોવામાં આવેલ નથી. બીજા પાંચ પયન્ના વિષયક અવચેરી જોવા મળે છે, તેમાં ત્રણ પયન્નાની વ્યાખ્યાને વૃત્તિ રૂપે પણ ઓળખાવાયેલ છે. આગમના ઉક્ત વિવરણોના પ્રખર વ્યાખ્યાતાઓ– (૧) ભદ્રબાહુસ્વામી આચાર્ય ભદ્રબાહુ, આચાર્ય યશોભદ્રના શિષ્ય હતા. સમર્થ જ્યોતિર્ધર એવા આ છેલ્લા ચૌદપૂર્વી વિ.સં. ૧૭૦ માં કાલધર્મ (મૃત્યુ) પામ્યા. તેમણે દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહાર છેદસૂત્રનું ઉદ્ધરણ તો કરેલું હતું જ પણ ઉક્ત સર્વે નિર્યુક્તિઓના રચયિતા પણ તેઓ જ હતા. અલબત, કેટલાંક આ નિયુક્તિ વિવરણકાર સંબંધે વિવાદ ઊભો કરે છે, પણ તેમનો પ્રત્યુત્તર આપવાનું આ સ્થાન નથી. આગમના આ પ્રખર વ્યાખ્યાતાના સમયમાં પાટલીપુત્રમાં સર્વપ્રથમ જિનાગમ વાચના થયેલ હતી. (૨) ગોવિંદવાચક - વાચક્વંશમાં થયેલ આ પ્રખર વ્યાખ્યાતાનો ઉલ્લેખ પણ નિર્યુક્તિકારરૂપે જોવા મળેલ છે, પણ તેની કોઈ નિર્યુક્તિ હાલ ઉપલબ્ધ નથી. નાગાર્જુન આચાર્ય પછી તેમનો ઉલ્લેખ મળે છે. વિ.સં. ૮૩૦ની વલ્લભીવાચાના સમયે તેમની ઉપસ્થિતિ હતી. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [11] મુનિ દીપરત્નસાગર Page #12 -------------------------------------------------------------------------- ________________ (૩) સંઘદાસગણિ— વિક્રમની ચોથી-પાંચમી સદીમાં થયેલા સંઘદાસ ગણિ મહત્તર નિશીથ' આદિ છેદસૂત્રોના ભાષ્યકાર રૂપે ઉલ્લેખ પામેલ જોવા મળેલ છે. આગમના ભાષ્ય સાહિત્યના પ્રખર વ્યાખ્યાતા એવા આ શ્રમણે “વસુદેવહીંડી' જેવા ઐતિહાસિક ગ્રંથની રચના પણ કરી છે. તેઓ સાતમી સદીમાં થયા. (૪) જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ - વીર સંવત ૧૦૨૫માં દીક્ષિત થયેલા આ યુગપ્રધાન આચાર્યએ વિશેષાવશ્યક ભાષ્ય' તથા તેના પર અપૂર્ણ ટીકા? રચેલી. જિતકલ્પ સૂત્રની રચના પણ ભાષ્ય સહિત તેમની કરેલી છે. આગમના આ પ્રખ્યાત વ્યાખ્યાતાએ “બૃહત્સંગ્રહણી', બ્રહક્ષેત્રસમાસ આદિ ગ્રંથોની પણ રચના કરેલી. તેઓ સાતમી સદીમાં થયા. તેમનો કાળ સંઘદાસ ગણિ પછીનો છે. (૫) અજ્ઞાત' ભાષ્યકાર- આવશ્યકસૂત્ર નિયુક્તિમાં આવતી ભાગ-ગાથા દશવૈકાલિક સૂત્ર સાથે સંબંધિત ભાષ્ય-ગાથા એ જ રીતે ઓઘનિર્યુક્તિ અને પિંડનિર્યુક્તિ સાથે આવતી ભાષ્ય ગાથાઓ ઇત્યાદિ ભાષ્યોના ભાષ્યકર્તા કોણ છે ? તે માહિતીની પ્રાપ્તિ થઇ શકી નથી. (૬) જિનદાસગણિ મહત્તર- ચૂણિ સાહિત્યના પ્રદાતા એવા આ મહાન શ્રમણ, આચાર્ય પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. વિ.સં. ૭૩૩ અને તેની આસપાસના સમયગાળામાં તેઓએ ચૂણિ સાહિત્યની “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [12] મુનિ દીપરત્નસાગર Page #13 -------------------------------------------------------------------------- ________________ રચના કરી. મોટાભાગના ચૂણિ સાહિત્યનું શ્રેય જિનદાસગણિ મહત્તરને જાય છે. કોઈ કોઈ ચૂણિ વિશે ચૂણિકાર-મહર્ષિનો નિર્ણય મળતો નથી. જો કે પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગર સૂરીશ્વરજીના આ મત સાથે કેટલાક સંમત નથી. પરંતુ તે ચર્ચા અત્રે અસ્થાને છે. તેઓ જિનભદ્રમણિક્ષમાશ્રમણ પછી અને હરિભદ્રસૂરિજી ની પૂર્વે થયેલા હતા. (૭) અગત્સ્યસિંહસૂરિ - દશવૈકાલિક સૂત્ર આગમ પરના વ્યાખ્યાન સાહિત્યમાં બે ચૂણિઓ હાલ પ્રાપ્ય છે. આ બીજી ચૂણિના વ્યાખ્યાતા પૂજ્યશ્રી અગત્સ્યસિંહસૂરિ છે. પ્રૌઢ પ્રાકૃતમાં તેઓએ ‘દશવૈકાલિક સૂત્ર તથા નિર્યુક્તિ સંબંધે ચૂણિની રચના કરી છે. (૮) સિદ્ધસેનગણિ– દિન્નમણિ ક્ષમાશ્રમણની પાટ પરંપરામાં થયેલા સિદ્ધસેનગણિ સિદ્ધાંતના પારગામી, મહાન તાર્કિક અને અજોડ ગ્રંથકાર હતા. તેઓએ “જિતકલ્પ સૂત્ર પર ચૂણિની રચના કરી છે. જૈન પરંપરાના ઇતિહાસમાં તો આચારાંગસૂત્રના ચૂણિકાર રૂપે પણ તેનો ઉલ્લેખ થયો છે. તેઓએ પૂજ્ય ઉમાસ્વાતિજીના સભાખ્યતત્વાર્થ પર પણ દળદાર ટીકા રચી છે. (૯) શીલાંકાચાર્ય – પ્રથમ બે અંગસૂત્રોની વૃત્તિ સ્વરૂપે સંસ્કૃતમાં વ્યાખ્યાકર્તા એવા આ આચાર્ય નવમી-દશમી સદી મધ્યે થયા. તેઓ નિવૃત્તી ગચ્છના આચાર્ય માનદેવસૂરિના શિષ્ય હતા. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [13] મુનિ દીપરત્નસાગર Page #14 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના રાજાઓના બહુમાન્ય હતા. તેઓએ વિ.સં. ૯૨૫માં ચઉપન્નમહાપુરુષચરિયની પણ રચના કરી છે. જીવસમાસવૃત્તિ પણ રચેલી છે. એવું કહેવાય છે કે તેઓએ “ભગવતી સૂત્રની વૃત્તિ પણ રચેલી, જો કે હાલ તે વૃત્તિ ઉપલબ્ધ નથી. (૧૦) ગંધહસ્તિ – આચારાંગસૂત્રની વૃત્તિના રચયિતા રૂપે આ વ્યાખ્યાતાનો ઉલ્લેખ થયો છે, પણ હાલ તે ટીકા મળતી નથી. શીલંકાચાર્યે આચારાંગસૂત્રની વૃત્તિમાં આ મહાત્માનો ઉલ્લેખ કર્યો છે. તેથી તેઓ શીલંકાચાર્યની પૂર્વે થયા હોવાનું અનુમાન છે. (૧૧) વાહરિ સાધુ- શીલંકાચાર્ય રચિત આગમોની વૃત્તિમાં તેમના સહાયક રૂપે વાહરિ સાધુનો ઉલ્લેખ મળે છે. તે જોતાં તેમને પણ આગમના સહાયક વ્યાખ્યાતા રૂપે સ્મરણમાં લાવવાનું અમને અત્રે યોગ્ય લાગેલ છે. (૧૨) અભયદેવસૂરિ – નવાંગી ટીકાકારના નામથી પ્રસિદ્ધિ પામેલા આ અભયદેવસૂરિ બારમી સદીમાં થયા હોવાનું જણાય છે. તેઓ ચંદ્રકુલમાં થયેલા. જો કે અભયદેવ નામે બીજા પણ આચાર્ય રાજગચ્છમાં થઇ ગયા છે, પણ આગમના પ્રખર વ્યાખ્યાતા અને મંત્રપ્રભાવક તથા જયતિહુઅણ સ્તોત્રના રચયિતા એવા આ અભયદેવસૂરિનો અહીં પ્રખર વ્યાખ્યાતા સ્વરૂપે ઉલ્લેખ સમજવો. ઠાણાંગ આદિ નવ અંગ ઉપરાંત પ્રથમ ઉપાંગ ઓપપાતિકની વૃત્તિ અને પ્રજ્ઞાપના સૂત્ર દ્વિતીયપદ સંગ્રહણી પણ તેમની જ રચેલી છે. આ સિવાય પણ તેમનું વિપુલ સાહિત્યસર્જન છે. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [14] મુનિ દીપરત્નસાગર Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૩) મલયગિરિસૂરિ બારમી-તેરમી શતાબ્દી મધ્યે થયેલા તેમજ આચાર્ય હેમચંદ્રના સમકાલીન અને સરસ્વતીદેવીના આરાધક એવા આ મલયગિરિએ ‘રાજપ્રશ્નીય’, જીવાજીવાભિગમ’ આદિ પાંચ ઉપાંગો પર અને ‘બૃહત્કલ્પ’ તથા ‘વ્યવહાર-છેદસૂત્ર’ પર, ‘પિંડનિયુક્તિ' અને ‘આવશ્યક સૂત્ર’ પર વૃત્તિની રચના કરી છે. જો કે આવશ્યક-વૃત્તિ અપૂર્ણ રહી છે. 'નંદીસૂત્ર'ની વૃત્તિ પણ તેમની મળે છે. નવાંગી ટીકાકાર પછી આગમના પ્રખર-વ્યાખ્યાતા રૂપે આપણે મલયગિરિ મહારાજને યાદ કરવા ઘટે. - પ્રખ્યાત વૃત્તિઓ તો મુદ્રિત અને પ્રાપ્ય પણ છે, પણ તે સિવાય ‘ભગવતીજી શતક બીજું” અને “શતક વીસમી’ની વૃત્તિ પણ તેમણે રચી હોવાનો ઉલ્લેખ મળે છે. ‘મહાકપ્પસૂત્ત' અને ‘જોઇસકરંડક’ની વૃત્તિ પણ મલયગિરિજીએ રચી છે. તેઓએ વ્યાકરણ પણ રચેલું છે. (૧૪) શાંતિચંદ્ર ઉપાધ્યાય આચાર્ય હીરસૂરીશ્વરજીના શિષ્ય એવા આ વિદ્વાન, કવિ વાદી, ૧૦૮ અવધાનના કર્તા, કુર્રાને શરીફના જ્ઞાતા ઉપાધ્યાય શાંતિચંદ્રજી સત્તરમી સદીમાં થયા. તેઓએ પ્રાયઃ ૧૬૬૦માં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ’ પર ‘પ્રમેયરત્ન મંજૂષા' નામક ટીકા રચેલી. મહારાજા અકબરને પ્રતિબોધ કરી અહિંસક બનાવનાર ઉપાધ્યાયે ‘કૃપારસકોશ' નામક ગ્રંથ પણ રચેલો. અજિતશાંતિ સ્તવન'ના છંદોમાં જ તેમણે ઋષભવીર સ્તવન’ પણ બનાવેલ. “આગમના પ્રખર વ્યાખાતાઓ” [15] મુનિ દીપરત્નસાગર Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૫) આચાર્ય ચંદ્રસૂરિ - નિરયાવલિકા ઉપાંગ પંચકની વૃત્તિના રચયિતા ચંદ્રસૂરિ, આચાર્ય શીલભદ્રાચાર્યના મુખ્ય પટ્ટધર હતા. તેઓ સિદ્ધાંતના અજોડ જ્ઞાતા હતા અને શાસ્ત્રવિવેચન તથા અર્થનિરૂપણ વિષયક અદભૂત શક્તિ ધરાવતા હતા. તેઓ ન્યાય શાસ્ત્રના પારગામી અને પરમધ્યાની હતા. પાંચ ઉપાંગ સૂત્રોની વૃત્તિ ઉપરાંત નિશીથ ચૂર્ણિ – વૃત્તિ (સં. ૧૧૭૪), વંદિત્તાસૂત્ર ની વૃત્તિ (સં. ૧૨૨૨), નંદીસૂત્ર દુર્ગપદ વ્યાખ્યા (સં. ૧૨૨૬), જિતકલ્પ બૃહદચૂણિ વ્યાખ્યા', ચૈત્યવંદન સૂત્ર-વૃત્તિ, ઈર્યાપથિકી-ચૂણિ, ‘વંદનક-ચૂણિ, “પાક્ષિકસૂત્ર-વૃત્તિ ઇત્યાદિ આગમ વ્યાખ્યા ગ્રંથોની રચના કરી. તદ્ ઉપરાંત શ્રી ચન્દ્રસુરિજીએ પંચાશક-વૃત્તિ, સૂક્ષ્માર્થ. વિચાર', પ્રતિષ્ઠાકલ્પ આદિ અનેક ગ્રંથરચના કરેલી હતી. તેમનું મૂળ નામ પાર્શ્વદેવ હતું. (૧૬) ક્ષેમકીર્તિસૂરિ- બૃહત્કલ્પની મલયગિરિકૃત અપૂર્ણ ટીકાને ૧૩૩૨માં સમાપ્ત કરનાર, તેરમી-ચૌદમી સદીની મધ્યમાં થયેલ ક્ષેમકીર્તિ, આચાર્ય જગચંદ્રસૂરિના શિષ્ય ચન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમણે જીવનપર્યત છ વિગઈઓનો સર્વથા ત્યાગ હતો. (૧૭) હરિભદ્રસૂરિ- ૧૪૪૪ ગ્રંથના રચયિતા અને યાકિની મહત્તરા ધર્મસૂનુ રૂપે પ્રસિદ્ધ આ પ્રખર વ્યાખ્યાતા વિશે પરિચય આપવો એ સૂર્ય સામે દીપક ધરવા જેવું કૃત્ય ગણાય. આવશ્યક સૂત્ર’ અને ‘દશવૈકાલિક સૂત્ર પર તો તેમની વૃત્તિ અત્યંત પ્રસિદ્ધ “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [16] મુનિ દીપરત્નસાગર Page #17 -------------------------------------------------------------------------- ________________ જ છે. મહાપ્રભાવક, મહાન ગ્રંથકાર, પ્રકાંડ વિદ્વાન એવા આ હરિભદ્ર મૂળભૂત ચિત્તોડના નિવાસી અને ચૌદ વિદ્યાના પારગામી હતા. તેઓ જિનદત્તસૂરિના શિષ્ય બન્યા. તેઓએ મહાનિશીથ-છેદસૂત્રનો જિર્ણોદ્ધાર પણ કરેલો. અણુઓગદ્વાર-સૂત્ર, ઓઘનિર્યુક્તિ, ચેઈયવંદણ-ભાષ્ય',જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ, જીવાજીવાભિગમ-સૂત્ર, નંદી-સૂત્ર, પિંડનિર્યુક્તિ, ‘વિશેષાવશ્યકભાષ્ય', ધ્યાનશતક-ટીકા, “પ્રજ્ઞાપના-સૂત્ર પ્રદેશપદ ઇત્યાદિ અનેક આગમગ્રંથોની વૃત્તિ રચી છે. પ્રાયઃ આઠમી સદીમાં થયેલા આ આચાર્ય દ્વારા રચિત વિપુલ ગ્રંથરાશિમાં દિનશુદ્ધિ', પંચવસ્તુ, પંચાશક', યોગદ્રષ્ટિ, યોગબિંદુ', યોગશતક', લલિતવિસ્તરા', શાસ્ત્રવાર્તા સમુચ્ચય' ઇત્યાદિ અતિ પ્રસિદ્ધ છે અને આજે પણ ઉપલબ્ધ છે. (૧૮) દ્રોણાચાર્ય – અગિયારમી-બારમી સદી મધ્યે થયેલ દ્રોણાચાર્યનું નામ આગમની વ્યાખ્યામાં ઓઘનિર્યુક્તિના વૃત્તિકાર રૂપે અને પપાતિકની અભયદેવસૂરિયાવૃત્તિના સંકલનકાર રૂપે પ્રસિદ્ધ થયેલ છે. તેઓ નાડોલના નિવાસી હતા. તેમણે નિવૃત્તી ગચ્છમાં દીક્ષા લીધી હતી. આગમના પારગામી પંડિત હતા. (૧૯) વાદિવેતાલ શાંતિસૂરિ – શારાપદ્ર ગચ્છમાં થયેલા આચાર્ય વિજયસિંહે ઉણ નિવાસી શેઠ ધનદેવના પુત્રની સંઘના કલ્યાણ માટે માંગણી કરી. દીક્ષા આપી, શાંતિભદ્ર નામ રાખ્યું. શાસ્ત્રો અને સિદ્ધાંતો ભણાવીને શાંતિસૂરિજીને ગચ્છભાર સોંપ્યો. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [17] મુનિ દીપરત્નસાગર Page #18 -------------------------------------------------------------------------- ________________ શાંતિસૂરિએ (રાજગચ્છીય) અભયદેવસૂરિ પાસે તર્કશાસ્ત્રનું અને સ્વગચ્છના આચાર્ય સર્વદેવસૂરિ પાસે જિનાગમનું જ્ઞાન મેળવ્યું. કાળક્રમે તેઓ કવીન્દ્ર અને વાદિચક્રવર્તીના બિરુદ પામ્યા. અગિયારમી સદીમાં થયેલા આ આચાર્યએ ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ની પાઈયટીકા રચી. તે ઉપરાંત, ‘સંઘાચાર’, ‘ચૈત્યવંદન’ ભાષ્ય રચ્યા અંગવિજ્જાનો ઉદ્ધાર કર્યો. બીજા પણ ગ્રંથોની રચના કરી. (20) મલધારી હેમચંદ્રસૂરિ_- બારમી સદીમાં આ આચાર્ય થયા. તેઓ આચાર્ય અભયદેવસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામેલ મહામાત્ય પ્રદ્યુમ્ન તે જ આ મલધારી હેમચંદ્રસૂરિ. તેઓએ એક લાખ શ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન કર્યું. જેમાં ‘આવશ્યક સૂત્ર’ની ટીપ્પણક, ‘વિશેષાવશ્યક' ની બૃહત્કૃત્તિ એ મુખ્ય આગમિક વ્યાખ્યાઓ છે. તે સિવાય પણ તેમણે શતક ‘કર્મગ્રંથ વિવરણ’, ‘ઉપદેશમાલા-પુષ્પમાલાપ્રકરણ', જીવસમાસ વિવરણ’, ‘ભવભાવના' આદિ અનેક ગ્રંથોની રચના કરી. (૨૧) વિજયવિમલ ગણિ- વાનરૠષિ વિમલની પરંપરામાં હેમવિમલસૂરિ પછી વિજયવિમલગણિ થયા, જે ‘વાનરઋષિ’ના નામે પણ ઓળખાય છે. તેઓએ સંવત ૧૬૨૨ થી ૧૬૩૪ સુધીમાં ‘ગચ્છાચાર પયન્ના'ની નાની અને મોટી બે ટીકા (અવચૂરી) રચી, તદુપરાંત ‘ચતુઃશરણ' અને ‘તંદુલવૈચારિક બંને પયન્ના'ની ટીકા (અવચૂરી) પણ તેમણે રચી. ત્રણ પયન્ના સૂત્રના અવસૂરી કે ટીકાના કર્તા એવા આ મહર્ષિએ બીજા ગ્રંથો પણ રચેલા. “આગમના પ્રખર વ્યાખાતાઓ” [18] મુનિ દીપરત્નસાગર Page #19 -------------------------------------------------------------------------- ________________ તેઓએ ભગવતી સૂત્રની ટીકાને આધારે બંધછત્રીસીની અવચૂરીની પણ રચના કરી છે. (૨૨) ભુવનતુંગસૂરિ- અંચલગચ્છીય આચાર્ય મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય આચાર્ય ભુવનતુંગસૂરિ થયા, તેઓ મોટા મંત્રવાદી હતા. તેમણે આઉરપ્રત્યાખ્યાન' અને “ચતુદશરણ પન્નાની ટીકાની રચના કરી. તેઓ પંદરમી સદીમાં થયા. (૨૩) માણિજ્યશેખર- અંચલગચ્છીય આચાર્ય મેરૂતુંગસૂરિ ના શિષ્ય કે જે માણિક્યસુંદરસૂરિ નામે પણ ઓળખાય છે. તેઓ પંદરમી સદીમાં થયા હતા. તેઓએ આગમ સાહિત્ય-વિવરણમાં આચારાંગસૂત્ર-દીપિકા, આવશ્યક-નિર્યુક્તિ-વૃત્તિ-દીપિકા', ઓઘનિર્યુક્તિ દીપિકા', પિંડ-નિર્યુક્તિ દીપિકા, દશવૈકાલિક દીપિકા, ‘ઉત્તરાધ્યયન દીપિકા, કલ્પનિર્યુક્તિ-અવચૂરી, આદિ રચેલાં છે. (૨૪) ગુણરત્નસૂરિ – પન્ના સૂત્રોમાં ભક્ત પરિજ્ઞા' અને સંસ્તારક' એ બે પયન્ના સૂત્રો પર તેમની રચેલી અવચૂરી પ્રાપ્ત થાય છે. જો કે આતુર પ્રત્યાખ્યાન સૂત્ર પરની અવચૂરી પણ તેમની હોવાનો એક મત છે. તેઓ આચાર્ય દેવેન્દ્રસૂરિના શિષ્ય હતા. સંવત ૧૪૪૨માં આચાર્ય થયા. તેમણે બીજા ગ્રંથો પણ રચેલા છે. (૨૫) શ્યામાચાર્ય – તેઓ યુગપ્રધાન ગુણાકરસૂરિના શિષ્ય હતા. વાચકવંશમાં થયેલ આ આચાર્ય વિ.સં. ૩૦૦ માં દીક્ષિત થયેલા. તેઓએ “પ્રજ્ઞાપના' નામે ઉપાંગસૂત્રની રચના કરી. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [19] મુનિ દીપરત્નસાગર Page #20 -------------------------------------------------------------------------- ________________ જો કે આપણો આ લેખ પ્રખર આગમ વ્યાખ્યાતાઓ પરનો છે, સૂત્રકારો વિશેનો નથી, તો પણ અમે શ્યામાચાર્યનો ઉલ્લેખ કર્યો, તેનું કારણ તેઓશ્રી રચિત “પ્રજ્ઞાપના-સૂત્ર ની વિશેષતા છે. ૩૬ પદોમાં અને ૭૭૮૭ શ્લોક પ્રમાણમાં રચાયેલ આ આગમ પ્રશ્નોત્તર શૈલીથી પ્રચુર દ્રવ્યાનુયોગને વર્ણવે છે. (૨૬) કોટ્યાચાર્ય- વિશેષાવશ્યકભાષ્ય પર તેઓએ વિસ્તૃત ટીકા રચેલી છે. સંભવતઃ તેઓ આઠમી સદીમાં થયા હતા. કોઈનો મત એવો છે કે તેઓ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના શિષ્ય હતા. વળી એક એવો પણ મત છે કે કોટ્યાચાર્ય બે થયા છે. પહેલા કોટ્યાચાર્યએ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની વિશેષાવશ્યક મહાભાષ્યની સ્વોપજ્ઞ ટીકા અધૂરી રહી હતી તેને પૂર્ણ કરી છે. બીજા કોટ્યાચાર્યએ વિ.સં. ૯૦૦ ની આસપાસમાં ઉક્ત મૂળટીકાના આધારે સંસ્કૃત ટીકા રચી છે. (૨૭) પૃથ્વીચંદ્રસૂરિ- આ આચાર્ય રાજગચ્છમાં થયા હતા. તેમનો કાળ તેરમી સદીનો જણાય છે. તેઓએ “કલ્પસૂત્ર' પર ટિપ્પણની રચના કરેલી છે. (૨૮) આચાર્ય અજિતદેવ- પલ્લીવાલગચ્છીય આ આચાર્ય ભગવંતે કલ્પસૂત્ર-દીપિકા', આચારાંગસૂત્ર-દીપિકા', “ઉત્તરાધ્યયન સૂત્ર દીપિકાની રચના કરેલી. જો કે પ્રાયઃ આ વ્યાખ્યા-સાહિત્ય હાલ ઉપલબ્ધ હોય તેવું અમારી જાણમાં નથી. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [20] મુનિ દીપરત્નસાગર Page #21 -------------------------------------------------------------------------- ________________ (૨૯) પં. યશોદેવગણિ – વડગચ્છની પરંપરામાં થયેલા આચાર્ય પ્રદ્યુમ્નસૂરિના પ્રશિષ્ય હતા. તેઓ સંવત ૧૧૨૮ મધ્યે આગમના પ્રખર વ્યાખ્યાતા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિને નવાંગી ટીકા રચનાકાળે સહાયતા પ્રદાન કરેલી. (૩૦) આચાર્ય વિજયસિંહસૂરિ- પિપ્પલક-ગચ્છ પરંપરામાં થયેલા આ આચાર્યએ શ્રાદ્ધપ્રતિક્રમણ ચૂણિની રચના સં.૧૧૮૩ના ચૈત્ર માસમાં કરી હતી. (૩૧) નમિસાધુ – પિપ્પલક ગચ્છના આચાર્ય શાંતિસૂરિના શિષ્ય હતા. તેઓએ ૧૧૨૨ માં આવશ્યક વૃત્તિ અને ચૈત્યવંદન વૃત્તિ પર ટિપ્પણ રચેલું હતું. | (૩૨) આચાર્ય નેમિચંદ્ર- આ આચાર્યશ્રી બારમી સદીમાં થયેલા. તેઓએ ઘણા ગ્રંથોની રચના કરેલી હતી. તેમાં આગમ વ્યાખ્યાતા રૂપે તેઓએ ‘ઉત્તરાધ્યયનસૂત્રની ૧૪૦૦૦ લોક પ્રમાણની વૃત્તિની રચના કરી છે. (૩૩) આચાર્ય સુમતિસૂરિ - આચાર્ય જિનદેવની પાટે થયેલા આચાર્ય સુમતિસૂરિએ દશવૈકાલિક સૂત્ર પર ૨૬૦૦ શ્લોક પ્રમાણ લઘુવૃત્તિની રચના કરી છે જે હાલ પણ ઉપલબ્ધ છે. (34) મહોપાધ્યાય કમલસંયમ ગણિ - ખરતરગચ્છીય એવા આ વિદ્વાન શ્રમણે સંવત ૧૪૭૬માં દીક્ષા લીધી. સંવત ૧૫૪૪ માં તેઓએ ઉત્તરાધ્યયનસૂત્રની “સર્વાર્થસિદ્ધિ' નામની “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [21] મુનિ દીપરત્નસાગર Page #22 -------------------------------------------------------------------------- ________________ ટીકાની રચના કરી. આ ઉપરાંત, તેઓએ કર્યસ્તવ વિવરણ અને સિદ્ધાંત સારોદ્ધાર આદિ ગ્રંથ પણ રચેલા હતા. (૩૫) આચાર્ય જિનહંસસૂરિ – સોળમી સદીમાં થયેલા આ ખરતરગચ્છીય આચાર્યએ સંવત ૧૫૮૨માં આચારાંગ-સૂત્રની દીપિકા રચ્યાનો ઉલ્લેખ મળે છે. | (૩૬) સાધુરંગ ગણિ- ખરતરગચ્છીય આચાર્ય જિનદેવની પરંપરામાં થયેલા ઉપાધ્યાય સાધુરંગ ગણિએ સંવત ૧૫૯૯માં સૂયગડાંગ સૂત્રની દીપિકા બનાવી. (૩૭) આચાર્ય તિલકપ્રભ- આચાર્ય ચક્રેશ્વરસૂરિજીની પાટપરંપરામાં ૪૪મી પાટે આચાર્ય તિલકપ્રભ થયા, જેઓએ તેરમી સદીમાં અનેક સાહિત્યનું સર્જન કર્યું. જેમાં ચૈત્યવંદન-ગુરૂવંદન-પ્રત્યાખ્યાનની લઘુવૃત્તિ તથા શ્રાવકપ્રતિક્રમણસૂત્રવૃત્તિની રચના કરી. તથા આગમ વ્યાખ્યારૂપે જિતકલ્પવૃત્તિ, દશવૈકાલિકસૂત્ર-વૃત્તિ', આવશ્યક-લઘુવૃત્તિ', તેમજ પાક્ષિકસૂત્ર-અવચૂરિ, પાક્ષિક-ખામણા-અવચૂરિ આદિ રચના કરી (૩૮) જયકીર્તિસૂરિ- અંચલગચ્છીય આચાર્ય મેરૂતુંગસૂરિના હસ્તદીક્ષિત એવા આ આચાર્ય પંદરમી સદીમાં થયા. તેમણે ઉત્તરાધ્યયનસૂત્રની ટીકા રચ્યાનો ઉલ્લેખ જૈન પરંપરાના ઈતિહાસમાં મળે છે, પરંતુ હાલ આ ટીકા ઉપલબ્ધ હોવાનું અમારી જાણમાં નથી. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [22] મુનિ દીપરત્નસાગર Page #23 -------------------------------------------------------------------------- ________________ (૩૯/૧) આચાર્ય ઉદયસાગર, (૩૯/૨) કીર્તિવલ્લભ ગણિ, (૩૯/૩) વિનયહંસ. આ ત્રણે મહાત્માઓ પ્રાયઃ અંચલગચ્છીય પરંપરામાં થયેલા જણાય છે. આચાર્ય સિદ્ધાંતસાગરસૂરિના કાળમાં (૧) સંવત ૧૫૪૬માં આચાર્ય ઉદયસાગરે ‘ઉત્તરાધ્યયનસૂત્ર દીપિકા’, (૨) સંવત ૧૫૫૨ માં કીર્તિવલ્લભે ‘ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિ' અને (૩) સંવત ૧૫૭૨માં વિનયહંસે ‘ઉત્તરાધ્યયન લઘુવૃત્તિ' તથા ‘દશવૈકાલીક ટીકા'ની રચના કર્યાનો ઉલ્લેખ મળે છે. (૪૦) ભટ્ટારકજી- અંચલગચ્છીય પરંપરાના ઉદયસાગરના સમયમાં ભટ્ટારકજીએ સંવત ૧૮૦૨ માં કલ્પસૂત્ર પર લઘુવૃત્તિ રચી હોવાનો ઉલ્લેખ મળેલ છે. (૪૧) આચાર્ય યશોદેવસૂરિ- પ્રસિદ્ધ આચાર્ય વીરગણિ મિશ્રના પ્રશિષ્ય એવા આ વિદ્વાન આચાર્યએ સંવત ૧૧૭૪માં ઈર્યાપથિકી-ચૈત્યવંદન-વંદનકચૂર્ણિ' રચી તેમજ સંવત ૧૧૮૦માં ‘પદ્મિસૂત્ર’ની ‘સુખાવબોધિકા-વૃત્તિ’ તથા ‘ખામણા પર અવસૂરિ’ની રચના કરેલી. (૪૨) આચાર્ય વાદીદેવસૂરિ- સુવિખ્યાત વાદી આચાર્યશ્રી દેવસૂરિજી મહારાજ ‘સ્યાદ્વાદ રત્નાકર’ અને યતિદિનચર્યા’ આદિ અનેક ગ્રંથોના રચયિતા છે. તેઓએ જીવાજીવાભિગમ સૂત્ર” પર એક લઘુવૃત્તિ રચેલી હોવાનો ઉલ્લેખ પણ મળે છે. “આગમના પ્રખર વ્યાખાતાઓ” [23] મુનિ દીપરત્નસાગર Page #24 -------------------------------------------------------------------------- ________________ (૪૩) મહોપાધ્યાય સમયસુંદરગણિ - ખરતરગચ્છીય મહોપાધ્યાય સકલચંદ્રગણિના શિષ્ય હતા. તેમનો કાળ સત્તરમી સદીનો હતો. તેઓએ સાહિત્યક્ષેત્રે અનેક વિષયોની સ્પર્શના કરેલી. આગમ વ્યાખ્યાતા રૂપે તેમણે “કલ્પસૂત્ર' અને દશવૈકાલિક સૂત્ર' પર ટીકા રચેલી છે. (૪૪) કનકસુંદર ગણિ – મહોપાધ્યાય વિદ્યારત્નમણિના શિષ્ય ઉપાધ્યાય કનકસુંદરગણિ હતા. તેમણે સંવત ૧૬૬૬માં દશવૈકાલિક સૂત્રનો ૭૦૦ શ્લોક પ્રમાણનો ઢબ્બો બનાવેલો. (૪૫) જયરત્નસૂરિ, (૪૬) કનકસુંદર, અને (૪૭) પદ્મસુંદર આ ત્રણે શ્રમણો વૃદ્ધ તપાગચ્છમાં થયેલા. અનુક્રમે તે તે પૂજ્યશ્રીએ દશવૈકાલિક', “જ્ઞાતાધર્મકથા અને ભગવતી સૂત્રનો ટબ્બો રચેલ હતો. (૪૬) આચાર્ય દેવેન્દ્રસૂરિ - ચૌદમી સદીમાં થયેલા આ આચાર્યએ ઘણા ગ્રંથોની રચના કરેલી. તેમાં “વૃંદારવૃત્તિ' નામથી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ એ આગમશાસ્ત્રના એક પેટા ગ્રંથ રૂપ ગણાય છે. (આચાર્ય રત્નશેખરસૂરિજીએ પણ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની વૃત્તિ રચેલી છે.) (૪૭) આચાર્ય ધર્મઘોષસૂરિ – આચાર્ય દેવેન્દ્રસૂરિની પાટે થયેલા આ આચાર્ય ચૌદમી સદીમાં થયા. તેઓ અતિ મહાન અને “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [24] મુનિ દીપરત્નસાગર Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક આચાર્યરૂપે ખ્યાતિ ધરાવતા હતા. તેમના નામે અનેક ચમત્કારોની વાતો પણ નોંધાયેલી છે. તેમની સાહિત્યરચના પણ વિપુલ હતી, જેમાં આગમ કે આગમના કોઈક અધ્યયન આધારિત વ્યાખ્યા પૂરતાં જ તેમના સાહિત્યનો ઉલ્લેખ કરીએ તો પણ સંઘાચાર ભાષ્યવિવરણ' અને શ્રાદ્ધ જિતકલ્પ' ને સ્મરણસ્થ' કરવા જ રહ્યાં. (૪૮) આચાર્ય જ્ઞાનસાગરસૂરિ – આચાર્ય દેવસુંદરસૂરિની પાટે આ આચાર્ય પંદરમી સદીમાં થયા. શાસન પ્રભાવનાના અનેક કાર્યો તેમના હસ્તે થયેલા. આગમના પ્રખર વ્યાખ્યાતા રૂપે તેમના સાહિત્યનો ઉલ્લેખ જોતાં- પન્નવણાસ્ત્રની અવચૂરિ, આવશ્યકસૂત્ર હારીભદ્રીયવૃત્તિની અવચૂરિ, ઓહનિષુત્તિની અવસૂરિ', તથા ઉત્તરાધ્યયનસૂત્ર બૃહદ્ધત્તિની અવચૂરિ પ્રાપ્ત થાય છે. (૪૯) આચાર્ય સાધુરત્નસૂરિ- દેવસુંદરસૂરિના આ શિષ્યએ સંવત ૧૫૪૬ માં યતિજિતકલ્પની અવમૂરિ રચેલી, જે પ્રાપ્ય છે. (૫૦) આચાર્ય સોમસુંદરસૂરિ – આચાર્ય જયાનંદસૂરિના શિષ્ય એવા આ આચાર્યને સંવત ૧૪૫૭ માં આચાર્યપદ મળેલ. તેમણે સંઘ, તીર્થસ્થાપના, પદવીદાન આદિ અનેક શાસનપ્રભાવક કાર્યો કરેલાં. તેમ જ જગતને વિશાળ સાહિત્ય અર્પણ કરેલું. જેમાં આગમ સંબંધી કે આગમના કોઈ ખંડ સંબંધી જે વ્યાખ્યાન સાહિત્ય સર્યું તે આ પ્રમાણે છે – ચૈત્યવંદનભાષ્ય “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [25] મુનિ દીપરત્નસાગર Page #26 -------------------------------------------------------------------------- ________________ અવચૂરિ', “કલ્પાન્તર્વાચ્ય', “ભાષ્યત્રય ચૂણિ', યતિજિતકલ્પ રત્નકોશ', “ષડાવશ્યક બાલાવબોધ' ઇત્યાદિ. (૫૧) જિનહર્ષ-ગણિ- આચાર્ય જયચંદ્રસૂરિના શિષ્ય અને મહોપાધ્યાય જિનમંડનગણિના વિદ્યાશિષ્ય એવા આ જિનહંસગણિ નામે પણ ઓળખાય છે. તેઓ મહા વિદ્વાન, મોટા ગ્રંથકાર અને ગ્રંથસંશોધક હતા. તેમની અનેક સાહિત્યરચનામાં સૂર્યપ્રજ્ઞપ્તિ ટિપ્પણ', ચંદ્ર પ્રજ્ઞપ્તિ ટિપ્પણ'નો પણ સમાવેશ થાય છે. (૫૨) પંન્યાસ સંઘવિજય ગણિ – આચાર્ય હીરસૂરિજીના પ્રશિષ્ય મહોપાધ્યાય ધર્મવિજયજી ગણિના શિષ્ય હતા. બીજા મતે તેઓ પંન્યાસ ગુણવિજયજી ગણિના શિષ્ય હતા. તેઓએ સંવત ૧૬૭૪માં કલ્પસૂત્રની લઘુટીકા રૂપે કલ્પ પ્રદીપિકાની રચના કરેલી જે ૩૩૦૦ લોક પ્રમાણ હતી. (૫૩) સોમવિમલસૂરિ – મુનિ સૌભાગ્યહર્ષના શિષ્ય હતા. તેમને હેમવિમલસૂરિએ દીક્ષા આપેલી. સંવત ૧૫૮૩ માં તેઓને આચાર્યપદ મળ્યું. તેઓએ ઘણી સાહિત્ય રચના કરેલી. જેમાં આગમિક ગ્રંથોમાં “કલ્પસૂત્ર, દશવૈકાલિક અને ‘વિપાકસૂત્રના ટબ્બાઓનો સમાવેશ પણ થાય છે. (૫૪) મહોપાધ્યાય ધર્મસાગર ગણિ – વિજયદાનસૂરિના હસ્તે દીક્ષિત થનારા ધર્મસાગરજી પ્રકાંડ વિદ્વાનવાદી અને સમર્થ ગ્રંથકાર હતા. સંવત ૧૬૦૮માં તેઓ ઉપાધ્યાય બન્યા. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [26] મુનિ દીપરત્નસાગર Page #27 -------------------------------------------------------------------------- ________________ તેઓએ ખંડનમંડનના કેટલાક ગ્રંથો રચી તે-તે મતોનું નિરસન કરેલું. તેઓ અજોડ શાસનરાગી હતા. તેઓએ કલ્પસૂત્ર પર ‘કલ્પ કિરણાવલિ નામે ટીકા રચેલી. તે ઉપરાંત, સંવત ૧૬૩૯માં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા રચેલી. (૫૫) મહોપાધ્યાય વિનયવિજયજી ગણિ- સત્તરમી સદીમાં થયેલા આ વિદ્વાન શ્રમણે અનેક ગ્રંથોની રચના કરેલી. તેમાં સંવત ૧૬૯૬માં કલ્પસૂત્રની સુબોધિકા ટીકાની રચના કરી. (૫૬) ઉપાધ્યાય શ્રુતસાગરગણિ- મહોપાધ્યાય ધર્મસાગર ગણિના શિષ્ય હતા. તેમણે સંવત ૧૬૮૩માં ચઉશરણપયન્નાની ટીકા રચેલી. ==================================== આગમના ઉક્ત પ્રખર વ્યાખ્યાતા સિવાય પણ કેટલાંક નામો પ્રવચન કિરણાવલિમાં જોવા મળેલ છે. પણ તે સિવાયની વિશેષ માહિતી અમે મેળવી શક્યા નથી, તે આ પ્રમાણે છે – * જિનહિંસસૂરિ રચિત આચારાંગસૂત્ર-દીપિકા' ** અજિતદેવસૂરિ રચિત આચારાંગસૂત્ર-દીપિકા' ** લક્ષ્મીકલ્લોલસાધુ રચિત આચારાંગ અવચૂરિ, ** સૂત્રકૃતાંગ' પર હર્ષકુલગણિ' તથા ઉપાધ્યાય સાધુરંગની રચેલ દીપિકા, ** “ઠાણાંગસૂત્ર પર નગષિગણિની રચિત દીપિકા તથા હર્ષનંદ અને સુમતિ કલ્લોલ રચિત ટીકાઓ. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [27] મુનિ દીપરત્નસાગર Page #28 -------------------------------------------------------------------------- ________________ ** “ભગવતીજી સૂત્ર પર દાનશેખરસૂરિ રચિત ટીકા તથા અજ્ઞાત કર્તક અવચૂણિ પણ મળે છે. ** “પ્રશ્ન-વ્યાકરણ સૂત્ર પર જ્ઞાનવિમલસૂરિ કૃત ટીકા, ** “પ્રજ્ઞાપના સૂત્ર પર કુલમંડનગણિની અવચૂરિ, ** જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્ર પર પુણ્યસાગરજી અને બ્રહ્મર્ષિગણિની ટીકાઓ, * મૂલસૂત્રોમાં આવશ્યક અને ઉત્તરાધ્યયન પર તો ઘણું-ઘણું જ વ્યાખ્યા-સાહિત્ય મળે છે. આ રીતે આગમના અનેક પ્રખર વ્યાખ્યાતાઓનો સામાન્ય ચિતાર આપની સન્મુખ લાવવા પ્રયત્ન કર્યો છે. ******************************************************* ખરેખર તો આગમોના જો કોઈ સમર્થ વ્યાખ્યાતા હોય તો તે છે એક ને માત્ર એક જ તીર્થકર મહારાજા. પ્રાંતે તેમનાં ચરણોમાં નમસ્કાર સહ.. મુનિ દીપરત્નસાગર. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [28] મુનિ દીપરત્નસાગર