________________
* દ્વાદશાંગી – અર્થ અને ઉદ્ધવ : --
આવશ્યક ચૂર્ણિકાર મહર્ષિ જણાવે છે કે- અતીત, અનાગત અને વર્તમાનનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના યથાર્થદ્રષ્ટા અહંન્તોએ જે અર્થોની પ્રરૂપણા કરી તે અર્થોને અહંન્ત પાસેથી સાક્ષાત પ્રાપ્ત કરી પરમ બુદ્ધિ સંપન્ન તથા સર્વાક્ષર-સન્નિપાત લબ્ધિ વડે યુક્ત ગણધરોએ સર્વ પ્રાણીઓના હિતને માટે સૂત્રરૂપે ઉપનિબદ્ધ કરેલ આચારાંગ આદિ બાર અંગોને જ દ્વાદશાંગી (અંગપ્રવિષ્ટ) કહેવાય છે. નંદીસૂત્ર-વૃત્તિકાર પણ જણાવે છે કે શ્રુતપુરુષના અંગ સ્થાનીય આચારાંગ આદિ બાર અંગ છે, તે જ દ્વાદશાંગી છે. આ દ્વાદશાંગીને ગણિપીટક પણ કહે છે અને શ્રુતજ્ઞાન દ્વાદશ અંગાત્મક જ કહેલું છે.
આવી વ્યુતરૂપ દ્વાદશાંગી'નો ઉદભવઃ- ભગવંતના પ્રથમ સમવસરણની રચના થાય ત્યારે ગણધર-નામકર્મધર શ્રમણ મહાત્માઓ ત્રણ નિષદ્યા અર્થાત પ્રણિપત્ય પૃચ્છા દ્વારા તેનું નિર્માણ કરે છે. આવશ્યકસૂત્રની હારિભદ્રીય વૃત્તિ મુજબ- જ્યારે ભગવાને કહ્યું કે – 'રૂપને ૩ વા, વિનમે રૂ વા, પુર્વે રૂ વ આ જ ત્રણ નિષદ્યાઓ છે. તેના આધારે ગણધરોને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થી યુક્ત છે તે જ સત છે તેની પ્રતીતિ થાય છે. ત્યારપછી તેઓ દ્વાદશાંગીની રચના કરે છે. આ રચના તે ગણધરો પૂર્વજન્મની ભાવિતમતિથી પ્રાપ્ત જ્ઞાનના આધારે કરે છે.
નંદીસૂત્ર મલયગિરિ વૃત્તિમાં આ જ વિધાનને ભિન્નરૂપે પ્રગટ કરતાં વૃત્તિકાર મહર્ષિ નોંધે છે કે – અહંન્તો દ્વારા ઉપદિષ્ટ
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[5]
મુનિ દીપરત્નસાગર