________________
ત્રણ માતૃકાપદ- ઉપન્ને ઈ વા, વિગમે ઈ વા, ધુવેઈ વાની અવધારણા કરી, ગણધર સમગ્ર પ્રવચનને સૂત્રના રૂપમાં ગુંથે છે.
આગમ' શબ્દ, અર્થ અને વર્તમાન માળખું.
શ્રમણ શબ્દથી આરંભાયેલ આ લઘુ શોધ-નિબંધ અંતર્ગત શ્રમણ, શ્રમણજીવનનો પ્રાણ, સ્વાધ્યાય, દ્વાદશાંગીનો અર્થ અને ઉદભવ' આટલી વિશાળ ભૂમિકાની સ્પર્શના બાદ આપણા મૂળ વિષય પ્રતિ ગતિ કરતાં હવે આપણે આગમ' શબ્દની ભોમકાએ પ્રવેશી રહ્યા છીએ.
હિંદુ-વૈદિક ધર્મીમાં જે સ્થાન ઉપનિષદ કે ભગવદ્ ગીતાનું છે, મુસ્લિમ ધર્મી માટે જે મહત્વ કુનનું છે કે ઈશાઈ ધર્મી જેમ બાઈબલ' ગ્રંથને ધર્મશાસ્ત્ર રૂપે ઓળખાવે છે તે રીતે જૈનોના ધર્મશાસ્ત્રને આગમ' કહે છે. ઉક્ત દ્વાદશાંગી એ જ આગમ કહેવાય છે, અર્થાત્ બાર આગમોનો સમૂહ તે દ્વાદશાંગી.
આગમ શબ્દ પ્રવચન, શ્રુત, સિદ્ધાંત, સમય, આપ્તવચન, જિનવચન ઈત્યાદિ પર્યાય-નામોથી ઓળખાય છે. તેની વ્યાખ્યા કરતાં આવશ્યક ચૂણિકાર કહે છે. “આગમ એટલે આપ્તવચન.”
તત્વાર્થટીકા- “આચાર્યોની પરંપરાથી વાચના દ્વારા જે આવે તે આગમ”
નંદીસૂત્રટીકા – “જેના વડે અભિવિધિ સહ-સમસ્ત શ્રુતગત વિષયોથી વ્યાપ્તિરૂપ મર્યાદા વડે અથવા યથાવસ્થિત પ્રરૂપણા વડે અર્થોને જાણી કે પામી શકાય છે તેને આગમ' કહેવાય છે.
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[6]
મુનિ દીપરત્નસાગર