________________
જિતકલ્પચૂર્ણ — જેના વડે અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થાય તે આગમ.
લલિતવિસ્તરા - પૂર્વાપર વિરોધાદિ દોષોથી રહિત શુદ્ધ આપ્તવચન તે આગમ.
આ રીતે આગમની અનેક વ્યાખ્યા દ્રષ્ટિગોચર થાય છે.
આગમોનું મૂળભૂત માળખું આ દ્વાદશાંગી રૂપ જ હતું. કાળક્રમે તેમાં પરિવર્તન આવ્યું. ઓઘનિર્યુક્તિમાં તેની બદલાયેલી વ્યાખ્યા સ્થાન પામી—“ અહંન્તો દ્વારા સૂત્રિત, પ્રત્યેક બુદ્ધ અને પૂર્વધર સ્થવિરો દ્વારા રચિત આગમો પણ પ્રમાણભૂત મનાયા છે.” . તદુપરાંત, નંદીસૂત્રના કર્તા દેવવાચકગણિ કે જેઓ છઠ્ઠી શતાબ્દીમાં થયા તેમણે નંદીસૂત્રમાં આગમનું માળખું દર્શાવતા બે મુખ્ય વિભાગ કર્યા. (૧) અંગ પ્રવિષ્ટ (૨) અંગબાહ્ય.
જેમાં દ્વાદશાંગીરૂપ બાર અંગો ને અંગપ્રવિષ્ટરૂપે જણાવ્યા છે. તે સિવાય, પૂર્વધર પુરુષો આદિ દ્વારા રચાયેલા આગમોને અંગ બાહ્ય ગણાવેલા છે.
અહીં અંગબાહ્ય આગમ ના પણ આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત, એવા બે ભાગ કહ્યા છે.
વળી, આવશ્યક વ્યતિરિક્તના પણ કાલિક અને ઉત્કાલિક સૂત્રો એવા બે વિભાગો કરાયેલ છે. તદ્ અંતર્ગત આગમોની એક વિશાળ સૂચિ રજૂ કરાયેલ છે. આ સિવાય પ્રકીર્ણક સૂત્રોનો પણ અંગ બાહ્ય આગમોમાં આવિર્ભાવ કરાયેલ છે.
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[7]
મુનિ દીપરત્નસાગર