________________
આ જ માળખું પરિવર્તન પામતાં-પામતાં વર્તમાનકાળે છે વિભાગો દ્વારા પિસ્તાલીસ આગમ સંખ્યા રૂપે ઓળખાવાઈ રહ્યું છે. તે આ પ્રમાણે છે –
૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પયન્ના, ૬ છેદ, ૪ મૂલ અને ૨ ચૂલિકા. એ રીતે પિસ્તાલીસ આગમ સંખ્યા નિર્ધારિત કરાઈ છે. સંખ્યાની દ્રષ્ટિએ તેનો ઉલ્લેખ પિસ્તાલીસ આગમરૂપે પ્રદ્યુમ્નસૂરિ એ વિચારસાર પ્રકરણમાં કર્યો, જેઓ ચૌદમી સદીમાં થયા. જો કે તેઓએ ગણાવેલ નામાવલિ અને વર્તમાન પિસ્તાલીસ આગમોના નામોમાં કિંચિત ભિન્નતા છે, પણ તેમાં સંખ્યા આદિ ઘણી બાબતે સમાનતા પ્રવર્તે છે.
આગમની વ્યાખ્યા – વિવરણ – સાહિત્ય.
[નોંધ : વર્તમાનકાળે સ્વીકૃત બનેલ પિસ્તાલીસ આગમના વ્યાખ્યા-સાહિત્યની જ અત્રે ચર્ચા કરાઈ છે.]
આગમનું મૂળ સાહિત્ય સૂત્ર રૂપે ઓળખાય છે. આ સૂત્રોનો સૌ પ્રથમ વિવરણ કે વ્યાખ્યા-ગ્રંથ થયો તેને નિર્યુક્તી કહેવાય છે. આવશ્યક નિર્યુક્તિમાં નિર્યુક્તિ શબ્દની વ્યાખ્યા કરતાં જણાવે છે કે – “સૂત્રમાં નિર્યુક્તિ અર્થની સુવ્યવસ્થિત વ્યાખ્યા કરનાર ગ્રંથ તે નિર્યુક્તિ. આ નિર્યુક્તિ હંમેશા પદ્યાત્મક શૈલીમાં જ હોય છે. તેની ભાષા પ્રાકૃત હોય છે.”
નિર્યુક્તિ પછી વિવરણ સાહિત્ય રૂપે ભાષ્ય ની રચના થઇ હોવાનું જણાય છે. સામાન્યથી ભાષ્યનો અર્થ થાય છે- “નિર્યુક્તિ
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[8]
મુનિ દીપરત્નસાગર