________________
દ્વારા વિવેચિત કરેલા પારિભાષિક શબ્દોના અર્થના બાહુલ્યને જે અભિવ્યક્ત કરે તે ભાષ્ય.” પણ આ અર્થ સર્વથા સંપૂર્ણ નથી. કેમ કે ભાષ્યોની રચના સૂત્ર ઉપર સીધી પણ થયેલી છે. વળી, વર્તમાન કાળે નિર્યુક્તિ કરતાં ભાષ્યો વધુ સંખ્યામાં ઉપલબ્ધ છે.
ભાષ્યો પણ પ્રાકૃત-પદ્યમય શૈલીમાં રચાયા હોય છે. વિવરણ સાહિત્યનો ત્રીજો તબક્કો ચૂણિનો આવે છે.
ચૂણિ એ નિર્યુક્તિ અને ભાષ્યનું વિસ્તૃત વિવરણ સ્વરૂપ છે. વળી, તેની રજૂઆત ગદ્યાત્મક સ્વરૂપે થયેલી છે, જેથી તે પદ્ય વિવરણો કરતાં તે સમજવા સરળ બને છે. તદુપરાંત, મુખ્યતાએ પ્રાકૃત ભાષામાં જ ચૂણિની રચના થતી હોવા છતાં, તેમાં કિંચિત સંસ્કૃતનું મિશ્રણ હોય છે.
વૃત્તિ એ વિવરણ સાહિત્યનો ચોથો વિસામો છે. ચૂણિ સાહિત્ય સાથે ઘણી જ સામ્યતા ધરાવતા આ વિવરણમાં શાબ્દિક અને પદાર્થ બંનેની બહુલતા ઉમેરાયેલી હોવાથી તેમ જ સંસ્કૃત ભાષામાં ગદ્યાત્મક શૈલીમાં રજૂઆત પામેલ હોવાથી તેનો સ્વીકાર સહજ બન્યો છે. વળી, વર્તમાનમાં આગમ વિવરણ સાહિત્યમાં વૃત્તિની જ મુખ્યતા છે.
ઉક્ત વિવરણ સાહિત્ય ઉપરાંત પણ ટિપ્પણક અવચેરી, અવચૂણિ, સંગ્રહણી, દીપિકા ઇત્યાદિ નામોથી પણ પછી પછીના આચાર્ય ભગવંતોએ આગમનું વિવરણ-સાહિત્ય સર્જેલું છે.
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[9]
મુનિ દીપરત્નસાગર