________________
દશવૈકાલિક ચૂણિમાં તો ત્યાં સુધી ચૂર્ણિકાર મહર્ષિ જણાવે છે કે સ્વાધ્યાય સમાન કોઈ તપોકમ હતું નહિ અને થશે પણ નહિ.
સ્વાધ્યાયનું શ્રમણજીવનમાં મહત્વ પ્રતિપાદિત કરતાં આ પ્રમાણે કહી શકાય કે –
શ્રમણજીવનનું મુખ્ય ધ્યેય છે “મોક્ષપદ-પ્રાપ્તિ. સંચિત કર્મોનો ક્ષય એટલે જ મોક્ષ. આ રીતે મોક્ષની પૂર્વ શરત છે. કર્મોની સર્વથા નિર્જરા કરવી તે. આ કર્મનિર્જરા તપ વડે થાય છે. તપના બાર ભેદોમાં સ્વાધ્યાયને ઉત્તમોત્તમ તપ’ કહેલ છે. અને આ સ્વાધ્યાય શ્રમણોની સમગ્ર દિનચર્યામાં સૂત્ર-પોરીસીથી દિવસ અને રાત્રી બંને થઈને ચાર પ્રહરનો દર્શાવાયો છે. વળી અર્થથી બીજો પ્રહર પણ સ્વાધ્યાયનો જ કહેલ છે. આ રીતે શ્રમણો માટે પ્રતિદિન પંદર કલાકથી પણ વધુ સમયનો સ્વાધ્યાય કરવાનું શાસ્ત્રવચન છે, તેથી સ્વાધ્યાય એ શ્રમણજીવનનો પ્રાણ છે.
કે સ્વાધ્યાય–દ્વાદશાંગીનો.....
સ્વાધ્યાય શ્રમણજીવનનો પ્રાણ છે. તે કથનનો સ્વીકાર કરતાં જ પ્રશ્ન ઉદભવે કે સ્વાધ્યાય એટલે શું ? સ્વાધ્યાયના અનેક આગમિક અર્થોમાં એક અર્થ છે- “શ્રુતગ્રંથોનું અધ્યયન અને અધ્યાપન એટલે સ્વાધ્યાય આવશ્યક નિર્યુક્તિકાર જણાવે છે કે શ્રી જિનેશ્વરદેવોએ કહેલાં દ્વાદશાંગ-બારઅંગોને જ પંડિતપુરુષોએ સ્વાધ્યાય કહેલો છે. સારાંશ એ કે શ્રમણજીવનનો પ્રાણ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એટલે જ દ્વાદશાંગી અથવા તે રૂપ શ્રુતનું અધ્યયન.
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[4]
મુનિ દીપરત્નસાગર