________________
| શ્રમણ એટલે સમતાના પાલક. 1 શ્રમણ એટલે સંસારના વિષયથી ખેદ પામનાર. 1 શ્રમણ એટલે સમભાવની સાધના કરનાર.
શ્રમણ એટલે સર્વ જીવોમાં સમ-મનવાળા......ઇત્યાદિ. દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનસૂત્રમાં તો " સ મિg " નામક એક અધ્યયનમાં શ્રમણનું સ્વરૂપ અતિ વિસ્તારથી પ્રસ્તુત થયેલ છે, જેમાં પ્રસ્તુત માહિતી-નિબંધ સાથે સંબંધિત શ્રમણ શબ્દની સંવાદિતતાયુક્ત બે વ્યાખ્યાઓ દ્રષ્ટિ સન્મુખ તરવરે છે. (1) શ્રમણ એટલે જે સૂત્ર તથા તેના રહસ્યને જાણે તે.
(૨) શ્રમણ એટલે જે જ્ઞાનાદિ ધર્મમાં સ્થિર છે તે.
“શ્રમણ' શબ્દની ઉક્ત બે વ્યાખ્યા શ્રમણની દિનચર્યામાં અગ્રીમતા ધરાવે છે, કેમ કે ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૨૬માં શ્રમણ દિનચર્યામાં સ્પષ્ટ જણાવાયું છે કે સાધુ દિવસ અને રાત્રી બંનેના પ્રથમ અને અંતિમ પ્રહરમાં સ્વાધ્યાય કરે.
* શ્રમણજીવનનો પ્રાણ- સ્વાધ્યાય - શ્રમણ દિનચર્યા જોતા એક વાત તો સ્પષ્ટ છે કે શ્રમણ જીવનનો અડધાથી વધુ સમય તો સ્વાધ્યાયરૂપ તપધર્મ આરાધનામાં જ વિતાવવાનો છે. આ સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મને ક્ષીણ કરે છે.
શ્રમણ-મુનિ જેમ જેમ અપૂર્વ અને અતિશય રસયુક્ત શ્રતનું અવગાહન કરે છે તેમ તેમ તેને સંવેગના નવા નવા સ્રોત પ્રાપ્ત થાય છે, જેનાથી તેને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે.
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[3]
મુનિ દીપરત્નસાગર