________________
नमो नमो निम्मलदसणस्स श्री आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गूरूभ्यो नम:
આગમના પ્રખર વ્યાખ્યાતાઓ
લઘુ શોધનિબંધ
આ શીર્ષકનું સર્જન ત્રણ શબ્દોના સમન્વયથી ઉદ્ભવેલ છે. (૧) આગમ (૨) પ્રખર (૩) વ્યાખ્યાતા. જેમાં વ્યાખ્યાતા શબ્દ ‘શ્રમણ ના એક વિશિષ્ટ ગુણનો દ્યોતક છે, કેમકે જે કોઈ નિર્યક્તી, ભાષ્ય, ચૂણિ કે વૃત્તિ સ્વરૂપે વ્યાખ્યાન-કર્તા છે તે સર્વે શ્રમણ ભગવંતો જ છે. જે પ્રખર’ શબ્દ છે તે વ્યાખ્યાતાના વિશેષણ રૂપે પ્રયોજાયેલ છે અને આગમ' શબ્દ જૈન વાડમયનો પારિભાષિક શબ્દ છે. તેથી સર્વ પ્રથમ શ્રમણ’ શબ્દના અર્થને ચિત્તસ્થ કરી આગમ' સાથે તેના સંબંધની સંવાદિતતા પ્રગટ કરી, પછી પ્રસ્તુત વિષય પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરેલ છે.
* શ્રમણ-- આગમ શાસ્ત્રોના પૃષ્ઠો પર શ્રમણ' શબ્દ અનેક અર્થોમાં વ્યાખ્યાયિત થયેલો નજરે પડે છે, જેમકે – | શ્રમણ એટલે તપસ્વી.
શ્રમણ એટલે સંયમી. શ્રમણ એટલે શત્રુ કે મિત્ર અથવા સ્વજન કે પરજન પ્રત્યે સમભાવથી વર્તનાર.
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[2]
મુનિ દીપરત્નસાગર