________________ ** “ભગવતીજી સૂત્ર પર દાનશેખરસૂરિ રચિત ટીકા તથા અજ્ઞાત કર્તક અવચૂણિ પણ મળે છે. ** “પ્રશ્ન-વ્યાકરણ સૂત્ર પર જ્ઞાનવિમલસૂરિ કૃત ટીકા, ** “પ્રજ્ઞાપના સૂત્ર પર કુલમંડનગણિની અવચૂરિ, ** જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્ર પર પુણ્યસાગરજી અને બ્રહ્મર્ષિગણિની ટીકાઓ, * મૂલસૂત્રોમાં આવશ્યક અને ઉત્તરાધ્યયન પર તો ઘણું-ઘણું જ વ્યાખ્યા-સાહિત્ય મળે છે. આ રીતે આગમના અનેક પ્રખર વ્યાખ્યાતાઓનો સામાન્ય ચિતાર આપની સન્મુખ લાવવા પ્રયત્ન કર્યો છે. ******************************************************* ખરેખર તો આગમોના જો કોઈ સમર્થ વ્યાખ્યાતા હોય તો તે છે એક ને માત્ર એક જ તીર્થકર મહારાજા. પ્રાંતે તેમનાં ચરણોમાં નમસ્કાર સહ.. મુનિ દીપરત્નસાગર. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [28] મુનિ દીપરત્નસાગર