________________
રચના કરી. મોટાભાગના ચૂણિ સાહિત્યનું શ્રેય જિનદાસગણિ મહત્તરને જાય છે.
કોઈ કોઈ ચૂણિ વિશે ચૂણિકાર-મહર્ષિનો નિર્ણય મળતો નથી. જો કે પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગર સૂરીશ્વરજીના આ મત સાથે કેટલાક સંમત નથી. પરંતુ તે ચર્ચા અત્રે અસ્થાને છે. તેઓ જિનભદ્રમણિક્ષમાશ્રમણ પછી અને હરિભદ્રસૂરિજી ની પૂર્વે થયેલા હતા.
(૭) અગત્સ્યસિંહસૂરિ - દશવૈકાલિક સૂત્ર આગમ પરના વ્યાખ્યાન સાહિત્યમાં બે ચૂણિઓ હાલ પ્રાપ્ય છે. આ બીજી ચૂણિના વ્યાખ્યાતા પૂજ્યશ્રી અગત્સ્યસિંહસૂરિ છે. પ્રૌઢ પ્રાકૃતમાં તેઓએ ‘દશવૈકાલિક સૂત્ર તથા નિર્યુક્તિ સંબંધે ચૂણિની રચના કરી છે.
(૮) સિદ્ધસેનગણિ– દિન્નમણિ ક્ષમાશ્રમણની પાટ પરંપરામાં થયેલા સિદ્ધસેનગણિ સિદ્ધાંતના પારગામી, મહાન તાર્કિક અને અજોડ ગ્રંથકાર હતા. તેઓએ “જિતકલ્પ સૂત્ર પર ચૂણિની રચના કરી છે. જૈન પરંપરાના ઇતિહાસમાં તો આચારાંગસૂત્રના ચૂણિકાર રૂપે પણ તેનો ઉલ્લેખ થયો છે.
તેઓએ પૂજ્ય ઉમાસ્વાતિજીના સભાખ્યતત્વાર્થ પર પણ દળદાર ટીકા રચી છે.
(૯) શીલાંકાચાર્ય – પ્રથમ બે અંગસૂત્રોની વૃત્તિ સ્વરૂપે સંસ્કૃતમાં વ્યાખ્યાકર્તા એવા આ આચાર્ય નવમી-દશમી સદી મધ્યે થયા. તેઓ નિવૃત્તી ગચ્છના આચાર્ય માનદેવસૂરિના શિષ્ય હતા.
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[13]
મુનિ દીપરત્નસાગર