________________
ગુજરાતના રાજાઓના બહુમાન્ય હતા. તેઓએ વિ.સં. ૯૨૫માં ચઉપન્નમહાપુરુષચરિયની પણ રચના કરી છે. જીવસમાસવૃત્તિ પણ રચેલી છે. એવું કહેવાય છે કે તેઓએ “ભગવતી સૂત્રની વૃત્તિ પણ રચેલી, જો કે હાલ તે વૃત્તિ ઉપલબ્ધ નથી.
(૧૦) ગંધહસ્તિ – આચારાંગસૂત્રની વૃત્તિના રચયિતા રૂપે આ વ્યાખ્યાતાનો ઉલ્લેખ થયો છે, પણ હાલ તે ટીકા મળતી નથી. શીલંકાચાર્યે આચારાંગસૂત્રની વૃત્તિમાં આ મહાત્માનો ઉલ્લેખ કર્યો છે. તેથી તેઓ શીલંકાચાર્યની પૂર્વે થયા હોવાનું અનુમાન છે.
(૧૧) વાહરિ સાધુ- શીલંકાચાર્ય રચિત આગમોની વૃત્તિમાં તેમના સહાયક રૂપે વાહરિ સાધુનો ઉલ્લેખ મળે છે. તે જોતાં તેમને પણ આગમના સહાયક વ્યાખ્યાતા રૂપે સ્મરણમાં લાવવાનું અમને અત્રે યોગ્ય લાગેલ છે.
(૧૨) અભયદેવસૂરિ – નવાંગી ટીકાકારના નામથી પ્રસિદ્ધિ પામેલા આ અભયદેવસૂરિ બારમી સદીમાં થયા હોવાનું જણાય છે. તેઓ ચંદ્રકુલમાં થયેલા. જો કે અભયદેવ નામે બીજા પણ આચાર્ય રાજગચ્છમાં થઇ ગયા છે, પણ આગમના પ્રખર વ્યાખ્યાતા અને મંત્રપ્રભાવક તથા જયતિહુઅણ સ્તોત્રના રચયિતા એવા આ અભયદેવસૂરિનો અહીં પ્રખર વ્યાખ્યાતા સ્વરૂપે ઉલ્લેખ સમજવો. ઠાણાંગ આદિ નવ અંગ ઉપરાંત પ્રથમ ઉપાંગ ઓપપાતિકની વૃત્તિ અને પ્રજ્ઞાપના સૂત્ર દ્વિતીયપદ સંગ્રહણી પણ તેમની જ રચેલી છે. આ સિવાય પણ તેમનું વિપુલ સાહિત્યસર્જન છે. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [14] મુનિ દીપરત્નસાગર