________________
(૧૩) મલયગિરિસૂરિ બારમી-તેરમી શતાબ્દી મધ્યે
થયેલા તેમજ આચાર્ય હેમચંદ્રના સમકાલીન અને સરસ્વતીદેવીના આરાધક એવા આ મલયગિરિએ ‘રાજપ્રશ્નીય’, જીવાજીવાભિગમ’ આદિ પાંચ ઉપાંગો પર અને ‘બૃહત્કલ્પ’ તથા ‘વ્યવહાર-છેદસૂત્ર’ પર, ‘પિંડનિયુક્તિ' અને ‘આવશ્યક સૂત્ર’ પર વૃત્તિની રચના કરી છે. જો કે આવશ્યક-વૃત્તિ અપૂર્ણ રહી છે. 'નંદીસૂત્ર'ની વૃત્તિ પણ તેમની મળે છે. નવાંગી ટીકાકાર પછી આગમના પ્રખર-વ્યાખ્યાતા રૂપે આપણે મલયગિરિ મહારાજને યાદ કરવા ઘટે.
-
પ્રખ્યાત વૃત્તિઓ તો મુદ્રિત અને પ્રાપ્ય પણ છે, પણ તે સિવાય ‘ભગવતીજી શતક બીજું” અને “શતક વીસમી’ની વૃત્તિ પણ તેમણે રચી હોવાનો ઉલ્લેખ મળે છે. ‘મહાકપ્પસૂત્ત' અને ‘જોઇસકરંડક’ની વૃત્તિ પણ મલયગિરિજીએ રચી છે.
તેઓએ વ્યાકરણ પણ રચેલું છે.
(૧૪) શાંતિચંદ્ર ઉપાધ્યાય આચાર્ય હીરસૂરીશ્વરજીના શિષ્ય એવા આ વિદ્વાન, કવિ વાદી, ૧૦૮ અવધાનના કર્તા, કુર્રાને શરીફના જ્ઞાતા ઉપાધ્યાય શાંતિચંદ્રજી સત્તરમી સદીમાં થયા.
તેઓએ પ્રાયઃ ૧૬૬૦માં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ’ પર ‘પ્રમેયરત્ન મંજૂષા' નામક ટીકા રચેલી. મહારાજા અકબરને પ્રતિબોધ કરી અહિંસક બનાવનાર ઉપાધ્યાયે ‘કૃપારસકોશ' નામક ગ્રંથ પણ રચેલો. અજિતશાંતિ સ્તવન'ના છંદોમાં જ તેમણે ઋષભવીર સ્તવન’ પણ બનાવેલ.
“આગમના પ્રખર વ્યાખાતાઓ” [15]
મુનિ દીપરત્નસાગર