________________
(૧૫) આચાર્ય ચંદ્રસૂરિ - નિરયાવલિકા ઉપાંગ પંચકની વૃત્તિના રચયિતા ચંદ્રસૂરિ, આચાર્ય શીલભદ્રાચાર્યના મુખ્ય પટ્ટધર હતા. તેઓ સિદ્ધાંતના અજોડ જ્ઞાતા હતા અને શાસ્ત્રવિવેચન તથા અર્થનિરૂપણ વિષયક અદભૂત શક્તિ ધરાવતા હતા. તેઓ ન્યાય શાસ્ત્રના પારગામી અને પરમધ્યાની હતા.
પાંચ ઉપાંગ સૂત્રોની વૃત્તિ ઉપરાંત નિશીથ ચૂર્ણિ – વૃત્તિ (સં. ૧૧૭૪), વંદિત્તાસૂત્ર ની વૃત્તિ (સં. ૧૨૨૨), નંદીસૂત્ર દુર્ગપદ વ્યાખ્યા (સં. ૧૨૨૬), જિતકલ્પ બૃહદચૂણિ વ્યાખ્યા', ચૈત્યવંદન સૂત્ર-વૃત્તિ, ઈર્યાપથિકી-ચૂણિ, ‘વંદનક-ચૂણિ, “પાક્ષિકસૂત્ર-વૃત્તિ ઇત્યાદિ આગમ વ્યાખ્યા ગ્રંથોની રચના કરી.
તદ્ ઉપરાંત શ્રી ચન્દ્રસુરિજીએ પંચાશક-વૃત્તિ, સૂક્ષ્માર્થ. વિચાર', પ્રતિષ્ઠાકલ્પ આદિ અનેક ગ્રંથરચના કરેલી હતી.
તેમનું મૂળ નામ પાર્શ્વદેવ હતું.
(૧૬) ક્ષેમકીર્તિસૂરિ- બૃહત્કલ્પની મલયગિરિકૃત અપૂર્ણ ટીકાને ૧૩૩૨માં સમાપ્ત કરનાર, તેરમી-ચૌદમી સદીની મધ્યમાં થયેલ ક્ષેમકીર્તિ, આચાર્ય જગચંદ્રસૂરિના શિષ્ય ચન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમણે જીવનપર્યત છ વિગઈઓનો સર્વથા ત્યાગ હતો.
(૧૭) હરિભદ્રસૂરિ- ૧૪૪૪ ગ્રંથના રચયિતા અને યાકિની મહત્તરા ધર્મસૂનુ રૂપે પ્રસિદ્ધ આ પ્રખર વ્યાખ્યાતા વિશે પરિચય આપવો એ સૂર્ય સામે દીપક ધરવા જેવું કૃત્ય ગણાય. આવશ્યક સૂત્ર’ અને ‘દશવૈકાલિક સૂત્ર પર તો તેમની વૃત્તિ અત્યંત પ્રસિદ્ધ
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[16]
મુનિ દીપરત્નસાગર