SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જ છે. મહાપ્રભાવક, મહાન ગ્રંથકાર, પ્રકાંડ વિદ્વાન એવા આ હરિભદ્ર મૂળભૂત ચિત્તોડના નિવાસી અને ચૌદ વિદ્યાના પારગામી હતા. તેઓ જિનદત્તસૂરિના શિષ્ય બન્યા. તેઓએ મહાનિશીથ-છેદસૂત્રનો જિર્ણોદ્ધાર પણ કરેલો. અણુઓગદ્વાર-સૂત્ર, ઓઘનિર્યુક્તિ, ચેઈયવંદણ-ભાષ્ય',જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ, જીવાજીવાભિગમ-સૂત્ર, નંદી-સૂત્ર, પિંડનિર્યુક્તિ, ‘વિશેષાવશ્યકભાષ્ય', ધ્યાનશતક-ટીકા, “પ્રજ્ઞાપના-સૂત્ર પ્રદેશપદ ઇત્યાદિ અનેક આગમગ્રંથોની વૃત્તિ રચી છે. પ્રાયઃ આઠમી સદીમાં થયેલા આ આચાર્ય દ્વારા રચિત વિપુલ ગ્રંથરાશિમાં દિનશુદ્ધિ', પંચવસ્તુ, પંચાશક', યોગદ્રષ્ટિ, યોગબિંદુ', યોગશતક', લલિતવિસ્તરા', શાસ્ત્રવાર્તા સમુચ્ચય' ઇત્યાદિ અતિ પ્રસિદ્ધ છે અને આજે પણ ઉપલબ્ધ છે. (૧૮) દ્રોણાચાર્ય – અગિયારમી-બારમી સદી મધ્યે થયેલ દ્રોણાચાર્યનું નામ આગમની વ્યાખ્યામાં ઓઘનિર્યુક્તિના વૃત્તિકાર રૂપે અને પપાતિકની અભયદેવસૂરિયાવૃત્તિના સંકલનકાર રૂપે પ્રસિદ્ધ થયેલ છે. તેઓ નાડોલના નિવાસી હતા. તેમણે નિવૃત્તી ગચ્છમાં દીક્ષા લીધી હતી. આગમના પારગામી પંડિત હતા. (૧૯) વાદિવેતાલ શાંતિસૂરિ – શારાપદ્ર ગચ્છમાં થયેલા આચાર્ય વિજયસિંહે ઉણ નિવાસી શેઠ ધનદેવના પુત્રની સંઘના કલ્યાણ માટે માંગણી કરી. દીક્ષા આપી, શાંતિભદ્ર નામ રાખ્યું. શાસ્ત્રો અને સિદ્ધાંતો ભણાવીને શાંતિસૂરિજીને ગચ્છભાર સોંપ્યો. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [17] મુનિ દીપરત્નસાગર
SR No.249712
Book TitleAagamna prakhar vyaakhyataao
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages28
LanguageGujarati
ClassificationArticle
File Size171 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy