________________
શાંતિસૂરિએ (રાજગચ્છીય) અભયદેવસૂરિ પાસે તર્કશાસ્ત્રનું અને સ્વગચ્છના આચાર્ય સર્વદેવસૂરિ પાસે જિનાગમનું જ્ઞાન મેળવ્યું. કાળક્રમે તેઓ કવીન્દ્ર અને વાદિચક્રવર્તીના બિરુદ પામ્યા. અગિયારમી સદીમાં થયેલા આ આચાર્યએ ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ની પાઈયટીકા રચી. તે ઉપરાંત, ‘સંઘાચાર’, ‘ચૈત્યવંદન’ ભાષ્ય રચ્યા અંગવિજ્જાનો ઉદ્ધાર કર્યો. બીજા પણ ગ્રંથોની રચના કરી.
(20) મલધારી હેમચંદ્રસૂરિ_- બારમી સદીમાં આ આચાર્ય થયા. તેઓ આચાર્ય અભયદેવસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામેલ મહામાત્ય પ્રદ્યુમ્ન તે જ આ મલધારી હેમચંદ્રસૂરિ.
તેઓએ એક લાખ શ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન કર્યું. જેમાં ‘આવશ્યક સૂત્ર’ની ટીપ્પણક, ‘વિશેષાવશ્યક' ની બૃહત્કૃત્તિ એ મુખ્ય આગમિક વ્યાખ્યાઓ છે. તે સિવાય પણ તેમણે શતક ‘કર્મગ્રંથ વિવરણ’, ‘ઉપદેશમાલા-પુષ્પમાલાપ્રકરણ', જીવસમાસ વિવરણ’, ‘ભવભાવના' આદિ અનેક ગ્રંથોની રચના કરી.
(૨૧) વિજયવિમલ ગણિ- વાનરૠષિ વિમલની પરંપરામાં હેમવિમલસૂરિ પછી વિજયવિમલગણિ થયા, જે ‘વાનરઋષિ’ના નામે પણ ઓળખાય છે. તેઓએ સંવત ૧૬૨૨ થી ૧૬૩૪ સુધીમાં ‘ગચ્છાચાર પયન્ના'ની નાની અને મોટી બે ટીકા (અવચૂરી) રચી, તદુપરાંત ‘ચતુઃશરણ' અને ‘તંદુલવૈચારિક બંને પયન્ના'ની ટીકા (અવચૂરી) પણ તેમણે રચી. ત્રણ પયન્ના સૂત્રના અવસૂરી કે ટીકાના કર્તા એવા આ મહર્ષિએ બીજા ગ્રંથો પણ રચેલા.
“આગમના પ્રખર વ્યાખાતાઓ” [18]
મુનિ દીપરત્નસાગર