________________
તેઓએ ભગવતી સૂત્રની ટીકાને આધારે બંધછત્રીસીની અવચૂરીની પણ રચના કરી છે.
(૨૨) ભુવનતુંગસૂરિ- અંચલગચ્છીય આચાર્ય મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય આચાર્ય ભુવનતુંગસૂરિ થયા, તેઓ મોટા મંત્રવાદી હતા. તેમણે આઉરપ્રત્યાખ્યાન' અને “ચતુદશરણ પન્નાની ટીકાની રચના કરી. તેઓ પંદરમી સદીમાં થયા.
(૨૩) માણિજ્યશેખર- અંચલગચ્છીય આચાર્ય મેરૂતુંગસૂરિ ના શિષ્ય કે જે માણિક્યસુંદરસૂરિ નામે પણ ઓળખાય છે. તેઓ પંદરમી સદીમાં થયા હતા. તેઓએ આગમ સાહિત્ય-વિવરણમાં આચારાંગસૂત્ર-દીપિકા, આવશ્યક-નિર્યુક્તિ-વૃત્તિ-દીપિકા', ઓઘનિર્યુક્તિ દીપિકા', પિંડ-નિર્યુક્તિ દીપિકા, દશવૈકાલિક દીપિકા, ‘ઉત્તરાધ્યયન દીપિકા, કલ્પનિર્યુક્તિ-અવચૂરી, આદિ રચેલાં છે.
(૨૪) ગુણરત્નસૂરિ – પન્ના સૂત્રોમાં ભક્ત પરિજ્ઞા' અને સંસ્તારક' એ બે પયન્ના સૂત્રો પર તેમની રચેલી અવચૂરી પ્રાપ્ત થાય છે. જો કે આતુર પ્રત્યાખ્યાન સૂત્ર પરની અવચૂરી પણ તેમની હોવાનો એક મત છે.
તેઓ આચાર્ય દેવેન્દ્રસૂરિના શિષ્ય હતા. સંવત ૧૪૪૨માં આચાર્ય થયા. તેમણે બીજા ગ્રંથો પણ રચેલા છે.
(૨૫) શ્યામાચાર્ય – તેઓ યુગપ્રધાન ગુણાકરસૂરિના શિષ્ય હતા. વાચકવંશમાં થયેલ આ આચાર્ય વિ.સં. ૩૦૦ માં દીક્ષિત થયેલા. તેઓએ “પ્રજ્ઞાપના' નામે ઉપાંગસૂત્રની રચના કરી.
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [19]
મુનિ દીપરત્નસાગર