________________
જો કે આપણો આ લેખ પ્રખર આગમ વ્યાખ્યાતાઓ પરનો છે, સૂત્રકારો વિશેનો નથી, તો પણ અમે શ્યામાચાર્યનો ઉલ્લેખ કર્યો, તેનું કારણ તેઓશ્રી રચિત “પ્રજ્ઞાપના-સૂત્ર ની વિશેષતા છે. ૩૬ પદોમાં અને ૭૭૮૭ શ્લોક પ્રમાણમાં રચાયેલ આ આગમ પ્રશ્નોત્તર શૈલીથી પ્રચુર દ્રવ્યાનુયોગને વર્ણવે છે.
(૨૬) કોટ્યાચાર્ય- વિશેષાવશ્યકભાષ્ય પર તેઓએ વિસ્તૃત ટીકા રચેલી છે. સંભવતઃ તેઓ આઠમી સદીમાં થયા હતા.
કોઈનો મત એવો છે કે તેઓ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના શિષ્ય હતા. વળી એક એવો પણ મત છે કે કોટ્યાચાર્ય બે થયા છે. પહેલા કોટ્યાચાર્યએ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની વિશેષાવશ્યક મહાભાષ્યની સ્વોપજ્ઞ ટીકા અધૂરી રહી હતી તેને પૂર્ણ કરી છે.
બીજા કોટ્યાચાર્યએ વિ.સં. ૯૦૦ ની આસપાસમાં ઉક્ત મૂળટીકાના આધારે સંસ્કૃત ટીકા રચી છે.
(૨૭) પૃથ્વીચંદ્રસૂરિ- આ આચાર્ય રાજગચ્છમાં થયા હતા. તેમનો કાળ તેરમી સદીનો જણાય છે.
તેઓએ “કલ્પસૂત્ર' પર ટિપ્પણની રચના કરેલી છે.
(૨૮) આચાર્ય અજિતદેવ- પલ્લીવાલગચ્છીય આ આચાર્ય ભગવંતે કલ્પસૂત્ર-દીપિકા', આચારાંગસૂત્ર-દીપિકા', “ઉત્તરાધ્યયન સૂત્ર દીપિકાની રચના કરેલી.
જો કે પ્રાયઃ આ વ્યાખ્યા-સાહિત્ય હાલ ઉપલબ્ધ હોય તેવું અમારી જાણમાં નથી.
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [20]
મુનિ દીપરત્નસાગર