________________
(૨૯) પં. યશોદેવગણિ – વડગચ્છની પરંપરામાં થયેલા આચાર્ય પ્રદ્યુમ્નસૂરિના પ્રશિષ્ય હતા. તેઓ સંવત ૧૧૨૮ મધ્યે આગમના પ્રખર વ્યાખ્યાતા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિને નવાંગી ટીકા રચનાકાળે સહાયતા પ્રદાન કરેલી.
(૩૦) આચાર્ય વિજયસિંહસૂરિ- પિપ્પલક-ગચ્છ પરંપરામાં થયેલા આ આચાર્યએ શ્રાદ્ધપ્રતિક્રમણ ચૂણિની રચના સં.૧૧૮૩ના ચૈત્ર માસમાં કરી હતી.
(૩૧) નમિસાધુ – પિપ્પલક ગચ્છના આચાર્ય શાંતિસૂરિના શિષ્ય હતા. તેઓએ ૧૧૨૨ માં આવશ્યક વૃત્તિ અને ચૈત્યવંદન વૃત્તિ પર ટિપ્પણ રચેલું હતું.
| (૩૨) આચાર્ય નેમિચંદ્ર- આ આચાર્યશ્રી બારમી સદીમાં થયેલા. તેઓએ ઘણા ગ્રંથોની રચના કરેલી હતી. તેમાં આગમ વ્યાખ્યાતા રૂપે તેઓએ ‘ઉત્તરાધ્યયનસૂત્રની ૧૪૦૦૦ લોક પ્રમાણની વૃત્તિની રચના કરી છે.
(૩૩) આચાર્ય સુમતિસૂરિ - આચાર્ય જિનદેવની પાટે થયેલા આચાર્ય સુમતિસૂરિએ દશવૈકાલિક સૂત્ર પર ૨૬૦૦ શ્લોક પ્રમાણ લઘુવૃત્તિની રચના કરી છે જે હાલ પણ ઉપલબ્ધ છે.
(34) મહોપાધ્યાય કમલસંયમ ગણિ - ખરતરગચ્છીય એવા આ વિદ્વાન શ્રમણે સંવત ૧૪૭૬માં દીક્ષા લીધી. સંવત ૧૫૪૪ માં તેઓએ ઉત્તરાધ્યયનસૂત્રની “સર્વાર્થસિદ્ધિ' નામની
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[21]
મુનિ દીપરત્નસાગર