SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાની રચના કરી. આ ઉપરાંત, તેઓએ કર્યસ્તવ વિવરણ અને સિદ્ધાંત સારોદ્ધાર આદિ ગ્રંથ પણ રચેલા હતા. (૩૫) આચાર્ય જિનહંસસૂરિ – સોળમી સદીમાં થયેલા આ ખરતરગચ્છીય આચાર્યએ સંવત ૧૫૮૨માં આચારાંગ-સૂત્રની દીપિકા રચ્યાનો ઉલ્લેખ મળે છે. | (૩૬) સાધુરંગ ગણિ- ખરતરગચ્છીય આચાર્ય જિનદેવની પરંપરામાં થયેલા ઉપાધ્યાય સાધુરંગ ગણિએ સંવત ૧૫૯૯માં સૂયગડાંગ સૂત્રની દીપિકા બનાવી. (૩૭) આચાર્ય તિલકપ્રભ- આચાર્ય ચક્રેશ્વરસૂરિજીની પાટપરંપરામાં ૪૪મી પાટે આચાર્ય તિલકપ્રભ થયા, જેઓએ તેરમી સદીમાં અનેક સાહિત્યનું સર્જન કર્યું. જેમાં ચૈત્યવંદન-ગુરૂવંદન-પ્રત્યાખ્યાનની લઘુવૃત્તિ તથા શ્રાવકપ્રતિક્રમણસૂત્રવૃત્તિની રચના કરી. તથા આગમ વ્યાખ્યારૂપે જિતકલ્પવૃત્તિ, દશવૈકાલિકસૂત્ર-વૃત્તિ', આવશ્યક-લઘુવૃત્તિ', તેમજ પાક્ષિકસૂત્ર-અવચૂરિ, પાક્ષિક-ખામણા-અવચૂરિ આદિ રચના કરી (૩૮) જયકીર્તિસૂરિ- અંચલગચ્છીય આચાર્ય મેરૂતુંગસૂરિના હસ્તદીક્ષિત એવા આ આચાર્ય પંદરમી સદીમાં થયા. તેમણે ઉત્તરાધ્યયનસૂત્રની ટીકા રચ્યાનો ઉલ્લેખ જૈન પરંપરાના ઈતિહાસમાં મળે છે, પરંતુ હાલ આ ટીકા ઉપલબ્ધ હોવાનું અમારી જાણમાં નથી. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [22] મુનિ દીપરત્નસાગર
SR No.249712
Book TitleAagamna prakhar vyaakhyataao
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages28
LanguageGujarati
ClassificationArticle
File Size171 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy