________________
(૩૯/૧) આચાર્ય ઉદયસાગર, (૩૯/૨) કીર્તિવલ્લભ ગણિ, (૩૯/૩) વિનયહંસ. આ ત્રણે મહાત્માઓ પ્રાયઃ અંચલગચ્છીય પરંપરામાં થયેલા જણાય છે.
આચાર્ય સિદ્ધાંતસાગરસૂરિના કાળમાં (૧) સંવત ૧૫૪૬માં આચાર્ય ઉદયસાગરે ‘ઉત્તરાધ્યયનસૂત્ર દીપિકા’, (૨) સંવત ૧૫૫૨ માં કીર્તિવલ્લભે ‘ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિ' અને (૩) સંવત ૧૫૭૨માં વિનયહંસે ‘ઉત્તરાધ્યયન લઘુવૃત્તિ' તથા ‘દશવૈકાલીક ટીકા'ની રચના કર્યાનો ઉલ્લેખ મળે છે.
(૪૦) ભટ્ટારકજી- અંચલગચ્છીય પરંપરાના ઉદયસાગરના સમયમાં ભટ્ટારકજીએ સંવત ૧૮૦૨ માં કલ્પસૂત્ર પર લઘુવૃત્તિ રચી હોવાનો ઉલ્લેખ મળેલ છે.
(૪૧) આચાર્ય યશોદેવસૂરિ- પ્રસિદ્ધ આચાર્ય વીરગણિ મિશ્રના પ્રશિષ્ય એવા આ વિદ્વાન આચાર્યએ સંવત ૧૧૭૪માં ઈર્યાપથિકી-ચૈત્યવંદન-વંદનકચૂર્ણિ' રચી તેમજ સંવત ૧૧૮૦માં ‘પદ્મિસૂત્ર’ની ‘સુખાવબોધિકા-વૃત્તિ’ તથા ‘ખામણા પર અવસૂરિ’ની રચના કરેલી.
(૪૨) આચાર્ય વાદીદેવસૂરિ- સુવિખ્યાત વાદી આચાર્યશ્રી દેવસૂરિજી મહારાજ ‘સ્યાદ્વાદ રત્નાકર’ અને યતિદિનચર્યા’ આદિ અનેક ગ્રંથોના રચયિતા છે.
તેઓએ જીવાજીવાભિગમ સૂત્ર” પર એક લઘુવૃત્તિ રચેલી
હોવાનો ઉલ્લેખ પણ મળે છે.
“આગમના પ્રખર વ્યાખાતાઓ”
[23]
મુનિ દીપરત્નસાગર