________________
(૪૩) મહોપાધ્યાય સમયસુંદરગણિ - ખરતરગચ્છીય મહોપાધ્યાય સકલચંદ્રગણિના શિષ્ય હતા. તેમનો કાળ સત્તરમી સદીનો હતો. તેઓએ સાહિત્યક્ષેત્રે અનેક વિષયોની સ્પર્શના કરેલી.
આગમ વ્યાખ્યાતા રૂપે તેમણે “કલ્પસૂત્ર' અને દશવૈકાલિક સૂત્ર' પર ટીકા રચેલી છે.
(૪૪) કનકસુંદર ગણિ – મહોપાધ્યાય વિદ્યારત્નમણિના શિષ્ય ઉપાધ્યાય કનકસુંદરગણિ હતા. તેમણે સંવત ૧૬૬૬માં દશવૈકાલિક સૂત્રનો ૭૦૦ શ્લોક પ્રમાણનો ઢબ્બો બનાવેલો.
(૪૫) જયરત્નસૂરિ, (૪૬) કનકસુંદર, અને (૪૭) પદ્મસુંદર આ ત્રણે શ્રમણો વૃદ્ધ તપાગચ્છમાં થયેલા.
અનુક્રમે તે તે પૂજ્યશ્રીએ દશવૈકાલિક', “જ્ઞાતાધર્મકથા અને ભગવતી સૂત્રનો ટબ્બો રચેલ હતો.
(૪૬) આચાર્ય દેવેન્દ્રસૂરિ - ચૌદમી સદીમાં થયેલા આ આચાર્યએ ઘણા ગ્રંથોની રચના કરેલી. તેમાં “વૃંદારવૃત્તિ' નામથી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ એ આગમશાસ્ત્રના એક પેટા ગ્રંથ રૂપ ગણાય છે.
(આચાર્ય રત્નશેખરસૂરિજીએ પણ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની વૃત્તિ રચેલી છે.)
(૪૭) આચાર્ય ધર્મઘોષસૂરિ – આચાર્ય દેવેન્દ્રસૂરિની પાટે થયેલા આ આચાર્ય ચૌદમી સદીમાં થયા. તેઓ અતિ મહાન અને
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[24]
મુનિ દીપરત્નસાગર