SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવક આચાર્યરૂપે ખ્યાતિ ધરાવતા હતા. તેમના નામે અનેક ચમત્કારોની વાતો પણ નોંધાયેલી છે. તેમની સાહિત્યરચના પણ વિપુલ હતી, જેમાં આગમ કે આગમના કોઈક અધ્યયન આધારિત વ્યાખ્યા પૂરતાં જ તેમના સાહિત્યનો ઉલ્લેખ કરીએ તો પણ સંઘાચાર ભાષ્યવિવરણ' અને શ્રાદ્ધ જિતકલ્પ' ને સ્મરણસ્થ' કરવા જ રહ્યાં. (૪૮) આચાર્ય જ્ઞાનસાગરસૂરિ – આચાર્ય દેવસુંદરસૂરિની પાટે આ આચાર્ય પંદરમી સદીમાં થયા. શાસન પ્રભાવનાના અનેક કાર્યો તેમના હસ્તે થયેલા. આગમના પ્રખર વ્યાખ્યાતા રૂપે તેમના સાહિત્યનો ઉલ્લેખ જોતાં- પન્નવણાસ્ત્રની અવચૂરિ, આવશ્યકસૂત્ર હારીભદ્રીયવૃત્તિની અવચૂરિ, ઓહનિષુત્તિની અવસૂરિ', તથા ઉત્તરાધ્યયનસૂત્ર બૃહદ્ધત્તિની અવચૂરિ પ્રાપ્ત થાય છે. (૪૯) આચાર્ય સાધુરત્નસૂરિ- દેવસુંદરસૂરિના આ શિષ્યએ સંવત ૧૫૪૬ માં યતિજિતકલ્પની અવમૂરિ રચેલી, જે પ્રાપ્ય છે. (૫૦) આચાર્ય સોમસુંદરસૂરિ – આચાર્ય જયાનંદસૂરિના શિષ્ય એવા આ આચાર્યને સંવત ૧૪૫૭ માં આચાર્યપદ મળેલ. તેમણે સંઘ, તીર્થસ્થાપના, પદવીદાન આદિ અનેક શાસનપ્રભાવક કાર્યો કરેલાં. તેમ જ જગતને વિશાળ સાહિત્ય અર્પણ કરેલું. જેમાં આગમ સંબંધી કે આગમના કોઈ ખંડ સંબંધી જે વ્યાખ્યાન સાહિત્ય સર્યું તે આ પ્રમાણે છે – ચૈત્યવંદનભાષ્ય “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [25] મુનિ દીપરત્નસાગર
SR No.249712
Book TitleAagamna prakhar vyaakhyataao
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages28
LanguageGujarati
ClassificationArticle
File Size171 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy