________________
અવચૂરિ', “કલ્પાન્તર્વાચ્ય', “ભાષ્યત્રય ચૂણિ', યતિજિતકલ્પ રત્નકોશ', “ષડાવશ્યક બાલાવબોધ' ઇત્યાદિ.
(૫૧) જિનહર્ષ-ગણિ- આચાર્ય જયચંદ્રસૂરિના શિષ્ય અને મહોપાધ્યાય જિનમંડનગણિના વિદ્યાશિષ્ય એવા આ જિનહંસગણિ નામે પણ ઓળખાય છે. તેઓ મહા વિદ્વાન, મોટા ગ્રંથકાર અને ગ્રંથસંશોધક હતા.
તેમની અનેક સાહિત્યરચનામાં સૂર્યપ્રજ્ઞપ્તિ ટિપ્પણ', ચંદ્ર પ્રજ્ઞપ્તિ ટિપ્પણ'નો પણ સમાવેશ થાય છે.
(૫૨) પંન્યાસ સંઘવિજય ગણિ – આચાર્ય હીરસૂરિજીના પ્રશિષ્ય મહોપાધ્યાય ધર્મવિજયજી ગણિના શિષ્ય હતા. બીજા મતે તેઓ પંન્યાસ ગુણવિજયજી ગણિના શિષ્ય હતા.
તેઓએ સંવત ૧૬૭૪માં કલ્પસૂત્રની લઘુટીકા રૂપે કલ્પ પ્રદીપિકાની રચના કરેલી જે ૩૩૦૦ લોક પ્રમાણ હતી.
(૫૩) સોમવિમલસૂરિ – મુનિ સૌભાગ્યહર્ષના શિષ્ય હતા. તેમને હેમવિમલસૂરિએ દીક્ષા આપેલી. સંવત ૧૫૮૩ માં તેઓને આચાર્યપદ મળ્યું. તેઓએ ઘણી સાહિત્ય રચના કરેલી.
જેમાં આગમિક ગ્રંથોમાં “કલ્પસૂત્ર, દશવૈકાલિક અને ‘વિપાકસૂત્રના ટબ્બાઓનો સમાવેશ પણ થાય છે.
(૫૪) મહોપાધ્યાય ધર્મસાગર ગણિ – વિજયદાનસૂરિના હસ્તે દીક્ષિત થનારા ધર્મસાગરજી પ્રકાંડ વિદ્વાનવાદી અને સમર્થ ગ્રંથકાર હતા. સંવત ૧૬૦૮માં તેઓ ઉપાધ્યાય બન્યા.
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [26]
મુનિ દીપરત્નસાગર