________________
(૩) સંઘદાસગણિ— વિક્રમની ચોથી-પાંચમી સદીમાં થયેલા સંઘદાસ ગણિ મહત્તર નિશીથ' આદિ છેદસૂત્રોના ભાષ્યકાર રૂપે ઉલ્લેખ પામેલ જોવા મળેલ છે.
આગમના ભાષ્ય સાહિત્યના પ્રખર વ્યાખ્યાતા એવા આ શ્રમણે “વસુદેવહીંડી' જેવા ઐતિહાસિક ગ્રંથની રચના પણ કરી છે.
તેઓ સાતમી સદીમાં થયા.
(૪) જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ - વીર સંવત ૧૦૨૫માં દીક્ષિત થયેલા આ યુગપ્રધાન આચાર્યએ વિશેષાવશ્યક ભાષ્ય' તથા તેના પર અપૂર્ણ ટીકા? રચેલી. જિતકલ્પ સૂત્રની રચના પણ ભાષ્ય સહિત તેમની કરેલી છે.
આગમના આ પ્રખ્યાત વ્યાખ્યાતાએ “બૃહત્સંગ્રહણી', બ્રહક્ષેત્રસમાસ આદિ ગ્રંથોની પણ રચના કરેલી. તેઓ સાતમી સદીમાં થયા. તેમનો કાળ સંઘદાસ ગણિ પછીનો છે.
(૫) અજ્ઞાત' ભાષ્યકાર- આવશ્યકસૂત્ર નિયુક્તિમાં આવતી ભાગ-ગાથા દશવૈકાલિક સૂત્ર સાથે સંબંધિત ભાષ્ય-ગાથા એ જ રીતે ઓઘનિર્યુક્તિ અને પિંડનિર્યુક્તિ સાથે આવતી ભાષ્ય ગાથાઓ ઇત્યાદિ ભાષ્યોના ભાષ્યકર્તા કોણ છે ? તે માહિતીની પ્રાપ્તિ થઇ શકી નથી.
(૬) જિનદાસગણિ મહત્તર- ચૂણિ સાહિત્યના પ્રદાતા એવા આ મહાન શ્રમણ, આચાર્ય પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. વિ.સં. ૭૩૩ અને તેની આસપાસના સમયગાળામાં તેઓએ ચૂણિ સાહિત્યની
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[12]
મુનિ દીપરત્નસાગર