________________
+ વૃત્તિ સંબંધી સાહિત્ય તો અગિયાર અંગ-સૂત્રો, બાર ઉપાંગ-સૂત્રો, મહાનિશીથ સિવાયના પાંચ છેદ-સૂત્રો, બધાં જ મૂલ સૂત્રો, અને બંને ચૂલિકા-સૂત્રો સંબંધે ઉપલબ્ધ જ છે.
પયન્ના સૂત્રો પરત્વે પાંચ પયન્નાની કોઈ જ વૃત્તિ જોવામાં આવેલ નથી. બીજા પાંચ પયન્ના વિષયક અવચેરી જોવા મળે છે, તેમાં ત્રણ પયન્નાની વ્યાખ્યાને વૃત્તિ રૂપે પણ ઓળખાવાયેલ છે.
આગમના ઉક્ત વિવરણોના પ્રખર વ્યાખ્યાતાઓ–
(૧) ભદ્રબાહુસ્વામી આચાર્ય ભદ્રબાહુ, આચાર્ય યશોભદ્રના શિષ્ય હતા. સમર્થ જ્યોતિર્ધર એવા આ છેલ્લા ચૌદપૂર્વી વિ.સં. ૧૭૦ માં કાલધર્મ (મૃત્યુ) પામ્યા. તેમણે દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહાર છેદસૂત્રનું ઉદ્ધરણ તો કરેલું હતું જ પણ ઉક્ત સર્વે નિર્યુક્તિઓના રચયિતા પણ તેઓ જ હતા. અલબત, કેટલાંક આ નિયુક્તિ વિવરણકાર સંબંધે વિવાદ ઊભો કરે છે, પણ તેમનો પ્રત્યુત્તર આપવાનું આ સ્થાન નથી.
આગમના આ પ્રખર વ્યાખ્યાતાના સમયમાં પાટલીપુત્રમાં સર્વપ્રથમ જિનાગમ વાચના થયેલ હતી.
(૨) ગોવિંદવાચક - વાચક્વંશમાં થયેલ આ પ્રખર વ્યાખ્યાતાનો ઉલ્લેખ પણ નિર્યુક્તિકારરૂપે જોવા મળેલ છે, પણ તેની કોઈ નિર્યુક્તિ હાલ ઉપલબ્ધ નથી.
નાગાર્જુન આચાર્ય પછી તેમનો ઉલ્લેખ મળે છે. વિ.સં. ૮૩૦ની વલ્લભીવાચાના સમયે તેમની ઉપસ્થિતિ હતી.
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[11]
મુનિ દીપરત્નસાગર